તોડો પહાડ
કાપો વૃક્ષો
બાંધો નદીઓ
બનાવો મકાન
કાઢો ખનીજ
કમાવો ઢગલો પૈસા
અંતે
એ જ પૈસા સાથે
પ્રકૃતિમાં ભળી જાવ
ના કફન, ના ચિતા
આમ
જ પંચતત્વમાં
વિલિન થઈ જાવ.
e.mail : rupaleeburke@yahoo.co.in
તોડો પહાડ
કાપો વૃક્ષો
બાંધો નદીઓ
બનાવો મકાન
કાઢો ખનીજ
કમાવો ઢગલો પૈસા
અંતે
એ જ પૈસા સાથે
પ્રકૃતિમાં ભળી જાવ
ના કફન, ના ચિતા
આમ
જ પંચતત્વમાં
વિલિન થઈ જાવ.
સોનલ પરીખ
પરિણીત દીકરા-દીકરીને ત્યાં જતાંઆવતાં દીપ્તિબહેન જોતાં કે બન્ને ઘરમાં, સવારે ઊઠીને તરત પતિપત્ની કામે લાગી જાય છે. ઘરની સફાઈ, રસોઈ, ડબ્બાઓ ભરવાનું પતાવ્યા પછી બાળકને ઊઠાડે છે. એને બ્રશ કરાવવું, પોટી સાફ કરવી, ખવડાવવું, નવડાવવું, સ્કૂલ જવા માટે તૈયાર કરવું, એનાં દફતર-લંચબૉક્સ-પાણીની બૉટલ તૈયાર કરવાં અને સ્કૂલે મૂકવા જવું – આ બધી જવાબદારીઓ પણ પતિ-પત્ની વચ્ચે વહેંચાયેલી છે.
સાંજે પણ આ જ ક્રમ. રોજ પતિ-પત્ની બન્ને નક્કી કરેલું પોતપોતાના હિસ્સાનું કામ પતાવે જ. જો બેમાંથી એક એમ ન કરી શકે કે કશું ચુકાઈ જાય તો નાનાં છમકલાં થઈ જાય. શનિરવિમાં આરામ, આઉટિંગ કે મનોરંજન સાથે ઘર કે ઑફિસનાં વધારાનાં કામો પતાવવાનાં હોય એમાં પણ બન્નેની ભાગીદારી. દીપ્તિબહેન મદદ કરવાની કોશિશ કરે, તો બન્ને જગ્યાએ દંપતી – ખાસ કરીને સ્ત્રી એટલે કે દીકરી કે વહુ એમને દખલ ન દેવાનું કહી દે – ‘થેંક્યુ, મમ્મી. પણ તમે ચાલ્યા જશો પછી અમારે ફરીથી બધું ગોઠવવું પડશે. તમે આરામ કરો.’
સોફા પર બેસી રહીને ઘરમાં ચાલતી દોડધામ નીરખતાં દીપ્તિબહેન જોતાં કે બન્ને ઘરના યુવાન પુરુષો એટલે કે દીકરો અને જમાઈ ઘરકામ, બાળક, ખરીદી અને ઑફિસની વચ્ચે સારા એવા ખેંચાયેલા રહે છે. એમને ચિંતા થતી કે આમાં પતિપત્નીના સંબંધો કે માનસિક નરવાઈ પર અસર નહીં થતી હોય – પણ એ સમજદાર હતાં, કશું બોલતાં નહીં – આ નવી પેઢી સાથે ચર્ચા કરાય નહીં. કોઈ સાંભળે પણ નહીં, માને પણ નહીં.
