રોડ પર ગરીબી સૂવે છે ને મહેલમાં અમીરી જાગે છે,
તોય માણસ રોજેરોજ કેટલું ભેગું કરવા ભાગે છે.
સમય સમય પર બદલાતા રહે છે સાથ સૌના જોયા છે,
જે પ્રભુ ગયા વનમાં એમની પાસે હાથ જોડી માગે છે.
હાલ બધાના પૂછવા નીકળ્યો ભાન મારું ભુલ્યો છું,
નાકે આવીને સરનામું પૂછું છું પોતાનું કોઈ લાગે છે.
માંગી માંગીને શું માંગુ ખાલી ખિસ્સા અને ખોબામાં,
જાગતા ક્યારેય જોયા નથી ખાલી ઘંટ મંદિરમાં વાગે છે.
ભરોસો તો સંપૂર્ણ છે એની ઉપર એટલે બોલી નાખું છું,
લખ્યા છે એને જ લેખ પૂછો જો એ સ્વીકારવા માંગે છે.
e.mail : ronakjoshi226@gmail.com