Opinion Magazine
Number of visits: 9552637
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હેલ્ગાની ડાયરી

નીલા જયંત જોશી|Opinion - Opinion|19 April 2016

મારી પૌત્રી અનુષ્કાની ‘ઇફ ટાઇમ થિંક્સ’ નામની કવિતાની ચોપડી એપ્રિલ, ૨૦૧૫માં પ્રકાશિત થઈ. તેમાં ‘બ્રુન્ડીબાર’ નામની એક કવિતા છે. હોલોકાસ્ટ દરમિયાન પરીકથા પર આધારિત એક ઓપેરા નાઝી પ્રોપેગેન્ડા ફિલ્મ તરીકે થેરેકીયન્સ્ટડટ કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં બતાવવામાં આવ્યો હતો. બીજા કોન્સનટ્રેશન કેમ્પની સરખામણીમાં આ કેમ્પમાં થોડુંક સારું હતું. આ ચિત્રીકરણ થયા પછી સંગીતકારો અને બાળકોને સોશ્યવિટ્‌ઝ લઈ જવાયાં હતાં અને પછી ગૅસચૅમ્બરમાં! અલબત્ત, આ સહુ યહૂદી સંગીતકાર અને બાળકો હતાં.

આ કવિતા વાંચ્યા પછી અભિજાતના, મારા પુત્રના કેટલાક સાથી પ્રોફેસરોએ ઓટરબિન કૉલેજમાં તેને જણાવ્યું કે આ ઓપેરામાં જેણે કૅટનું પાત્ર ભજવ્યું હતું, તે સેલા હજુ હયાત છે અને ન્યુયોર્ક પાસેના એક ગામમાં રહે છે! અભિજાત અનુષ્કાને લઈને સેલાને મળ્યો. અત્યારે તે ૮૬ વર્ષનાં છે. તેમણે કહ્યું કે મારી સાથે હેલ્ગા હતી તે પણ અત્યારે પ્રાગમાં છે. અભિયાન અનુષ્કાને લઈને પ્રાગ ગયો. ત્યાં હેલ્ગાને તેઓ મળ્યાં. તે પણ આ જ ઉંમરનાં. બાળકો તરીકે પંદર હજારમાંથી જે ૧૦૦ બાળકો બચી ગયાં તેમાંનાં બે! હેલ્ગાની ડાયરી, ઍન ફ્રૅન્કની વિશ્વવિખ્યાત ડાયરીથી સહેજ જુદી એ રીતે પડે છે કે ઍન ફ્રૅન્કનું મૃત્યુ પહેલાંનું અસહ્ય જીવન અથવા જીવતાં મરણ વર્ણવાર્યું છે, જ્યારે હેલ્ગાનું કૉન્સન્ટ્રેશન કૅમ્પનું અને તે પહેલાંનું પણ જીવન ડાયરીમાં વર્ણવાયું છે.

નીલ બર્મેલે હેલ્ગાનો ઇન્ટરવ્યૂ ૨૦૧૧માં પહેલી ડિસેમ્બરે તેના પ્રાણના ઘરમાં જ લીધો છે. તે વાર્તાલાપને ડાયરીના અંતભાગમાં આવરી લેવામાં આવ્યો છે. તેનો થોડાં તારણો –

હેલ્ગાના પિતા ઑટોવિઝ સંગીતના અભ્યાસુ, ચાહક અને માણનારા હતા. તેઓ કવિતા પણ લખતા. બૅંકમાં ક્લાર્ક હતા. પહેલા વિશ્વયુદ્ધ વખતે ૧૮ વર્ષના હતા, ત્યારે તેમના જમણા હાથને ઈજા થઈ હતી. માતા ડ્રેસ બનાવતાં હતાં. ઘરે રહીને જ કામ કરતાં હતાં.

હેલ્ગાના ફ્રૅન્ડ્‌ઝ રિલેટિવ્ઝ વગેરેનો કરુણ અંત આવ્યો. પિતા ગૅસચૅમ્બરમાં માર્યા ગયા હોવા જોઈએ, એમ હેલ્ગા માને છે. હેલ્ગાના કૉન્સનટ્રેશન કૅમ્પમાં એક ઑટો નામનો મિત્ર હતો. ૨૫ વર્ષનો હતો. તેની ભાળ કાઢવાનો તેણે પ્રયત્ન કર્યો. અંતે ટેરેઝીનમાં માર્યા ગયેલા ૮૦,૦૦૦ લોકોની નોંધ પ્રાગમાં હતી, તેમાં તેનું નામ જોયું. હેલ્ગાની મિત્ર ફ્રૅન્કાની ભાળ પણ ના મળી. ટેરેઝાન કૅમ્પમાં લશ્કરના જવાનોને રહેવા માટેની જગ્યામાં આ લોકોને રાખવામાં આવેલા. ૭૦૦૦ માણસો રહી શકે તેટલી જગ્યામાં ૬૦,૦૦૦ માણસો રહેતા હતા. શરૂઆતમાં હેલ્ગા તેની માની સાથે હતી. પછી દસથી સત્તર વર્ષની છોકરીઓને જુદે સ્થળે રાખવામાં આવી, જ્યાં તેની મૈત્રી ફ્રૅન્કા સાથે થઈ.

હેલ્ગા કહે છે કે કૉન્સન્ટ્રેશન કૅમ્પ પર કેટલીક ફિલ્મો બની છે, પણ તેમાં કાલ્પનિક બાબતો ઉમેરવામાં આવી છે, જ્યારે મારી ડાયરીમાં અનુભવાયેલ હકીકતોનું બયાન છે. હેલ્ગા માને છે કે કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહેલા એક-એક માણસની એક-એક કથની છે, હેલ્ગા કહે છે, મારી ડાયરીમાં બાળબુદ્ધિ હશે પણ ક્યાં ય કલ્પના નથી. છૂટ્યા પછી હેલ્ગા પ્રાગના ઘરમાં રહે છે. તેણે લગ્ન કર્યા પણ તેનો પતિ કૅથલિક કુટુંબમાંથી આવતો હતો. સામ્યવાદના નેજા હેઠળ દિયર તેર વર્ષ, નણંદ ૧૨ વર્ષ જેલમાં હતાં, એમ આ જિંદગીમાં જેલવાસે ભાગ ભજવ્યો.

અત્યારે હેલ્ગાનો દીકરો વિખ્યાત સંગીતકાર છે. પૌત્રી વાજિંત્ર વગાડે છે. જ્યુઇશ સંગીતના પ્રોગ્રામ્સ આપે છે. હેલ્ગા કૅમ્પમાં ચિત્રો દોરતી. તેણે જ્યારે ‘આઇસ મૅન’નું ચિત્ર દોર્યંુ – ક્યારેક કેદીઓને તેમની બારી પાસેથી લઈ જતા, ત્યારે તેની મા અને હેલ્ગા આતુરતાથી હેલ્ગાના પિતાને જોવા બારીમાં ઊભાં રહેતાં. આ ચિત્ર તેમને મોકલ્યું, તો તેમણે વળતા જવાબમાં એટલું જણાવ્યું, ‘તું જે જુએ છે તેનાં ચિત્રો દોર.’ (Draw what you see) આ આઇસમેન અને પછી પપ્પાની સલાહ મુજબ અનુભવાયેલ ભીષણે હકીકતોને બહાર લાવતાં ચિત્રો આ નાનકડી બાળકીએ દોર્યા જે આ ડાયરીમાં છે.

કેટલીક નક્કર હકીકતો :

શિક્ષિત લોકો મજૂરી ના કરી શકે, તેથી તેમને તરત જ મારી નાંખવામાં આવતા. તદ્દન નાનાં બાળકો અને વૃદ્ધાને તરત જ મારી નાંખવામાં આવતાં. એલાની મા બગીચાનું કામકાજ ખૂબ સુંદર જાણતાં હતાં તેથી તેઓને માર્યા નહીં. બંને સાથે રહેતાં ત્યારે મા-દીકરી છે, તે બતાવતા ન હતાં. એક રૂમમાં એટલા બધા લોકોને રાખવામાં આવતાં કે બધાં માંડ-માંડ ગોઠવાઈને સૂતાં તે જ્યારે છોકરીઓના જૂથમાં ગઈ, ત્યારે સૂવા માટે બંક મળ્યો, જેમાં પગ ઉલાળીને બે સખીઓ હેલ્ગા અને ફૅન્કા વાતો કરતાં. આ વાત એલાના ઇન્ટરવ્યૂમાં એલાએ કરી છે કે હેલ્ગા ચિત્રો દોરતી, ડાયરી લખતી વગેરે. હેલ્ગાના કાકાએ મકાન ચણવાની મજૂરીનું કામ કરતી વખતે હેલ્ગાની ડાયરી બિલ્ડિંગમાં ચણી લીધી, જેથી આ દસ વર્ષની છોકરીની વ્યથાનાં વીતક છતાં થયાં.