નાનાં શહેરો કે ગામોમાં ઘરમાં વડીલો હોય છે અથવા ગૃહિણી પત્ની ઘર-બાળકનો મોરચો સંભાળી લેતી હોય છે. પણ આપણાં મોટાં શહેરોમાં પિતાનો રોલ અને એના પડકારો વધારે મુશ્કેલ બની ગયાં છે. યુરોપ કે અમેરિકાના યુવાન પિતાઓ એકી અવાજે કહે છે કે એક કે બે નાનાં બાળકની સંભાળ સાથે ઘરકામ અને વ્યાવસાયિક કામો રોજ સંભાળવામાં ખૂબ શ્રમ અને માનસિક તાણનો સામનો કરવો પડે છે. પોતાના માટે સમય ત્યારે જ મળે છે જ્યારે ઘરના બધા સભ્યો સૂઈ ગયા હોય – એટલે કે મોડી રાત્રે અથવા વહેલી સવારે. ઘર અને પત્ની-બાળકો માટે મહેનત કરવી નથી ગમતી એવું નથી, પણ એમાં ખૂબ ખર્ચાવું પડે છે એ પણ હકીકત છે. ત્યાં તો નવા બનેલા પિતાઓનાં મંડળો બન્યાં છે જે એકબીજાને હિંમત આપે, સ્ટ્રેસ મેનેજ કરવાના નવા આઈડિયાઝ આપે.
માનસિક સ્વાસ્થ્ય એ આજકાલ દરેકની ચિંતા અને નિસબતનો વિષય બની ગયો છે, પછી એ ઘર હોય કે વ્યવસાય-સ્થળ. છતાં એક મોટું, અંદર અંદર ખળભળી રહેલું ક્ષેત્ર માનસિક સ્વાસ્થ્યના નિષ્ણાતોના ધ્યાન બહાર છે કે પછી થોડું ઉપેક્ષિત રહી ગયું છે અને એ છે આધુનિક યુવાન પિતાઓનું માનસિક સ્વાસ્થ્ય. આજે વધુ ને વધુ યુવાનો બાળઉછેરને લગતાં રોજનાં નાનાંમોટાં કામોમાં સક્રિય થતા જાય છે. એક સંશોધન મુજબ શહેરોમાં રહેતા 80 ટકાથી વધુ યુવાનો ઘર અને બાળકોને લગતાં કામોમાં થોડા કે વધુ કે પૂરેપૂરા જોડાયેલા છે. આગલી પેઢીઓમાં પિતાની જે ભૂમિકા હતી તે ઝડપથી બદલાતી જાય છે. નાનાં શહેરોમાં અને પત્ની ગૃહિણી હોય ત્યાં પણ ઘરકામ અને બાળઉછેર માત્ર સ્ત્રીઓનાં ક્ષેત્ર નથી રહ્યાં. પતિપત્ની બન્ને ઘરકામ અને બાળકોનો ઉછેર સાથે મળીને કરતાં હોય એવાં દૃશ્યો ઓછાવત્તા પ્રમાણમાં બધે જ દેખાય છે.
પુરુષના માનસિક આરોગ્ય પર અને વ્યાવસાયિક કાર્યક્ષમતા પર આ પરિવર્તનની અસર દેખાવા લાગી છે, કેમ કે વ્યવસાયના સ્થળે ઘરમાં આવ્યો છે એટલી ઝડપથી બદલાવ આવ્યો નથી. સંશોધનો કહે છે કે 45 ટકા યુવાનોની કાર્યક્ષમતા, ઘર-ઑફિસના બેવડાં કામોને લીધે જોખમમાં મુકાઈ છે. સામે 23 ટકા યુવાનો એવા પણ છે જે કહે છે કે ઘર-ઑફિસ બન્ને જગ્યાએ સક્રિય રહેવાથી તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધર્યું છે.
સ્ત્રી હોય કે પુરુષ – તરુણાવસ્થામાં થતાં શારીરિક અને માનસિક પરિવર્તનો પછીનું સૌથી મોટું પરિવર્તન તે બાળકની પ્રાપ્તિ પછી આવતું પરિવર્તન છે. મોટા ભાગના આરોગ્યનિષ્ણાતો બાળકના જન્મ પછી માતાના શરીર-મન પર શી અસરો પડે છે તેનો અભ્યાસ કરે છે, સંશોધન કરે છે, માહિતી અને માર્ગદર્શન પૂરાં પાડે છે. પણ આધુનિક પિતાને પણ મદદની જરૂર છે એવું બહુ ઓછા નિષ્ણાતોએ વિચાર્યું છે.
