જગતમાં લાવવામાં આવ્યો છે,
પછી અજમાવવામાં આવ્યો છે.
કરીને યાદ મુજને કો’ પ્રસંગે,
લખીને ભૂસવામાં આવ્યો છે.
અપેક્ષાઓના ‘સીટીમોલ’ લઈ જઈ,
મને લલચાવવામાં આવ્યો છે.
કરાવીને પરિચય મારો જ્યાં ત્યાં
કવિ દર્શાવવામાં આવ્યો છે.
ગઝલનો એક હુનર આપીને ‘સિદ્દીક’,
બધે ગવડાવવામાં આવ્યો છે.
e.mail : siddiq948212@gmail.com