માથે મૂકી પહાડ આવ્યો છું,
લઈ બુલંદીની આડ આવ્યો છું.
કોઈ કોરું નહીં રહે જોજે,
નોતરીને અષાડ આવ્યો છું.
આ બરફના શહેરને માટે,
આગનો લઈ જુગાડ આવ્યો છું.
મ્હોં ન ફેરવ અમીર મારાથી,
માંગવાને વરાડ આવ્યો છું.
આમ તો આવવું નહોતું પણ,
જોઈ ખૂલ્લાં કમાડ આવ્યો છું.
આડ: ગીરો મૂકવાની વસ્તુ.
9.11.25
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ તા.જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