બાળજન્મ સાથે પુરુષના શરીરમાં હોર્મોન્સને લગતા ફેરફારો થાય છે એવું કોઈ કહે તો માનવામાં ન આવે, પણ સંશોધનો કહે છે કે બાળજન્મના થોડા મહિના અગાઉ પુરુષના શરીરમાં ટેસ્ટોટેરોન હોર્મોનનો સ્રાવ ઓછો થાય છે અને પ્રોલેક્ટિન, વેસોપ્રેસિન અને અન્ય હૉર્મોન વધારે સક્રિય થાય છે, જેનાથી પુરુષનું મગજ પિતૃત્વ માટે ‘રિ-રાઈટ’ થાય છે. ઉપરાંત, બાળકના જન્મ પછીના એક વર્ષમાં હૉર્મોન ફેરફારોથી મગજનો એક આખો હિસ્સો વિકસે છે જેનાથી પુરુષ વધારે સંવેદનશીલ, અન્યની જરૂરિયાત પ્રત્યે વધારે નિસબત ધરાવનારો અને લાગણીભર્યા સંબંધો બાંધવા વધુ સક્ષમ બને છે.
આધુનિક પિતાઓ, પિતૃત્વ અને પુરુષત્વની જૂની-પ્રચલિત ફરજોથી ક્યાં ય આગળ નીકળી ગયા છે. એમને કપડાં ધોવાં, ઘર સાફ કરવું, બાળકોને સાફ રાખવાં, ડાયપર-લંગોટ બદલવા, રસોઈ, રસોડા માટેની ખરીદી, બાળકોને રમાડવાં-હોમવર્ક કરાવવું એવાં અનેક કામોમાં તો જોડાવાનું થાય જ છે, સાથે ઘર-વાહનનું મેઈન્ટેનન્સ અને પોતાનાં વ્યાવસાયિક કાર્યક્ષેત્રને પણ ન્યાય આપવાનો હોય છે. તેઓ નવાઈ પણ પામે છે કે અત્યાર સુધી સ્ત્રીઓ કમાતી હોય તો પણ ઘર અને બાળકોને પોતે જ સંભાળી લેતી હતી, એ કેવી રીતે શક્ય બન્યું હશે? આ બધામાં કેવું મલ્ટિટાસ્કિંગ ને કેવી અખૂટ શક્તિ જોઈએ તે એમને હવે સમજાય છે, પણ તેનાથી તેમનું સ્ટ્રેસ ઓછું નથી થતું.
હકીકત એ છે કે આધુનિક પિતાઓનું માનસિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે અને તેની ઉપેક્ષા થઈ રહી છે. તેની અસર સંબંધો પર, કારકિર્દી પર, પારિવારિક સ્થિરતા પર પડે છે. માનસિક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતા પિતાઓ પાસે ઉછરેલાં બાળકોમાં પોતાની લાગણીઓ, સંવેગો અને વર્તનને ‘મેનેજ’ કરવાની ક્ષમતા ઓછી હોય છે એ પુરવાર થઈ ચૂક્યું છે એટલે છેવટે સામાજિક સ્વાસ્થ્ય સુધી વાત પહોંચે છે.
એટલે હવે પિતાઓએ પોતે, એમની પત્નીઓએ અને નિષ્ણાતોએ બધાએ આ સ્થિતિને હાથમાં લેવાનો સમય આવી ગયો છે. નવી ફરજોમાંથી એમને મુક્ત કરી દેવા એ તો શક્ય જ નથી, યોગ્ય પણ નથી. પુરુષત્વના પુરાણા ખ્યાલોમાંથી હવે બહાર આવવું જોઈશે. ઉછરતી વયમાં જ છોકરાઓને શીખવાય છે કે તેણે પરિસ્થિતિ પર શાસન કરવાનું છે અને લાગણીઓ વ્યક્ત કરવી એ નિર્બળતાની નિશાની છે. યુવાન પિતામાં પણ આ ગ્રંથિ છે જ. તે પોતાની લાગણીઓ વિષે સ્પષ્ટ થતાં, તેને મેનેજ કરવામાં મુશ્કેલી અનુભવે છે અને તેને વ્યક્ત કરતા અચકાય છે. ‘મારે મદદની જરૂર છે’ એવું તે નથી પત્નીને કહી શકતો, નથી ડૉક્ટરને કહી શકતો. એક યુવાન પિતાએ બીજા યુવાન પિતાઓ માટે મૂકેલો સંદેશ યાદ રાખવા જેવો છે: ‘તમારામાં, તમારા હાથમાં ઉછરતી ભાવિ પેઢીમાં મહાન પરિવર્તનો કરવાની ક્ષમતા છે. તમે આજે જે પણ પૉઝિટિવ કે નેગેટિવ નિર્ણય લેશો, તે પરથી તમારા સંતાનો તમને મૂલવશે – તો ઉદાહરણરૂપ બનો. મદદની જરૂર હોય તો કહો. લાગણીઓની ઉપેક્ષા ન કરો. આમ કરવાથી તમારા પુરુષત્વ પર કોઈ આંચ આવવાની નથી.’
