શહીદ ભારત ભોમની છે આન બાન ને શાન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
લોહીથી લથપથ મૃતદેહો, કર્ફ્યુ મૌનનાં નિશાન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
ગાંધી, સરદાર, બોઝ જ્યાં દેશનું ગૌરવ માન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
સરફરોશીની ઇચ્છા ને જેની ખુરશી છે ઈમાન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
મુહમ્મદની દિવાળી છે જ્યા દુર્ગાની રમઝાન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
ગંગા જમુનાનાં પાણીથી નિખરી ઉર્દૂ ઝબાન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
ગાલિબની નઝમ, પંડિત કરતા મંત્રોનું તાન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
રામસીતા લખન અંજની પુત્ર ધર્મનું ધ્યાન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
સી-વી-રામન, ટાગોર, કલામ જ્યાં છે વિદ્વાન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
દિલ્હીનાં તખ્તા પર હર એક દિલ છે કુરબાન,
વંદેમાતરમ્ વંદેમાતરમ્ જય જય હિન્દુસ્તાન.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com