શ્વાસ વિફરીને થયાં છે આડા,
કેમ નીકળશે કઠણ દહાડા?
આબરૂ છે તો હજી ય સાચવ,
મેં કર્યાં છે વ્રણને ઉઘાડા.
શ્વાસ તડતડ થઈ ગયાં તપીને,
જ્યાં ક્ષણોના ધૂંધવ્યા નિંભાડા.
કોઈ ક્યાં પકડી શક્યું ક્ષણોને,
હાથમાં આવે નહીં ધુમાડા.
ક્યાં ભરોસો થાય છે સમયનો,
આ સમય ઉર્ફે અકળ કુહાડા.
તા.25.11.25
વૃન્દાવન બંગલોઝ, 15-શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ, તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

