મારા ચહેરાનું ઘરેણું છે તું મારી લાડકી.
મારી સોનપરીને સાદ પાડ્યા ઓ લાડકી.
મારી હથેળીમાં સુક્કા કમળ તું પ્રેમનો ટાપુ,
તારાં હેતના થાપા લવકે લોહીમાં ઓ લાડકી.
મારા આંગણે રોજ કેસરવરણી નભ પુકારે,
આંબલી પીપળ ડાળ બોલાવે ઓ લાડકી.
મેં લાગણીમાં લખ્યા છે ગઝલના આ શેરો,
મારી દુઆ છે તું હંમેશાં ખુશ રહે ઓ લાડકી.
મારાં લાડનો ખજાનો સગી આંખે નિહાળું,
આભના ઓરડે તારલિયા ટૂંકા પડે ઓ લાડકી.
મુંબઈ ઘાટકોપર
e.mail : bijaljagadsagar@gmail.com