એક કાવ્ય-2 દિનેશ કાનાણી|Poetry|2 October 2020 એની તરફેણ કરતાં-કરતાં એટલો તો હું અળગો થઈ ગયો મારા અવાજથી, કે હવે … હું જે કૈં બોલું એ બની જાય છે ‘ચીસ’!!! સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2020; પૃ. 15