મયકદાના જામ ખાલી છે,
આપણો સાકી સવાલી છે.
છોડ કાંઠો શોધવાનો તું,
આ સમંદર પણ ખયાલી છે.
સાતસો ને સાત ચહેરાને,
આયને આપી બહાલી છે.
મેં કરી જેને હડે હડે,
એ બધી ઇચ્છા નમાલી છે.
હે તરસપુર ગામના ‘નિર્મન’,
કામધંધે તું પખાલી છે.
06.12.25
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ. તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