ક્યારેક તેમને એક કૅમ્પમાંથી બીજા કૅમ્પમાં ખસેડવામાં આવતાં. મોથોસેન નામના કૅમ્પમાં હેલ્ગાને લઈ જતા હતા. સોળ દિવસે ત્યાં પહોંચ્યાં. બસમાં ઓછો ખોરાક, ગળામાં શોષ, જીભ સૂકી, નાહવાધોવાનું નામ નહીં. પણ મોથોસેન પહોંચ્યાં ત્યારે મોટા મગમાં કૉફી, ૩૦૦ ગ્રામ જેટલી બ્રેડ, આરાનો બરાડવાનો અવાજ નહીં. બસમાંથી ઊતરતી વખતે જ વાતાવરણ બદલાયેલું લાગ્યું. આ બસમાંથી ઊતરીને જતાં લોકોને રહેવાસીઓ બારીઓમાંથી જોતા હતા. આ લોકોને પણ તેમને જોવાથી સારું લાગ્યું. ખુલ્લું આકાશ જોયું. વૃક્ષ ને હરિયાળી જોઈ. બાકી તેમની રૂમ કે બસમાંથી કુદરત જોવી પણ મુશ્કેલ હતી. હેલ્ગા મનોમન બોલી, ‘કુદરત કેટલી સુંદર છે, ઈશ્વર ! તું અમારી સાથે રહેજે.’ પણ થોડી જ વારમાં તેને ખબર પડી ગઈ કે મોથોસેનના ઑફિસરો સારાથી જુદા ન હતા. ભલા તો બિલકુલ નહોતા – બધાંને ફટકારતાં – ફટકારતાં લાઇનમાં ઊભા રાખ્યાં. હેલ્ગાને પકડીને હવામાં ફંગોળી ત્યારે તેને થયું કે હવે બચવાનો ચારો નથી. પછી લખે છે, ‘અમે માણસો નહોતા! વસ્તુઓ હતા! બ્રેડ ખેંચાઈ ગઈ, કૉફીના મગ ખેંચાઈ ગયા! ગંદા બ્લૅંકેટ્‌સ અપાયા. તેની પર જીવાત હતી. ડાયેરિયાની ને વૉમિટની દુર્ગંધ હતી. કેટલાક જણાએ ઓઢ્યા હતા એને હવે આ લોકોએ ઓઢવાના હતા! આ લોકો પણ એક વખત મજબૂત હતા. તંદુરસ્ત હતા. તેમની ઇચ્છાઓ હતી. તેમના વિચારો હતા. લાગણીઓ હતી. જીવનને ચાહતા હતા. હવે આંખો નિસ્તેજ! ઝળહળિયાંથી ભરી-ભરી! અત્યારે છે આત્મા વિનાનું હાડપિંજર!’

૧૯૪૫માં સ્વાતંત્ર્ય મળ્યું તે પહેલાંના ચાર દિવસ પહેલાં ૧૦૦૦ લોકોને ગૅસચૅમ્બરમાં ધકેલાયા હતા. હેલ્ગાને પોતાના ભાવિની ખબર નહોતી. ગૅસચૅમ્બર કે જીવન? “May be” શબ્દ ડાયરીમાં વારંવાર ડોકાય છે. બહાર આવ્યા પછી તે એક કૅથલિક સંગીતકારને પરણી. અત્યારે તેના પૌત્રને નવો દાંત ફૂટ્યાનો ફોન આવ્યો, ત્યારે તેમાં તેણે હિટલરની હાર અનુભવી.

કેન્ટનાં ત્રણ સૂત્રો અત્રે સ્મરીએ :

તમે એવું વર્તન કરો કે બધાં તેવું વર્તન કરે એવું તમે પોતે જ ઇચ્છો. તમને કે અન્યને હંમેશાં સાધ્ય તરીકે જુઓ, સાધન તરીકે ક્યારે ય નહીં. હંમેશાં કલ્યાણરાજ્યના સભ્ય તરીકે વર્તો.

અંતે જ્ઞાનદેવની ઓવીની આ એક પંક્તિ –

આણિ જગાચિયા સુખોદ્‌ેશે, શરીરવાચામાનસે
રહાટણે તે અહિંસે રૂપ જાણ ।।

જગતના સુખોદેશને ધ્યાનમાં રાખીને મનવચનશરીરથી રહીએ તે જ અહિંસાનું સાચું રૂપ.

૨-એ, પુષ્પદંત ઍપાર્ટમેન્ટ, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦ ૦૦૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2016; પૃ. 07-08 

Loading

19 April 2016 admin
← IS INDIA A SECULAR NATION?
અન્યાય સામે અડીખમ લડાઈ →

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved