ચુકાદો મારા રામને પસંદ નથી. મારા રામનો હું ભક્ત છું કારણ કે તેઓ મર્યાદાપુરુષોત્તમ છે. એક માત્ર કૈકેયીની ઈચ્છાને માન આપી તેમણે વનવાસ સ્વીકાર્યો હતો.તે જ રીતે આ ચુકાદાથી જો વિશ્વમાં કોઈ એક વ્યક્તિનું દિલ પણ દુભાયું હોય, તો તેવો ચુકાદો મારા રામને સ્વીકાર્ય નથી.
કોર્ટની પોતાની મર્યાદા છે. તે ફક્ત તથ્યો અને તર્કનો સરવાળો કરી શકે. એ સામાન્ય મનુષ્યો માટે છે. પણ આ ચુકાદાથી આપણે રામને મર્યાદાપુરુષોત્તમને બદલે જમીનના ટાઇટલ માટે ઝગડતા તુચ્છ મનુષ્યની કક્ષાએ લાવી દીધા છે. આ ઝઘડા અને ચુકાદાથી આપણે રામને હરાવ્યા છે. દુભવ્યા છે. કોર્ટમાં જીતેલી જમીન પર બનેલા મંદિરમાં રહેવાનું તેઓ પસંદ કરશે?
ગોત્રી, વડોદરા – ૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 05
![]()









મુકરદમાખોરીથી હિન્દુસ્તાન બરબાદ થઈ રહ્યું છે. દેશ આટલો નિર્ધન થઈ ગયો હોવા છતાં કોરટો અને મુકરદમાઓ પાછળ આજ જેટલો ખરચ થાય છે તેટલો બીજા કશા પાછળ નહીં થતો હોય. અદાલતોની જે પ્રથા ચાલુ છે તેમાં પાણીની પેઠે પૈસો વાપર્યા વિના એક તણખલું સરખું આમથી તેમ નથી થઈ શકતું.