Opinion Magazine
Number of visits: 9779955
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના વાઈરસ મહામારીએ નફરતનું ત્સુનામી પેદા કર્યું છે : સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ

— —, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|14 May 2020


વૈશ્વિક કોરોના વાઇરસ મહામારીએ નફરત અને વિદેશીઓ વિરુદ્ધ દ્વેષની ભાવના, બીજાને બલિના બકરા બનાવવાની વૃત્તિ તથા ડરના ત્સુનામીને જન્મ આપ્યો છે. ઇન્ટરનેટથી લઈને સડકો સુધી બધી જ જગ્યાએ વિદેશીઓ સામે નફરત વધી છે. યહૂદીવિરોધી ષડયંત્ર ફેલાયું છે અને મુસલમાનો પર હુમલા વધ્યા છે. પ્રવાસીઓ અને શરણાર્થીઓને વાઇરસના સ્રોતના રૂપમાં બદનામ કરાય છે અને તેમની સારવારનો ઈન્કાર કરાય છે. પત્રકારો, ગોટાળા અને જુલમોનો પર્દાફાશ કરનારા વ્હીસલ બ્લોઅર, આરોગ્યકર્મીઓ અને રાહતકર્મીઓ તથા માનવ અધિકાર કાર્યકરોને માત્ર તેમના કામને કારણે નિશાન બનાવાય છે.

મીડિયા અને સોશ્યલ મીડિયાને અનુરોધ છે કે તે કમજોર વર્ગો સુધી તેમની પહોંચ મજબૂત કરવા માટે રંગભેદી, સ્ત્રીઓ માટે નફરત ફેલાવતી અને અન્ય હાનિકારક સામગ્રીથી દૂર રહે. વર્તમાન મહામારી બહુ ઝડપથી માનવ અધિકારો પરનું સંકટ બની ગઈ છે. બધા જ લોકો સુધી કોવિડ-૧૯ની સારવાર પહોંચાડવામાં ભેદભાવ થઈ રહ્યો છે. કેટલીક માળખાગત અસમાનતાઓ તમામ લોકો સુધી આ મહામારીની સારવાર  પહોંચવા દેતી નથી.

નફરત ફેલાવતાં વક્તવ્યો વધી રહ્યાં છે. કેટલાક દેશોમાં વંશીય રાષ્ટ્રવાદ, લોકરંજકતા, નિરંકુશતા અને માનવ અધિકારોમાં પીછેહઠના બનાવો વધ્યા છે. તેનાથી આ સંકટ દમનકારી ઉપાયો અજમાવવાનું બહાનું ઊભું કરે છે. સરકારો મહામારી સામે લડવાની આડમાં લોકોના મૂળભૂત માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. તે ચિંતાજનક છે.

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 14 મે 2020

Loading

14 May 2020 admin
← મૅનેજમૅન્ટઃ કોરાનાનું અને મથાળાંનું
ચાલ્યાં જાય છે →

Search by

Opinion

  • – એમને આંસુ આવતાં નથી …
  • ભારતની ન્યુક્લિયર ડૉક્ટરીનઃ ઠોસ રણનીતિનાં ધીમાં અને મક્કમ પગલાંની અનિવાર્યતા 
  • વિશ્વયુદ્ધના ઉંબરેથી પાછા ફરતા ટૃમ્પ
  • ચલ મન મુંબઈ નગરી—336
  • वह एक रात !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved