હું ધરાનું હાસ તું પુષ્પનો પ્રવાસ,
હેત ધરી મુજ હાથ ગ્રહી આસ છું.
તું ફૂલનું હાસ્ય હું ઝાકળનો કાફલો,
પતંગિયાની રંગીન કવિતાનો પ્રાસ છું.
હું જળ સ્વચ્છ રૂપે તું મત્સ્ય રૂપે,
એક ટીપું દરિયો બને એવી પ્યાસ છું.
તું આંખે ચોમાસું હું યાદનું વાદળ,
ભીનો આપે આધાર રણમાં વાસ છું.
હું ગઝલ ને તું મુક્તક અને મતલા,
પ્રેમની વાણી આમ્ર-કુંજોમાં ખાસ છું.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com