હેમન્તકુમાર શાહ
તમે મત ચોરી કહો છો, અમે તેને ભગવાન દ્વારા બનાવેલ શાસન કહીએ છીએ. જુઓ, જરા વિચારો :
[1] ભગવાન રામનું મંદિર અડધું બંધાયેલું છે. તમે દર્શન કરો અને આશીર્વાદ મેળવો. મત ચોરીની ચિંતા કરશો નહીં.
[2] તમને યાદ છે? રાત્રે લગભગ 2:30 વાગ્યે, ઉત્તર પ્રદેશ પોલીસે એક પીડિત યુવતીના શરીરને બાળી નાખ્યું. તમે મત ચોરીની ચિંતા કેમ કરો છો? આ માટે, મત ચોરી કરવી પડે છે, ખરું ને?
[3] જુઓ, બધા મુસ્લિમો અને ખ્રિસ્તીઓને ખૂબ ડરાવી દીધા છે. શું તેઓ બધા ચૂપ છે કે નહીં? એટલે અમે મત ચોરીએ છીએ !
[4] જુઓ, ભાગ્યે જ કોઈને સરઘસ કાઢવા દેવાય છે, ધરણા પર બેસવા દેતા નથી. ખેડૂતોને માર મારી ભગાડ્યા કે નહીં? શું લગભગ 750 ખેડૂતોના જીવ લીધા કે નહીં? જો અમે મત ચોરી ન કરી હોત તો આ કેવી રીતે શક્ય બન્યું હોત?
[5] જુઓ, આજકાલ કોર્ટો મોટાભાગે અમે જે કહીએ છીએ તેના આધારે ન્યાય આપે છે. અમે જ સાચા ભારતીય છીએ. આને હિન્દુ રાષ્ટ્ર કહેવાય છે. સમજો, તમે કેમ નથી સમજતા? એટલા માટે અમારે મત ચોરી કરવી પડી છે.
[6] અને હા, આપણે મીડિયાને કેવી રીતે આપણા ખોળામાં રાખ્યું છે! ઘણા અખબારોએ આજે મત ચોરીનો મામલો પણ પ્રકાશિત કર્યો નથી. અને જો તેઓએ કર્યું હોય તો પણ, તેઓએ તેને મહત્ત્વ આપ્યું નથી. તમે થોડું સમજો, અમે મીડિયાને અમારા ખિસ્સામાં રાખ્યું છે. તે હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં ઘણી મદદ કરી રહ્યું છે.
[7] અને જુઓ, ચીને અરુણાચલ પ્રદેશ કે લદ્દાખમાં શું કર્યું છે તે વિશે વિચારશો નહીં. તમે ઓપરેશન સિંદૂરની ઉજવણી કરો. આપણે શું ગુમાવ્યું અને શું મેળવ્યું તેની ચિંતા અમે કરીએ છીએ, તમે ન કરો. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેના ભાઈઓ સાથે લડવાનું કહ્યું હતું. આપણે સમજીએ છીએ કે પાકિસ્તાનમાં આપણા કોઈ સગાં નથી. એટલે અમે વધુ યુદ્ધો કેવી રીતે કરી શકીએ?
[8] મત શું છે? લોકો જે વિપક્ષી સભ્યોને મત આપે તેમને જ અમે છડેચોક ચોરી લઈએ છીએ ! આને ચોરી ન કહેવાય. તમે સમજો. આને ચાણક્ય નીતિ અને વિદુર નીતિ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્દ ગીતામાં આપણને આ ઉપદેશ આપેલ છે.
[9] આજકાલ, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેસરો ફક્ત સરકારી ગીતો ગાય છે. જો આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગતા હોઈએ તો આવું જ થવું જોઈએ. મત ચોરી આ માટે કરવામાં આવી છે, જેથી શિક્ષકોને યોગ્ય શિક્ષણ અમે આપી શકીએ.
[10] તમે ગણતરી પણ કરી શકતા નથી કે અમે હિન્દુ રાષ્ટ્રના કેટલા ય વિરોધીઓને જેલમાં મોકલ્યા છે. મત ચોરી એટલા માટે કરવી પડી કે આવા દેશદ્રોહી લોકોને અમારે મારવા હતા અથવા જેલમાં ધકેલવા હતા. કાયદો એ લોકો માટે છે. અમે તો સારા હિન્દુ છીએ, તેથી જ અમે સાચા ભારતીય છીએ, અમે જ દેવદૂત છીએ.
[11] અમે આટલા બધા દેશોની મુલાકાત કેમ લીધી, અમે દિવસમાં 18 કલાક કેમ કામ કરીએ છીએ, અમે ફક્ત મન કી બાત કેમ કરીએ છીએ, તમારા મન કી બાત અમે કેમ સાંભળતા નથી? આ બધું ફક્ત હિન્દુ રાષ્ટ્રના નિર્માણ માટે કરવામાં આવ્યું છે. મત ચોરી તેથી જરૂરી છે. જો તે ન કર્યું હોત, તો અમે આ બધાં પવિત્ર કાર્યો કેવી રીતે કરી શક્યા હોત? 1925થી સો વર્ષ સુધી અમે જે ધર્મ યજ્ઞ કર્યા છે તેમાં, આ મત ચોરી ખૂબ જ નાની બાબત છે !
જુઓ, સારા હેતુ માટે, સાધન શુદ્ધ હોવા જોઈએ તેવું મહાત્મા ગાંધી માનતા હતા. અમે નથી માનતા. તેઓ એક હોશિયાર વાણિયા હતા, અમે નથી. તેઓ હોશિયાર હતા પણ પાગલ હતા. તેથી જ આપણે નાથુરામ ગોડસે અને તેમના ગુરુ, માફી વીર વિનાયક સાવરકરની પૂજા કરીએ છીએ.
અમે ધર્મોક્રસીમાં માનીએ છીએ, ડેમોક્રસી જાય નરકમાં ! જો ધર્મોક્રસી હશે તો જ હિન્દુ રાષ્ટ્ર બનશે, અને આપણે વિશ્વગુરુ બનીશું.
મત ચોરી દેખાડનારા અને જોનારા બંને દેશદ્રોહી છે, અર્બન નક્સલ છે. અને હા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ ચોરીમાં અમારી સાથે છે, તે આ રીતે હિન્દુ રાષ્ટ્ર બનાવવા સંપૂર્ણ સમર્થન કરે છે. તમે શું ઉખાડી લેભ? સેના અને પોલીસ અમારી પાસે છે, અને અદાણી જેવા ધનવાન લોકો પણ અમારી સાથે છે. મત ચોરી કરીને અમે જે હેતુ પ્રાપ્ત કરી રહ્યા છીએ તે છે હિન્દુ રાષ્ટ્રની સ્થાપના. અમારી આ જ વિભાવના છે.
જુઓ, ચૂંટણી હોય, તો મત ચોરી કરવી એ અમારી ધાર્મિક ફરજ છે. બંધારણ જ ખોટું બનાવવામાં આવ્યું છે. તેમાં ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જો તે ન થયું હોત, તો અમારે મત ચોરી કરવી જ ન પડત. અમને તક મળશે, તો બંધારણમાંથી ચૂંટણીઓ કાઢીને રાજાશાહી લાવીશું. શક્ય તેટલી મત ચોરી કરવાની અમને તક આપો. પછી જુઓ કે રાજા તરીકે અમે તમારા માટે શું કરીએ છીએ?
જુઓ, આ મત ચોરીથી બનનાર હિન્દુ રાષ્ટ્રની વિરુદ્ધ જે કોઈ આવશે, અમે તેમને ED, CBI, આવકવેરા, પોલીસ, સેના, UAPA હેઠળ સાફ કરીશું. શું જેલમાં જવું છે? અને ત્યાં મરવું છે? બોલો, ભારત માતા કી http://xn--7dc2b.rs/
https://www.facebook.com/profile.php?id=100008214734262