તમ વગર જિંદગી અધૂરી છે,
ચા વગરની સવાર તૂરી છે.
ખરખરો મોતનો મલાજો છે,
રડ નહીં જિંદગી ખજૂરી છે.
ફૂલને સ્પર્શવા બન્યો કોમળ,
જાતને જોમથી વલૂરી છે.
પ્રેમ-તપસ્યા ફરાળ જેવી છે,
ધ્યાન, ઉપવાસથી ઢબૂરી છે.
દોસ્ત તું ફક્ત ધૈર્યતા કેળવ,
કાળની ધારણા જરૂરી છે.
e.mail : addave68@gmail.com
![]()




જેમ કે, નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગનાં ઑલ્ગોરીધમ્સનો વિનિયોગ થાય એટલે ભાષિક ટૅક્સ્ટના અર્થની ભૂલો, જોડણી અને વ્યાકરણની કે વિરામચિહ્નોની ભૂલો, વગેરે જાણવું અને એ બધું સુધારવું, આપોઆપ થઈ જતું હોય છે. નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગનાં ઑલ્ગોરીધમ્સનો વેપારમાં પણ ઉપયોગ થતો હોય છે. એ ઑલ્ગોરીધમ્સથી એવું મૉડેલ વિકસાવી શકાય છે જે ઉત્પાદનો વિશેના ગ્રાહકોના કે નિષ્ણાતોના રીવ્યુઝમાંથી માહિતી આપમૅળે ખૅંચી શકે છે.