કોઈની ઝાતકાર આંખો બે,
થઈ અજળ ને ખુવાર આંખો બે.
જ્યાં નજરકેદ થઈ ગયાં દૃશ્યો,
કરશે કોની વહાર આંખો બે.
આજ સાવધ રહ્યું નહીં હૈયું,
થઈ ગઈ આરપાર આંખો બે.
જીરવે છે અજીબ સન્નાટો,
ક્ષુબ્ધ ને રોબદાર આંખો બે.
ચાર દીવાલના પટંતરમાં,
વિસ્તરી ઘર બહાર આંખો બે.
ક્યાં સુધી પીઠ તાકશો ‘નિર્મન’,
થઈ ગઈ છે પસાર આંખો બે.
તા.26.12.25
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

