આંદોલનમાં જવા
પરોઢથી
તૈયાર થયેલા
ખેડૂતોનાં ખિસ્સાંમાં
આપણે
ગઈ સાંજે
લખેલી કવિતા મૂકી દઈએ.
મીરાં,
જો આ ખેડૂત જીવી જશે તો?
આપણી
કવિતા જીવી જશે !
કવિતા જીવી જશે તો !
માણસ પણ જીવી જશે !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 13
આંદોલનમાં જવા
પરોઢથી
તૈયાર થયેલા
ખેડૂતોનાં ખિસ્સાંમાં
આપણે
ગઈ સાંજે
લખેલી કવિતા મૂકી દઈએ.
મીરાં,
જો આ ખેડૂત જીવી જશે તો?
આપણી
કવિતા જીવી જશે !
કવિતા જીવી જશે તો !
માણસ પણ જીવી જશે !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 13
એક બોમ્બના પ્રતાપે ..
જીવતા ભૂંજાયેલા,
ક્ષત-વિક્ષત દટાયેલા,
નિર્દોષ મરાયેલા
આબાલવૃદ્ધો.
લાશોના ઢગલા બની,
સામૂહિક દફનાવાયેલાં
ઊંચી ઇમારતના રહીશો ..
હવે …
દૂર કોઈ જીવતા સ્વજન,
કે
બચી ગયેલા સ્વજનના
પેઢીનામામાં
ચિતરાશે
ફકત
'મરણ'
નોંધ સાથે …
(કૈંકનો તો કયાં ય ઉલ્લેખ પણ નહીં જોવા મળે)
એ નોંધમાં
લખાયેલું નહીં હોય …
યુદ્ધમાં ….
હા,
આપણે સર્જવા પડશે
નવા
હિરોશિમા ..
નાગાસાકી …
29/5/2022
e.mail : naranmakwana20@gmail.com
નાયકો નાટક કરે છે, જોઈએ,
ચાહકો નાટક કરે છે, જોઈએ.
નાગરિક સૌ શાંત બેસી જાવ કે
એ બકો નાટક કરે છે, જોઈએ.
કોઈએ ઇતિહાસ લખવાનો થશે,
શાસકો નાટક કરે છે, જોઈએ.
આવીને બેસાડી ઊંચા આસને,
શ્રાવકો નાટક કરે છે, જોઈએ.
આવડે એવું જ કરતાં હોય છે,
બાળકો નાટક કરે છે, જોઈએ.
એક નાટકબાજ બોલે છે અને
ભાવકો નાટક કરે છે, જોઈએ.
ક્યાંક એનો જાન જોખમમાં હતો,
રક્ષકો નાટક કરે છે, જોઈએ.