તું ત્યાં
ને હું અહીં
તારે બારણે મોગરો ખીલ્યો
તો મહેક મારામાં ઊઠી
તડકો તારી બારીમાં આવ્યો
તો તાપ મને લાગ્યો
વરસાદમાં હાથ તેં લંબાવ્યો
તો હથેળી મારી ભીની થઈ
ઠંડી તને લાગી
તો ધ્રુજારી મને ચડી
ચાંદની તારે ત્યાં ઊતરી
તો અજવાળું મારે ત્યાં થયું
ડૂમો તને બાઝયો
તો આંસુ મને આવ્યાં
શ્વાસ તેં લીધો
તો નિશ્વાસ મેં મૂક્યો
આપણે કદી મળ્યાં જ નહીં
તોય સાથે રહ્યાં
એક નદીના બે કિનારા
જળથી જોડાયેલા રહે છે
તેમ
તું ત્યાં
ને હું …
0
e.mail : ravindra21111946@gmail.com