આકાશી વાદળીનાં મંદીલ પહેર્યાં ને ડુંગરના સાદ મને આવે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
ક્ષણિત નદીઓ જ્યાં જ્યાં વહી રહી, વાળે જૂની પ્યાસ આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
આંખોમાં આહ પ્યાસી નિગાહ ચમકતાં નથી અશ્રુઓ આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
કસુંબલ આંખની છાયા પ્યાલામાં ને અસલ મસ્તી મદિરામાં આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
નજરની મોર દોડે આંધી જેવું કંઈ આંખમાં ઊઠી શમી ગયું આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
કિરણની આંચથી ફૂલોનાં મનમાં વજ્જરનાં ઘાવ વધાવ્યા આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
પાંગરે છે પુષ્પ પેઠે પથ્થરો ને બગીચામાં પમરતો પ્રાણ આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com