ડોશી મર્યા પછી
ડોસો મોટાભાગે સુનમૂનતામાં
ખોવાયેલો રહેતો ..
ઝાંખી આંખ રસ્તા ભણી
ખેંચતો રહે
ભત્રીજાની વહુ ખાવા બોલાવે
તો કહે : “જા, આવીસ પછી …
કનો શૅ 'ર માંથી મહિનેદા 'ડે
આવતો ‘તો …
આ ફેરા ના દેખાયો,
મજૂરીમાંથી વખત નૈ મલતો હોય!
એ આવે પછી આવું ખાવા !
આ ફેરા એના હાથ પીળા કરી દઈએ
ને ઘોડે ચઢાવીએ.
પછી ભલે માટીનું આ ઘર તોડીને
ઈંટેરી ઘર બાંધે ….. "
ડોસો કેમ કરી જુએ
કે કનો તો કાળઝાળ ત્રાટકતા
આ તાપમાં કોરોનાને કાંધે
નાંખી નીકળ્યો છે
એકલો !
આ કાલ્પનિક કથા સાંભળીને
સૂક્કાંભઠ ઝાડ પર બેઠેલાં
કોરોનાના ગીધડાં
સામટાં ભયાવહ ને ખંધું
અટ્ટહાસ્ય કરી ઊઠ્યાં
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 મે 2020
![]()


વિશ્વભરમાં જે જે દેશોમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે ત્યાં સરકારોએ કેવળ અને કેવળ ધ્યાન કોરોના પર કેન્દ્રિત કર્યું છે. કઈ રીતે સંક્રમણને અટકાવવું, કઈ રીતે આરોગ્યની સુવિધાઓ ઊભી કરવી વગેરે વગેરે. અહીં પણ હજુ અમદાવાદના આંકડા ચોંકાવનારા છે. છતાં સરકાર જાણે કોરોનાકેન્દ્રિત નથી. લૉકડાઉન સિવાય ઉપાય સૂઝતો નથી.
કેશવકુમારે 16 કલાક પહેલાં ખાધું હતું: ‘એક દયાળુ માણસે અમને શાક-રોટલી આપ્યાં.’ પછી કેશવ એના જેવા બીજા પંદર જણની સાથે 26 માર્ચના બુધવારની મધરાતે દોઢસો કિલોમીટર દૂર આવેલા તેના ઘર તરફ ચાલી નીકળ્યો. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનાં બધાં સાધનો બંધ હતાં.