સાંજ પડે ને પાછું આવે ઇચ્છાઓનું ધાડું
રાત આખી પાંપણ નીચે કેમ કરી શણગારું ?
રોજ સવારે, વાડ ઠેકી
આભ આંબવા જાતું !
રોજ સાંજે પાછું આવી
એ જ ગાણું ગાતું !
સૂનમૂન આંખે ગોત્યા કરતું સુખનું એક સરનામું
સાંજ પડે ને પાછું આવે ઇચ્છાઓનું ધાડું
સાવ અજાણે રસ્તે જાતું
સપનાં લઈને ભેળા !
લખ ચોરાશી પૂરા કરવા
ફોગટ આંટા ફેરા !
આવનજાવનનાં ચક્કરમાં જાતે જઈ બંધાણું
સાંજ પડે ને પાછું આવે ઇચ્છાઓનું ધાડું
મનફાવે તેમ હાંકે રાખે
આડાઅવળે રસ્તે
જાત ચડાવી ચકડોળે
ત્યાં મારગ ક્યાંથી જડશે !
પાછું ફરતું વીલા મોઢે, થઈ ગ્યું જાવા ટાણું
સાંજ પડે ને પાછું આવે ઇચ્છાઓનું ધાડું !
e.mail : gor.uday.chandra@gmail.com
 





 રાજનીતિશાસ્ત્રમાં અનુસ્નાતક થયેલાં નંદિનીબહેન ત્રિવેદીએ પત્રકારત્વ પણ કર્યું છે અને પોતાના ઇશ્વરીય બક્ષિસ સમાન સ્વરને લીધે સંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. મધુર સ્વર ધરાવતાં નંદિનીબહેનને પરિવારમાં સંગીતનું વાતાવરણ મળ્યું એ કેવો સંજોગ!
રાજનીતિશાસ્ત્રમાં અનુસ્નાતક થયેલાં નંદિનીબહેન ત્રિવેદીએ પત્રકારત્વ પણ કર્યું છે અને પોતાના ઇશ્વરીય બક્ષિસ સમાન સ્વરને લીધે સંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. મધુર સ્વર ધરાવતાં નંદિનીબહેનને પરિવારમાં સંગીતનું વાતાવરણ મળ્યું એ કેવો સંજોગ!
 આવું નસીબ ભાગ્યશાળીને જ મળે. સંગીતના જ નહીં, જિંદગીના આરોહ-અવરોહ જેમણે જોયાં છે એ યુવા પુરુષોત્તમભાઈની અવિનાશ વ્યાસ સાથે મુલાકાતની વાત પણ રસપ્રદ છે. અવિનાશ વ્યાસને પહેલીવાર એ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં મળ્યાં અને તેમનું સમયચક્ર ફરી ગયું. અવિનાશ વ્યાસ સાથે શરૂમાં તો કોરસમાં ગાવાનું શરૂ કર્યું. એક ગીતના રૂપિયા 10 મળે. એ રીતે મહિને સો દોઢસો રૂપિયાની કમાણી થવા લાગી. સાથે ગીતો સ્વરબદ્ધ કરવાની અગત્યની તાલીમ પણ તેઓ પામતા ગયા. અવિનાશ વ્યાસની સાથે રહીને લતા મંગેશકર, આશા ભોંસલે જેવાં અનેક કલાકારોના પરિચયમાં આવવાનું થતું ગયું. એ વખતે મંગેશકર ફેમિલી નાના ચોકમાં રહે અને આશા ભોસલે ત્યારે મુંબઈના ગામ દેવીમાં આવેલી રેશનિંગ ઓફિસમાં કામ કરતાં હતાં. મંગેશકર પરિવાર સાથે પણ પરિચય વધી રહ્યો હતો.
આવું નસીબ ભાગ્યશાળીને જ મળે. સંગીતના જ નહીં, જિંદગીના આરોહ-અવરોહ જેમણે જોયાં છે એ યુવા પુરુષોત્તમભાઈની અવિનાશ વ્યાસ સાથે મુલાકાતની વાત પણ રસપ્રદ છે. અવિનાશ વ્યાસને પહેલીવાર એ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં મળ્યાં અને તેમનું સમયચક્ર ફરી ગયું. અવિનાશ વ્યાસ સાથે શરૂમાં તો કોરસમાં ગાવાનું શરૂ કર્યું. એક ગીતના રૂપિયા 10 મળે. એ રીતે મહિને સો દોઢસો રૂપિયાની કમાણી થવા લાગી. સાથે ગીતો સ્વરબદ્ધ કરવાની અગત્યની તાલીમ પણ તેઓ પામતા ગયા. અવિનાશ વ્યાસની સાથે રહીને લતા મંગેશકર, આશા ભોંસલે જેવાં અનેક કલાકારોના પરિચયમાં આવવાનું થતું ગયું. એ વખતે મંગેશકર ફેમિલી નાના ચોકમાં રહે અને આશા ભોસલે ત્યારે મુંબઈના ગામ દેવીમાં આવેલી રેશનિંગ ઓફિસમાં કામ કરતાં હતાં. મંગેશકર પરિવાર સાથે પણ પરિચય વધી રહ્યો હતો. છેલાજી રે, છાનું રે છપનું, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, તારી બાકી રે પાઘલડી, કહું છું જવાની, પંખીડાને આ પિંજરું જેવાં અસંખ્ય ગુજરાતી ગીતોએ ગુજરાતને ઘેલું કર્યું કારણ કે અવિનાશ વ્યાસના શબ્દ અને સંગીતમાં સરળતા હતી. એમણે ફિલ્મોમાં પણ જે સંગીત આપ્યું એ પણ એટલું લોકપ્રિય રહેતું કારણ કે પ્રોડ્યુસરને એ કોઈ દિવસ નિરાશ ન થવા દે. બાકી એમણે ક્લાસિક ગીતો પણ કમ્પોઝ કર્યા છે, પરંતુ એ હંમેશાં માનતા કે નિર્માતા ને નુકસાન ના થવું જોઈએ એટલે ચાર ગીત નિર્માતાને ગમે એવા અથવા તો લોકોને ગમે એવાં અને એક કે બે ગીત પોતાની પસંદગીનાં ગીતો એટલે એ બેલેન્સને લીધે ગુજરાતી ગીતો અને ગુજરાતી સંગીતને અવિનાશ વ્યાસે ઘરઘરમાં ગૂંજતું કર્યું.  અંબાજી માતાના પરમ ભક્ત. માડી તારી સામે કેમ કરી મીટ માડું … અદભુત ગરબો. રાખના રમકડાં ગીતનો 18 ભાષામાં અનુવાદ થયો. એ જમાનામાં અવિનાશ વ્યાસને રૂ. પચીસ હજારની રોયલ્ટી મળી હતી જે આજે લાખ કહેવાય. એ રીતે રાખનાં રમકડાં લાખના રમકડાં બની ગયાં હતાં.
છેલાજી રે, છાનું રે છપનું, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, તારી બાકી રે પાઘલડી, કહું છું જવાની, પંખીડાને આ પિંજરું જેવાં અસંખ્ય ગુજરાતી ગીતોએ ગુજરાતને ઘેલું કર્યું કારણ કે અવિનાશ વ્યાસના શબ્દ અને સંગીતમાં સરળતા હતી. એમણે ફિલ્મોમાં પણ જે સંગીત આપ્યું એ પણ એટલું લોકપ્રિય રહેતું કારણ કે પ્રોડ્યુસરને એ કોઈ દિવસ નિરાશ ન થવા દે. બાકી એમણે ક્લાસિક ગીતો પણ કમ્પોઝ કર્યા છે, પરંતુ એ હંમેશાં માનતા કે નિર્માતા ને નુકસાન ના થવું જોઈએ એટલે ચાર ગીત નિર્માતાને ગમે એવા અથવા તો લોકોને ગમે એવાં અને એક કે બે ગીત પોતાની પસંદગીનાં ગીતો એટલે એ બેલેન્સને લીધે ગુજરાતી ગીતો અને ગુજરાતી સંગીતને અવિનાશ વ્યાસે ઘરઘરમાં ગૂંજતું કર્યું.  અંબાજી માતાના પરમ ભક્ત. માડી તારી સામે કેમ કરી મીટ માડું … અદભુત ગરબો. રાખના રમકડાં ગીતનો 18 ભાષામાં અનુવાદ થયો. એ જમાનામાં અવિનાશ વ્યાસને રૂ. પચીસ હજારની રોયલ્ટી મળી હતી જે આજે લાખ કહેવાય. એ રીતે રાખનાં રમકડાં લાખના રમકડાં બની ગયાં હતાં.