Opinion Magazine
Number of visits: 9448933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે – 13 

સુમન શાહ|Opinion - Opinion|11 August 2023

સુમન શાહ

હરારી પણ ‘એ.આઈ.’-ના વિકાસને ઍક્સ્પોનેન્શયલ ગણે છે. એમનું મન્તવ્ય છે કે ‘એ.આઈ.’-ની પ્રગતિ જોશમાં છે અને આવનારા ભવિષ્યમાં આગળ ને આગળ ધપવાની છે.

એમણે નીરખ્યું છે કે ‘એ.આઈ.’-નો પાયાનો આધાર ઑલ્ગોરિધમ છે અને ઑલ્ગોરિધમ બધું હવે જાતે ભણી શકે છે, પોતાનામાં સુધારાવધારા જાતે કરી શકે છે. એનો અર્થ એ કે એ વધુ ને વધુ શક્તિશાળી બની રહ્યું છે.

આ મુદ્દો એમના “Homo Deus” પુસ્તકમાં આ મુજબ છે : “The technological progress is itself based on algorithms that can learn and improve themselves, which means that they can become more powerful over time.” (P. 40)

તેઓ જણાવે છે કે : ”The development of AI could lead to a new “cognitive arms race” (p. 34). સંકળાયેલા બધા પક્ષો વચ્ચે જ્ઞાનબોધ માટે શસ્ત્રદોડ થશે, હરીફાઈ થશે, હૂંસાતુંસી થશે. દરેક પક્ષ બીજાથી ચડિયાતો પુરવાર થવા અત્યન્ત શક્તિશાળી ‘એ.આઈ.’ ઘડી કાઢશે. જો કે એથી પણ ‘એ.આઈ.’-નો તો વિકાસ જ થશે.

એમણે એ પણ કહ્યું છે કે ‘એ.આઈ.’ વડે માનવજાતનું જે ભવિષ્ય ઘડાઈ રહ્યું છે એ જોતાં લાગે છે કે એક દિવસ એ માનવ-બુદ્ધિને ટપી જશે. એથી માનવસમાજમાં અનેક પરિવર્તનો આવશે; ખાસ તો,”bifurcation” of humanity and the “hacking” of our minds.

તેઓ લખે છે : A small elite of humans is becoming increasingly augmented by technology, while the vast majority is left behind. (P. 34). મતલબ, એક તરફ છે, બહુ નાની સંખ્યામાં ટૅક્નોલૉજિમાં પ્રવીણ બૌદ્ધિકો, અને બીજી તરફ છે, એથી અણજાણ બહુજનસમાજ. જણાવે છે કે ટૅક્નોલૉજિના વિકાસ પર અંકુશ મેળવી શકાય તેવા ઇલાજ નહીં શોધીએ તો, લખે છે, it could lead to the creation of a new class of super humans who are vastly superior to the rest of us. (P. 37).

માનવજાતનું વિભાજન – બાયફરકેશન – એ કારણે કે ‘એ.આઈ.’ આપણાં ચિત્તને હૅક કરી રહ્યું છે, ટૅક્નોલૉજિ આપણા વિચારજગતને, ભાવજગતને તેમ જ આપણાં વર્તનોને ઘડી રહી છે; અને ટૅક્નોલૉજિ પણ એ માટે જ ઘડાઈ રહી છે.

++

તેઓ ‘આર્ટિફિશ્યલ જનરલ ઇન્ટેલિજન્સ’-ને, AGI-ને, પણ ચિન્તાકારક ગણે છે.

“Homo Deus”-માં હરારી જણાવે છે કે ‘એ.જી.આઈ.-ને માનવ-ઇતિહાસમાં મહાનતમ ઘટના ગણી શકીએ, પણ તરત ઉમેરે છે કે અથવા એ ઘટના અન્તિમ હશે – the biggest event in human history, or the last. વળી, ‘એ.જી.આઈ.’ અપૂર્વ સમૃદ્ધિ અને સુખાકારીનું વિશ્વ સરજી શકે, અથવા આપણા વિનાશનું કારણ બની શકે – It could create a world of unprecedented prosperity and happiness, or it could spell our doom.

’એ.જી.આઈ.’ ધનિકો અને સત્તાધીશોને જ પરવડશે. સઘળો અંકુશ પણ એ લોકોના હાથમાં જ હશે. એથી એક નવતર અ-સમાનતા સરજાશે.

હરારી પોતાના આ વિધાનનું વિવરણ કરે છે, એથી સમજાય છે કે ‘એ.જી.આઈ.’ ગરીબી, રોગો કે યુદ્ધ જેવા મનુષ્યજીવનના બધા જ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એમ છે. એથી આપણે સર્જકતા અને સંશોધનોમાં નાવીન્યની ઊંચાઈઓ સર કરી શકીએ છીએ. પરન્તુ બીજી તરફથી જોઈએ તો ‘એ.જી.આઈ.’ માનવજાત સામે ગમ્ભીર જોખમ પણ સરજી શકે છે. જતે દિવસે એ સત્તાખોરોના હાથમાં ઇચ્છાપૂર્તિનું સાધન બની રહેશે. હરારીનું વિધાન છે કે ‘AGI could be the ultimate tool of power. Whoever controls AGI will control the world.’ (P. 145).

‘એ.જી.આઈ.’ પ્રયોજીને માણસને મ્હાત કરી દે અને વિનાશ તરફ ધકેલી દે તેવાં સુપરઇન્ટેલિજન્ટ મશીનો બનાવી શકાય એમ છે. જેમ જેમ એ વધુ ને વધુ બુદ્ધિશાળી થતું જશે તેમ તેમ એક દિવસ એ મનુષ્યથી ચડિયાતું પુરવાર થશે. એ એટલે લગી નક્કી કરશે કે આપણી ઝાઝી જરૂર રહી નથી, આપણને નષ્ટભ્રષ્ટ કરશે.

હરારી ‘એ.જી.આઈ.’-ને જુગાર કહે છે. કાં તો કશુંક અપૂર્વ ઉત્તમ લાભ્યા અથવા તો, અન્ત ! આપણે નિર્ણયો કરવા પડશે કે એને સદર્થે પ્રયોજીએ કે અન્યથા.

++

આટલું શક્તિશાળી પણ જોખમી ગણાતું ‘એ.જી.આઈ.’ વર્તમાનમાં કેવા કેવા પ્રકારના ફાયદા આપી શકે એમ છે એ જાણવું જોઈએ. નિષ્ણાતો શું કહે છે? તેઓ સાગમટે કહી શકે છે તે આવું આવું છે :

‘એ.જી.આઈ.’-ની વિશેષતા એ છે કે એ મહા કદમાત્રામાં ડેટાને સિન્થેસાઈઝ કરી શકે છે. સંશ્લેષણનું એટલું મોટું સામર્થ્ય માણસ પાસે નથી. તેથી, ‘એ.જી.આઈ.’ ક્લાઇમેટ ચૅન્જ, રોગચાળો કે ગ્લોબલ આર્થિક મુદ્દા જેવા મનુષ્યજાતિને પરેશાન કરી મૂકનારા દુરુહ પ્રશ્નોના ઉકેલ ચીંધી શકે.

‘એ.જી.આઈ.’-ને લીધે ઉચ્ચ સ્તરનું ઑટોમેશન હવે શક્ય છે. તેથી મશીનોની કાર્યદક્ષતામાં ઘણો વધારો થઈ શકે, ઉત્પાદનક્ષમતા વિકસે, આર્થિક વિકાસ થાય.

રોજબરોજના વ્યવહારમાં ‘એ.જી.આઈ.’ અંગત મદદનીશ તરીકે તો લગભગ બધી જ મદદો આપી શકે. વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને શિક્ષણવિષયક ભરપૂર માહિતી પૂરી પાડી શકે. સંશોધકોને નવી નવી વિભાવનાઓ સુઝાડે, તેના ટૅક્નોલૉજિકલ વિનિયોગ શી રીતે થાય તે સમજાવે. વગેરે વગેરે.

પરન્તુ ઘણી નૉંધપાત્ર વાત એ છે કે માણસોને ‘એ.જી.આઈ.’ કમ્પેનિયનશિપ અને સપોર્ટ પૂરાં પાડી શકે. એ એવી ક્ષમતા ધરાવે છે. જેમ કે, ‘એ.જી.આઈ.’ માણસનું શ્રોતા બની શકે; અલબત્ત એને એ માટે પ્રોગ્રામ્ડ કરવામાં આવ્યું હોય તો જ ! સ્ટ્રેસ, ટૅન્શન, ઍન્ક્ઝાઇટી કે ડીપ્રેશનનો શિકાર બની હોય એ વ્યક્તિને સાંભળે, ઉપકારક સલાહો આપે.

એથી પણ નૉંધપાત્ર વાત એ છે કે ‘એ.જી.આઈ.’-ને એ રીતે પણ પ્રોગ્રામ્ડ કરી શકાય કે એ ભાવનાત્મક બાબતોને ધ્યાનમાં લે. જેથી, વ્યક્તિ સાથે એ રસપ્રદ અને પકડી રાખે એવી વાતો કરી શકે. વાતો તો કરે પણ વ્યક્તિને ગમતાં પુસ્તકોની ચર્ચા કરે, રોજિન્દા જાહેર બનાવો વિશે ચૅટ પણ કરે. કોઈ વ્યક્તિને પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, પડેલા ઘા રૂઝાતા ન હોય, વેદના પીછો ન છોડતી હોય, એવા દુ:ખિયા માટે ‘એ.જી.આઈ.’ અક્સીર ઇલાજ પુરવાર થઈ શકે એમ છે.

ખાસ તો એ કે એકલતા કે એકલાપણું અનુભવતી વ્યક્તિઓને ઘણો લાભ થઈ શકે. એમને પોતાના મનગમાડા માટે ફાંફાં મારવાની જરૂરત નહીં રહે. સહાનુભૂતિ દાખવે એવા માણસોને શોધવા જવાની કે હોય એમને વિનવણીઓ કે કાલાવાલા કરવાની જરૂરત નહીં રહે. ભાવનાત્મક બાબતો અંગે માણસ સ્વાયત્ત થઈ જશે, કોઈનો ઓશિયાળો નહીં રહે.

Pic courtesy : Novel Updates 

AGI : Virtual girl wants to fall in love

સૌથી વધારે નૉંધપાત્ર વાત આ છે : જુઓ, ‘એ.જી.આઈ.’ પોતે પ્રેમ નથી કરી શકતું. પરન્તુ એને પ્રોગ્રામ્ડ કરવામાં આવે કે પ્રેમ શું છે, માણસો પ્રેમ કરતા થાય છે તે શેને કારણે, તો એ ભણતરનો એ બરાબ્બરનો વિનિયોગ કરી શકશે. સ્ત્રીપુરુષ એકબીજાને પ્રેમ કરતાં થાય એવી સ્થિતિનું એ નિર્માણ કરી શકે.

સમાન વ્યક્તિતા તેમ જ સમાન રસરુચિ ધરાવતાં હોય, પ્રેમના મૂલ્ય વિશે સમાન વિચારસરણી ધરાવતાં હોય, એવાં સ્ત્રીપુરષને એ શોધી કાઢે અને તેમની વચ્ચે રસિક વાર્તાલાપની તકો ઊભી કરી આપે. એવું જરૂરી નથી કે એ સ્ત્રી અને પુરુષ જ હોવાં જોઈએ, છોકરા છોકરાને કે છોકરી છોકરીને પ્રેમમા પડવું હશે તો એની એને ‘ના’ નથી.

એ પછી, રોમાન્ટિક કાવ્યો અને કથાઓ વગેરે સાહિત્યનો પરિચય કરાવે, બન્નેને પોતપોતાની લાગણીઓને ઓળખી લેવા કહે, એમ પણ કહે કે પોતપોતાની પસંદગીઓને જાણી લો અને એકબીજાને જણાવી દો. ટૂંકમાં, બન્નેને એવો ભાવનાત્મક ટેકો આપશે જેને પરિણામે બન્નેને લાગશે કે સાચો પ્રેમ થઈ રહ્યો છે.

આગળ જતાં, ’એ.જી.આઈ.’ રોમાન્ટિક આપ-લે અને મુકાબલા શરૂ થઈ શકે એવી વર્ચ્યુઅલ રીયાલિટી સરજશે – કોઈ હિલસ્ટેશનની ટ્રિપ કે સરસ કોઈ હૉટેલરૂમમાં ડેટિન્ગ.

છતાં, આપણે યાદ રાખવું જોઈશે કે એ બે જણાંને ‘એ.જી.આઈ.’ પ્રેમ માટે દબાણ નહીં કરી શકે, કેમ કે એ પોતે તો માત્ર ટૅક્નોલૉજિ છે ! એને નીતિ કે સદાચાર સાથે પણ લેવાદેવા નથી, સિવાય કે એના પેલા ભણતરમાં એ બાબતોનો પણ ઉમેરો કરવામાં આવ્યો હોય – તો તો તરત કહેશે – સ્ટોપ ! યુ કૅન્નોટ ડુ ધિસ!

= = =

(08/10/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

11 August 2023 Vipool Kalyani
← સંસદમાં વકતૃત્વ સ્પર્ધા ચાલે છે જાણે !
અસત્યને સત્યના વાઘા પહેરાવી રજૂ કરવાનું રાજનૈતિક શાસ્ત્ર, પોસ્ટ-ટ્રુથ શું છે? →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved