જીવન એક સંગ્રામ છે માનવીને.
મૃત્યુ એ એક વિશ્રામ છે માનવીને.
ઝૂમવું ક્યાંક તો ઝઝૂમવું પડે કદી,
એમાં ક્યાં કદી આરામ છે માનવીને.
હારજીતના દ્વંદ્વમાં અથડાતો રહે,
તેથી જ તો સતત કામ છે માનવીને.
થતાં પરાજય એ કિસ્મતને કોસતો,
રોદણાં રડવા આઠો યામ છે માનવીને.
ભૂલાય છે ભગવંત માયાના પ્રભાવે,
કૈંક કર્યાનું હોવાનું તમામ છે માનવીને.
પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com
![]()


ઇતિહાસનાં પાનાં ઉથલાવતાં એક વાત સ્પષ્ટ થાય છે કે દરેક પ્રગતિશીલ આવિષ્કાર સાથે એક નવા યુદ્ધની શરૂઆત થઈ છે. ધાતુનાં આવિષ્કારે આપણને ભાલા અને તલવારો આપ્યાં, ઔદ્યોગિકરણે અને વિજ્ઞાનના વિકાસે આધુનિક યુધાસ્ત્ર આપ્યાં. માહિતી ક્ષેત્રની ક્રાંતિને પરિપાક રૂપે આજની રાજનીતિમાં માહિતીઓ સાથે ચેડાં કરીને, ઘટનાઓનાં યોગ્યાયોગ્ય અર્થઘટન વડે કૃત્રિમ જનમત કેળવવાનું વલણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ‘બ્રિટિશ ડેટા સાયન્ટીસ્ટ ક્લાઇવ હમ્બીના શબ્દોમાં, ડેટા આજના યુગનું નવું ફ્યુલ છે.’ ડેટા એનાલિસિસ અને એ.આઈ. આજની દુનિયાની સરકારો માટે મોટા હથિયાર છે. ‘હાલની સરકાર પાસે જેટલો પબ્લિક ડેટા છે એટલો ભૂતકાળની સરકારો પાસે ન હતો. તમે ક્યાં રહો છો, ક્યાં નોકરી/ધંધો કરો છો, કેટલી આવક ધરાવો છો, આર્થિક રોકાણો, વગેરે વગેરે દરેક માહિતી સરકારની નોંધમાં છે અથવા એમ પણ કહી શકાય કે તમે સતત સરકારી કેમેરાની નજર હેઠળ છો.’ ડેટા નામનું આ નવું શસ્ત્ર જેટલું ઉપયોગી છે એટલું જ ઘાતક પણ છે. આ હથિયારની મદદથી એટલે કે ‘ડેટા અથવા તો ઇન્ફોર્મેશનને વિકૃત કરી પ્રસ્તુત કરીને ભલભલા સુપરપાવરને નેસ્તનાબૂદ કરી શકાય અને સ્થાપિત પણ કરી શકાય એવા માહિતીયુદ્ધના યુગમાં આપણે જીવીએ છીએ.’ ખૂબ જ વિશાળ વ્યાપ ધરાવતી આજની માહિતીની દુનિયાને દેખીતી રીતે જ તલવાર, તોપ કે બંદૂક વડે નિયંત્રિત કરી શકાતી નથી. આ એક અદૃશ્ય લડાઈ છે.