Opinion Magazine
Number of visits: 9482343
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 27 : પાણિનિ અને ભર્તૃહરિ વિશે હરારી, મારી ટિપ્પણી સાથે

સુમન શાહ|Opinion - Opinion|30 September 2023

હરારી એમના પુસ્તક “Sapiens: A Brief History of Humankind”-માં પાણિનિ વિશે લખે છે :

“The greatest linguistic achievement in human history was not the invention of writing, but the invention of grammar. The first grammar was written by a Hindu grammarian named Panini, who lived around the 5th century BCE. Panini’s grammar was a masterpiece of logic and precision, and it has remained the standard grammar of Sanskrit for over 2,500 years.

“What makes Panini’s grammar so remarkable is that it is not just a descriptive grammar, but also a generative grammar. That is, Panini’s grammar does not just describe how Sanskrit is spoken, but it also explains how new Sanskrit words and sentences can be created.

“Panini’s grammar is based on a system of rules that can be used to generate any possible Sanskrit word or sentence. These rules are so powerful that they can even be used to generate sentences that have never been spoken before.

“Panini’s grammar is a remarkable example of human creativity and ingenuity. It is a testament to the power of the human mind to understand and systematize the complexity of language.”

આ ફકરાઓનો ગુજરાતીમાં શબ્દશ: અનુવાદ કરવાનું કારણ નથી. પરન્તુ મારે એ જણાવવું છે કે તેઓ કયા મુદ્દાઓને મહત્ત્વ આપે છે : 

૧ :

માનવ-ઇતિહાસમાં તેઓ લેખનને નહીં પરન્તુ વ્યાકરણની શોધને મોટામાં મોટી ભાષાપરક સિદ્ધિ ગણે છે, અને પાણિનિને પહેલા વૈયાકરણ લેખે છે, એમના વ્યાકરણને તર્ક અને ચૉક્કસાઇનો માસ્ટરપીસ લેખે છે : 

૨ : 

પાણિનિનું વ્યાકરણ માત્ર વર્ણનાત્મક નથી પણ સંસૃજનાત્મક છે : 

૩ :

એમનું વ્યાકરણ એવી નિયમાવલિથી ઘડાયું છે કે એને સંભાવ્ય સંસ્કૃત શબ્દ કે વાક્ય, કે અરે, કદી ન ઉચ્ચારાયાં હોય એવાં વાક્યોના સંસૃજન માટે પણ પ્રયોજી શકાય : 

૪ : 

પાણિનિ-રચિત વ્યાકરણ માનવીય સર્જકતા અને મૌલિકતાનું અસાધારણ દૃષ્ટાન્ત છે, ભાષાની સંકુલતાને સમજીને પદ્ધતિમાં બાંધી આપનારી માનવચિત્તશક્તિનો પુરાવો છે. 

હવે, પાણિનિ-રચિત વ્યાકરણને ‘એ.આઈ.’ સાથે મૂકી જોઈએ તો શું જોવા મળે છે? 

પાણિનિ-રચિત વ્યાકરણ નિયમોથી બદ્ધઆબદ્ધ સિસ્ટમ છે, જ્યારે, ‘એ.આઈ.’-સિસ્ટમ્સ ટિપિકલિ ડેટા-ડ્રિવન છે. એટલે કે, પાણિનિ-રચિત વ્યાકરણ ભાષાની સંરચનાને વર્ણવતી નિયમાવલિ પર ઊભું છે, જ્યારે, ‘એ.આઈ.’-સિસ્ટમ્સ ટૅક્સ્ટ-ડેટાના વિશાળ કદના જથ્થાથી માત્રતાલીમ પામ્યું છે.

આ ફર્ક નિર્ણાયક છે : માણસ માટે પાણિનિ-રચિત વ્યાકરણના અર્થો પકડવાનું વધારે સરળ છે, જ્યારે, ‘એ.આઈ.’-સિસ્ટમ્સને સમજવાનું મુશ્કેલ છે. વધારે નૉંધપાત્ર તો એ છે કે ભાષાની સંકુલતાને પામીને તેને પદ્ધતિમાં બાંધનારી માનવચિત્તશક્તિનો પુરાવો તો બન્નેથી મળે છે !

