ગમગીન ઉજ્જડ આ કબર તમારા ગયા પછી,
દુઃખ દર્દ બેચેની રાતોની તમારા ગયા પછી.
મુહબ્બતની આંખો હર્ષાશ્રુઓ નયનોથી છલકે,
મનહર મૌનમાં ખૂલે ભેદ તમારા ગયા પછી.
હજારો મીઠી વાતો નેણનો મધ નીતરતો રહ્યો,
ઉર-અગ્નિ બળતી રહી વર્ષો તમારા ગયા પછી.
નજરમાં તું છે સલામત તે છતાં આંખોથી દૂર,
દીપ આશાના પ્રગટ્યા છે તમારા ગયા પછી.
વિશ્વના કણ કણ મહીં એને હું હવે જોઉં છું,
જીવન બાગે વસંતી પગલાં તમારા ગયા પછી.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને કારણે ટ્રાફિકના પ્રશ્નો ઊભા થતા હતા, તો ઢોરની અડફેટે ચડતાં અનેક લોકોને ઇજા થતી હતી, તો ઘણાના જીવ પણ ગયા હતા. એ સંદર્ભે 24 ઓગસ્ટે હાઇકોર્ટે સરકારને સંભળાવતાં તીવ્રતાથી કહ્યું હતું કે જો સરકાર સક્ષમ ન હોય તો આ મામલે કોર્ટ હસ્તક્ષેપ કરશે. હાઇકોર્ટની લાલ આંખ થતાં સરકારે ગુજરાત વિધાનસભામાં ‘રખડતાં ઢોર નિયંત્રણ’ ખરડો પસાર કરી દીધો. આમ થતાં માલધારીઓને વાંધો પડ્યો ને એમણે કાયદો રદ્દ કરવાની માંગ સાથે સરકાર સામે મોરચો માંડી ગુજરાત માથે લીધું. બીજી તરફ 29 ઓગસ્ટે હાઇકોર્ટે વિધાનસભામાં પસાર થયેલ બિલ કોર્ટના રેકર્ડ પર મૂકવા રાજ્ય સરકારને આદેશ કર્યો ને ઢોરોના ત્રાસને ડામવા અંગેની અને ઢોર રાખનાર માથાભારે તત્ત્વો સામે થતી કાર્યવાહી અંગેની વિગતો અમદાવાદના પોલીસ કમિશનરને આપવા આદેશ કર્યો. એ સાથે જ અમદાવાદ કોર્પોરેશનને 5 સપ્ટેમ્બર સુધી 24 કલાક રખડતાં ઢોર પકડવા હુકમ કર્યો. રાજ્યમાં 52,000 ઢોર રખડતાં હોવાનું સરકારે પણ સ્વીકાર્યું છે. હાઇકોર્ટને એ પણ વાંધો હતો કે બિલ પસાર થઈ ગયું હોય તો તેના અમલમાં વિલંબ કેમ થાય છે?
ભારત સરકાર ૨૦૨૨ના અંત સુધીમાં દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા સંકલ્પબધ્ધ છે. તે માટે બે વરસથી પ્રયાસો ચાલે છે. પહેલાં સરકારે પ્લાસ્ટિક બેગની જાડાઈ ૫૦ને બદલે ૭૫ માઈક્રોનની કરી હતી. હવે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ એક્ટ મુજબ પહેલી જુલાઈ ૨૦૨૨થી સિંગલ યુઝ(એકલ ઉપયોગ)ની પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લાદ્યો છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ, આયાત, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને સરકારે પ્લાસ્ટિકમુક્ત ભારતની દિશામાં મહત્ત્વનું કદમ લીધું છે.