કકડો ઉમેશ સોલંકી|Poetry|24 March 2023 કીકીનો રંગ ફેલાઈ ગયો આસપાસ દૂર-સુદૂર સળંગ રાત રાત સામે લાગે ઓછકલું ગહનગભીરા દરિયાનું ઊંડાણ કશું સમજાય નહીં ખોબા જેટલું ય ઉલેચાય નહીં અચાનક હાથ આવ્યો કટકો અંધાર નીતરતો અંધારાનો કકડો e.mail : umlomjs@gmail.com