કમળ પ્રફુલ્લિત પ્રકાશમાં આંગણું આજ મંગળ સોહલો,
આનંદ છે રે અતિ ગણો આંગણું આજ મંગળ સોહલો.
તે સમયની શોભા શી વર્ણવું આંગણું આજ મંગળ સોહલો.
ચોળ્યા કેસર કસ્તૂરી અગરજા આંગણું આજ મંગળ સોહલો.
લક્ષ્મી દીસે ઘેર મધુર સ્વર મુખે આંગણું આજ મંગળ સોહલો.
કળયુગમાં દે આશિષ ઉત્તમ આંગણું આજ મંગળ સોહલો.
સુખ પોઢે રે ચિત્તમાં નહિ ચિંતા આંગણું આજ મંગળ સોહલો.
મનના મનોરથ સુફળ માગીએ આંગણું આજ મંગળ સોહલો.
દિવાળી પર્વ ઈશ્વર આશા પૂરશે રે આંગણું આજ મંગળ સોહલો.
દિલડાનાં ટળશે દુઃખ સુગુણવાન આંગણું આજ મંગળ સોહલો.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()






એક સમયે જેની અખિલ ભારતમાં સત્તા હતી અને હવે જે એક સક્ષમ વિરોધ પક્ષની નવી ભૂમિકામાં પોતાને ઢાળવાની મથામણ કરી રહી છે, તે અખિલ ભારતીય કાઁગ્રેસ કમિટીના અધ્યક્ષ પદે, 24 વર્ષમાં એક બિન-ગાંધી વ્યક્તિની વરણી થાય, તે પાર્ટીના વિવિધતાઓ અને ઉતાર-ચઢાવથી ભરેલા ઇતિહાસમાં મહત્ત્વનું સીમાચિન્હ છે. તેનાથી દેશની વિભિન્ન ચૂંટણીઓનાં બેલેટ-બોક્સમાં શું ફરક પડશે અથવા પડશે કે નહીં તે તો આવનારો સમય કહેશે, પણ દેશ અત્યારે જે સ્વરૂપમાં ઊભો છે, તેના એક મહત્ત્વના શિલ્પકાર ગણાતી કાઁગ્રેસ પાર્ટીમાં જે પણ ઊથલ-પાથલ થઇ રહી છે, તે એક સમજદાર નાગરિક માટે કુતૂહલનો વિષય ચોક્કસ બને.
પાર્ટીમાં માત્ર પાંચ વખત જ ચૂંટણીઓ થઇ છે; 1939, 1950, 1977, 1977 અને 2000. સોમવારે તેની છઠ્ઠી ચૂંટણી હતી.