અજાણ્યાઓ આતંકવાદી હતા, 
અને  જાણીતાઓ  ફસાદી હતા. 
છતાં નોંધ એની છે ઇતિહાસમાં,
બનાવો  ઘણાંએ  વિવાદી  હતા.
પ્રતિબંધને    ક્યાંક    પરવાનગી, 
નશાના  બધે   લોક  આદી  હતા.
નહોતી  રહી  ક્યાં ય  ન્યાયાલયો,
પ્રતિવાદીઓ   સામે   વાદી  હતા.
નહીં સત્યને સત્ય પણ કહી શકે,
એ  ડરપોક અથવા  પ્રમાદી હતા.
"રામકૃપા", ખાદી કાર્યાલય પાસે, સાવરકુંડલા જિલ્લો-અમરેલી
 

