આપવાથી વધારે મળે એમ છે,
પ્રેમ નફરતને પહોંચી વળે એમ છે.
મારી લાંબી સફરમાં તારી યાદ પણ,
દૂધમાં જેમ સાકર ભળે, એમ છે.
એમની આંખમાં વાંચતા-વાંચતા,
જિંદગી એક આખી ઢળે એમ છે.
જો સીતા ખુદ કરે આજ રાવણ દહન,
શહેર આખુંય ભડકે બળે એમ છે.
પ્રેમમાં હોય છે ધીમો ધીમો નશો,
જામ તારા વિરહનો છળે એમ છે.
ફક્ત શ્વાસોનું અંતર મિલન બાધ છે,
ચાલ, આકાશ ધરતી મળે એમ છે.
છે પ્રતીક્ષા હવે કે, મને માફ કર
એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
ભાવનગર.
e.mail : ashishmakwana@live.com
![]()