++

હરારી એમના પુસ્તક “21 Lessons for the 21st Century”-માં જણાવે છે કે – 

પાણિનિ અને ભર્તૃહરિની વિચારસરણીઓ ‘એ.આઈ.’ વિશેની આપણી સમજ માટે પ્રસ્તુત અને ઉપકારક છે. કેમ કે માનવ-બુદ્ધિને પામવા માટે બન્નેની કૃતિઓમાં ભાષાને ગુરુચાવી ગણવામાં આવી છે. 

પાણિનિ-રચિત વ્યાકરણ સંસ્કૃત ભાષામાં બોલવા કે લખવા માટેની નિયમાવલિ જ નથી બલકે ભાષાની ગર્ભિતે રહેલી સંરચનાનું નિરૂપણ છે. ભર્તૃહરિ એક ડગ આગળ ભરે છે અને કહે છે કે ભાષાની એ સંરચના જગતને આપણે જે દૃષ્ટિએ ઘટાવીએ છીએ તેનું માત્ર પ્રતિબિમ્બ નથી પરન્તુ એ સંરચના જેને આપણે વિચાર કહીએ છીએ તેનો પાયો છે.

હરારીએ કહ્યું છે કે ભાષા આપણને માણસ બનાવે છે, એ વડે આપણે વિચારો અને લાગણીઓનું આદાનપ્રદાન કરી શકીએ છીએ, સમ્બન્ધો બાંધીએ છીએ, સંસ્કૃતિનું સર્જન કરીએ છીએ. ભાષા આપણી બુદ્ધિમત્તાનો પાયો પણ છે. એ આપણને તર્ક કરવા દે છે, કોયડાઓના ઉકેલ શોધવામાં અને નૂતન ચીજો શીખવામાં મદદ પણ કરે છે. 

માનવ-બુદ્ધિ વિશેની આપણી સમજની ચાવી છે એવા પોતાના દાવા માટે હરારી ભર્તૃહરિનો હવાલો આપતાં જણાવે છે કે ‘The structure of language and the structure of consciousness are similar’. ભાષાની સંરચના અને ચેતનાની સંરચના સમરૂપ છે. 

મેં શોધી લીધું કે ભર્તૃહરિનું એ વચન સંસ્કૃતમાં મૂળે આમ છે : चित्तं शब्दात्मकं ब्रह्म I એટલે કે શબ્દ અને બ્રહ્મની આવશ્યક પ્રકૃતિ – આત્મકમ્ – ચિત્ત છે.

આ સૂત્ર ભાષા વિશેની ભર્તૃહરિની મીમાંસા “વાક્યપદીય”-માંથી છે. ભર્તૃહરિ દર્શાવે છે કે ભાષા સંક્રમણનું સાધન માત્ર નથી, પણ વાસ્તવિકતાની સંરચનાનું પ્રતિબિમ્બ પણ છે. તેઓ એમ પણ દર્શાવે છે કે ચિત્ત અને ભાષા અવિષ્લેશ્ય છે. તેઓ એટલે લગી કહે છે કે ચિત્ત, ભાષા, અને બ્રહ્મ એકમેવ આન્તરિક વાસ્તવના ઉન્મેષો છે.

चित्तं शब्दात्मकं ब्रह्म વચનનો સાર પકડીએ : ‘એ.આઈ.’-સિસ્ટમ્સ વિશ્વને સમજે તેમ જ તેની સાથે વિનિમય કરે એવા એના સર્જન માટે માણસે સમજવું જોઈશે કે ચેતનાની સંરચના શું છે, અને એ સમજવા માટે સમજવું જોઈશે કે ભાષાની સંરચના શું છે. 

ભર્તૃહરિનું એ વચન સૂચવે છે કે ભાષા પ્રયોજીએ છીએ એથી વિશ્વને જે ઘાટ મળે છે તદનુસાર આપણે વિશ્વને વિચારીએ છીએ અને પામીએ છીએ. આ વચનનો ફિલસૂફી, મનોવિજ્ઞાન તેમ જ ભાષાવિજ્ઞાન પરનો પ્રભાવ જાણવા લાંબી મજલ કાપવી પડે, જે પ્રસ્તુત વાતો માટે અનિવાર્ય નથી.

 = = =

(09/29/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

30 September 2023 Vipool Kalyani
← શારદાબહેન શાહ : આજે 101માં વર્ષે પ્રવેશતાં સ્વાસ્થ્ય અને ઉલ્લાસથી છલકે છે
મારો ચન્દ્રક મારા સળગતાં વતન મણિપુરને ચરણે… →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved