માણસ ખાતો‘તો,
પીતો‘તો,
હરતો‘તો
ફરતો‘તો,
મોજમજા કરતો‘તો,
બાર-રેસ્ટોરાંમાં જતો‘તો,
મેળે-ચકડોળે મહાલતો‘તો,
આકાશે ઉડતો‘તો,
બીચ પર તરતો‘તો,
પહાડપર્વત ચડતો‘તો
પંખીનાં ગાન ગાતો‘તો,
આનંદની કિલકારી કરતો‘તો,
અચાનક
આ શું થયું?
ક્યાંથી ઊતરી આવી કોરોનાની આંધી?
બધું જ સ્તબ્ધ !
કોની બૂરી નજર લાગી?
કદાચ …….
ઈશ્વરની સ્તો !
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 11 ઍપ્રિલ 2020