આપણા લેબાશ પર ડાઘો હતો,
આટલો લ્યો એમને વાંધો હતો.
આપણે લૂંટાયા એ વિસ્તારમાં,
ઝાડ જંગલ ને વળી કાબો હતો.
પૂમડાં મૂકી દીધાં મેં કાનમાં,
શબ્દનો પણ કાઢવો ફાંકો હતો.
કોણ આવી પૂરશે કોને ખબર,
એ હરાયો ગામનો પાડો હતો.
બાંધતાં ભેગો જ એ તૂટી ગયો,
ખૂબ કાચો રેશમી ધાગો હતો.
તા.9.4.26.
વૃન્દાવન બંગલોઝ, 15) શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા. જિ.આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

