Opinion Magazine
Number of visits: 9448740
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિંદગીને ચાહો ને માણો

બકુલા ઘાસવાલા|Poetry|30 October 2018

મૂળ કાવ્ય ધીમા મૃત્યુની વાત કરે છે ત્યારે મેં અનુસર્જનમાં જીવંત જિંદગીની વાત કરી છે.

(ચીલીના સ્પેિનશભાષી કવિ પાબ્લો નેરુદાનાં કાવ્ય પ્રેરિત અનુસર્જન)

જિંદગીને ચાહો ને માણો :
જિંદગી જો સાહસિકતાસભર હોય,
તમારું મન આસપાસનો માહોલ  ઝીલી શકતું હોય,
જિંદગીના અર્થમર્મનો કર્ણધ્વનિ તમને સહજ હોય,
તમારી નિજી હયાતીને પ્રમાણી શકતા હો,
તો જિંદગી જીવંત બની રહેશે.

જ્યારે તમારા સ્વાભિમાનને ઝળહળતું  દેદિપ્યમાન રાખી શકતા હો,
સ્વનિર્ભરતા તમારો  જીવનમંત્ર હોય,
તમારી આદતો પર સર્વોપરી રહેતાં હો,
બુઝર્વા પરંપરાઓ પર વિજયી બની રહેતાં હો  અને
જિંદગીના મેઘધનુષી રંગોને માણી શકતાં હો
તો તમે સદાકાળ જીવંત રહેશો.

અજાણ્યાનો ભરોસો કરતાં હો ને
બે શબ્દ આપલે કરતાં હો,
ઉત્કટ ઈચ્છાઓ ને
મુખર સંવેદનાઓ
તમારા નૈણે વસતી હો ને
હ્યદયે ધબકતી હો ,
તો તમે જિંદગીને ચાહી શકશો.

તમે સલામતીના કોચલાને તોડી શકતા હો,
તમારાં સપનાંની ઉડાન આભને આંબતી હો,
ચીલો ચાતરવાની હામને  હૈયે રાખી
ખુદની બુલંદીએ જીવતા આવડતું હોય,
તો તમે તમારાં જ રહો છો.
આમ જિંદગીને ચાહો ને માણો.

•

(વિભૂતિ પટેલે મોકલેલું પાબ્લો નેરુદાનાં મૂળ સ્પેિનશ કાવ્યનો અંગ્રેજી અનુવાદ)

You start dying slowly         • Pablo Neruda


You start dying slowly
if you do not travel,
if you do not read,
If you do not listen to the sounds of life,
If you do not appreciate yourself.

You start dying slowly
When you kill your self-esteem;
When you do not let others help you.

You start dying slowly
If you become a slave of your habits,
Walking everyday on the same paths …
If you do not change your routine,
If you do not wear different colours
Or you do not speak to those you don’t know.

You start dying slowly
If you avoid to feel passion
And their turbulent emotions;
Those which make your eyes glisten
And your heart beat fast.

You start dying slowly
If you do not risk what is safe for the uncertain,
If you do not go after a dream,
If you do not allow yourself
At least once in your lifetime,
To run away from sensible advice …..

[Spanish poet; awarded a Nobel Prize for Literature in 1971]

Loading

30 October 2018 admin
← કેવા હતા સરદાર-ગાંધી-નહેરુના સંબંધ?
લગે હાથ એ પૂતળા નીચે લખવું જોઈએ કે ‘આ પૂતળાની ઊંચાઈ મોજીલા શાસકોની કલ્પના અને ખેલ માત્ર છે, તેના આધારે સરદાર વલ્લભભાઈ પટેલની ઊંચાઈ માપવાની ચેષ્ટા કરવામાં ન આવે.’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved