તારી મીઠેરી આંખમાં ઊઘડે મારી મઘમઘતી સવાર,
તારી મદિલી આંખમાં છંદ સી છલકાતી પ્રેમપ્રેમની સવાર.
ચાલુ હું સ્વપ્નમાં ચાંદની નક્ષત્રમંડળો વીંધી પરસી રહી,
ચાકગતિથી મુજ છાતીમાં ઘૂમતી આકશવ્યાપી છંદની સવાર.
સૌરભ બની તારલાઓ મૌન સુશાંત આભ ને નીરખે,
એક ટહુકો નભમાં છલકી ઊઠે ને બીલાહરી રાગથી સવાર
વાયરા નથી લખતા કાગળ પર સ્વપનલોકની સવાર,
અંગુરી સાંજે મેઘધનુષ ફોરી ઊઠતી મંત્રો જાપની સવાર.
કેસર ભીની રૂપછટા એની છેક ક્ષિતિજ ખોળે તેની છાયા,
નિંદરની મધુ કુંજ ને આછી આછી આંખે જાગી સવાર.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com