અંગ્રેજી લિપ્યંતર અને ગુજરાતી અનુવાદ :
The fire that you see ઝાડવા વચ્ચેથી સળગતો
Burning through the trees જે અગ્નિ તમને દેખાય છે
That is me. તે હું છું.
My body being burnt. મારું શરીર સળગી રહ્યું છે.
If I had been alive જો હું જીવતી હોત
I would have wanted my family તો હું ચાહત કે મારી અંતિમ ક્રિયામાં
To be there at my last rites. મારા કુટુંબીજનો હાજર હોય.
But I am dead પરન્તુ હું મરી ચૂકી છું
Ah! I have no rights આહ! મારે કોઈ હક નથી
I’m a woman હું સ્ત્રી છું
I have no rights. મારે કોઈ હક નથી.
This is the road where I walked last. આ રસ્તા પર હું છેલ્લી વખત ચાલી હતી.
You see the foliage on the sides બન્ને તરફ લીલોતરી દેખાય છે ને
I was dragged inside that એમાં મને ઢસડીને લઈ ગયેલા
I was raped and assaulted મારી પર બળાત્કાર કર્યો, હુમલો કર્યો
I am a woman હું સ્ત્રી છું
I was a woman હું સ્ત્રી હતી
Now I am dead. હવે હું મરી ચૂકી છું.
And they burnt my body એમણે મારું શબ બાળી નાખ્યું
In the middle of the night મધરાતે
With the police cordon all around. ફરતે પોલીસના પહેરા વચ્ચે.
Can you imagine the importance એક મૃત, દલિત, બળાત્કાર કરાયેલી
Of being a dead, Dalit, raped woman? સ્ત્રી હોવાના મહત્ત્વનો અંદાજ કરી શકો છો?
That’s me. એ હું છું.
This is my village of nineteen years ઓગણીસ વર્ષ માટે આ મારું ગામ હતું
That’s the entire span of my life. કારણ મારું આયુષ્ય એટલું હતું.
Nineteen years ઓગણીસ વર્ષ
I worked on these fields મેં આ ખેતરોમાં કામ કર્યું
I milked the buffaloes ભેંસો દોહી
I did the household chores ઘરકામ કર્યું
I went to school શાળામાં ગઈ
I studied till Class III. ત્રણ ચોપડી ભણી.
If your asked the neighbours પાડોશીઓને જો તમે પૂછો
They would probably say તે કદાચ કહેશે
She was a simple, homely girl સીધીસાદી, ઘરેલું છોકરી હતી એ
She worked the fields ખેતરમાં કામ કરતી
Cooked for her family એના પરિવાર માટે રસોઈ બનાવતી
They would say. એવું કહેત એ લોકો.
I did what a village girl does ગામડાંની છોકરી કરે એ કર્યું
I was what a village girl was ગામડાંની છોકરી હોય એવી હતી
Invisible અદૃશ્ય
I was no one હું કોઈ ખાસ નહોતી
I was like anybody else. બીજાં બધાં જેવી હતી.
This is where I spent મારા જીવનનો અંતિમ દિવસ
The last day of my life મેં અહીં ગાળ્યો
This is a hospital bed. આ હૉસ્પિટલનો ખાટલો છે.
I was paralysed મને લકવા થઈ ગયો હતો
My spine was broken. મારી કરોડરજ્જુ ભાંગી ગયેલી.
On my deathbed મરણપથારીએથી મેં
I told my sister-in-law મારી ભાભીને કહેલું
To tell Ma માને કહેજો
That I will return home soon હું જલ્દી ઘેર પાછી આવીશ.
But you know that I won’t. પણ તમે જાણો છો હું નહીં આવું.
The fire that you see ઝાડવા વચ્ચેથી સળગતો
Burning through the trees જે અગ્નિ તમને દેખાય છે
That is me. તે હું છું.
My body being burnt મારું શરીર સળગી રહ્યું છે.
I was raped and assaulted મારી પર બળાત્કાર કર્યો, હુમલો કર્યો
I am a woman હું સ્ત્રી છું
I was a woman હું સ્ત્રી હતી
Now I am dead. હવે હું મરી ચૂકી છું.
સ્રોત : India Today પર હાથરસમાં દલિત કન્યા મનીષા પર થયેલા પાશવી સામૂહિક બળાત્કારની ઘટના અંગે રાજદીપ સરદેસાઈના કાર્યક્રમમાં પઠન કરાયેલી પંક્તિઓ.