
રમેશચંદ્ર આચાર્ય
પહેલીવાર મારા જીવનમાં હું કોઈ સાહિત્યકારને મળ્યો હોય તો તે મારા નાના બાપુજી : રમેશચંદ્ર આચાર્ય. ગુજરાતી કવિ. તાન્કા અને મોનો-ઈમેજ જેવા ઓછા ખેડાયેલા કાવ્યપ્રકારોમાં તેમના પ્રદાન બદલ જાણીતા. સુરેન્દ્રનગરમાં વર્ષો સુધી સાહિત્યિક વાતાવરણ તેમણે ન્હાનાલાલ સાહિત્ય સભા જેવી સંસ્થા ચલાવીને ઊભું કર્યું અને જાળવી પણ રાખ્યું.
અમે સૌ તેમને નાના બાપુજી કહેતા. કારણ કે તે મારા દાદાના સગા નાના ભાઈ.
નાનો હતો ત્યારે અવનવા લેખકોને વાંચી મને થતું કે આ લોકો કેવા હશે! સમજણો થયો ત્યારે ખબર પડી કે સાહિત્યકાર સામાન્ય માણસો જેવો જ હોય છે. જવાબદારીઓ ઉપાડતો, ઘર પરિવારને સંભાળતો, વચ્ચે વચ્ચે સમય મળે ત્યારે વાર્તા-કવિતા લખી નાખતો. સંવેદનશીલ. સાહિત્યકાર એટલે એવો માણસ જેને કળા-સાહિત્ય તરફ ઝુકાવ હોય, પ્રીતિ હોય, છતાં જે જીવનને પ્રાધાન્ય આપે. જે જીવનના પડકારો દરવાજે ટકોરા મારે ત્યારે વાર્તા-કવિતાની આડમાં છુપાઈ ન જાય.
સારું થયું કે બહુ નાની ઉંમરે આ સમજ આવી ગઈ. આ સમજ આવવાનું કારણ નાના બાપુજી.
નાના બાપુજી સાથે મારે ઝાઝી વાતો ક્યારે ય થઈ નથી. અમે બંને ઓછાબોલા, અંતર્મુખી, બે શબ્દોથી કામ ચાલે તો ત્રણ ન વાપરીએ એવા. પણ મને અંદર અંદર એમ થતું કે વાર્તા કવિતામાં પડવું હશે તો મને આંગળી ચીંધી રસ્તો બતાવનાર માણસ મારા પરિવારમાં જ છે. એ વાતની એક ધરપત રહેતી, એક હાશકારો.
મને હજી એક પ્રસંગ યાદ છે. હું તેર-ચૌદ વર્ષનો હોઈશ. એ સમયે મને વાર્તા લખવાનો એવો ચસકો હતો કે રોજની એક લખતો. મને હતું કે જલદી જલદી વાર્તાઓ લખી નાખું, એ છપાઈ જાય, એના પૈસા મળે, મારું નામ બને—તો કેવી મજા પડે!
એવી એક અધકચરી વાર્તા લખીને હું નાના બાપુજી પાસે ગયેલો. તેમને સંભળાવેલી. છાપામાં આવતી કોલમોમાં જે ચીલા-ચાલુ કચરો હોય છે એવી જ એ વાર્તા હતી. તેમણે ખૂબ અણગમા સાથે મને કહેલું કે આવું જ લખવું હોય તો ન લખવું જોઈએ. આનો કોઈ અર્થ નથી. અને હું આ રસ્તે ચડીશ તો મારી પ્રતિભા ઊગે એ પહેલા જ કરમાઈ જશે.
તેમણે કહેલું કે જો લખવું જ હોય તો એવું લખવું કે વાચકને યાદ રહે. ચાલીસ ભૂલી જવાય એવી વાર્તાઓ લખવા કરતા એક યાદ રહી જાય એવી વાર્તા લખવી સારી. તે દિવસ પછી મારી રોજની એક વાર્તા લખવાની પ્રેક્ટિસ મેં બંધ કરી. જલદી જલદી છપાઈને નામ કરી લેવાની ઘેલછા છોડી દીધી.
એ વાતને પંદર-સોળ વર્ષ વીતી ગયા છે, અને મેં ઘણું લખ્યું છે. સારું પણ લખાયું છે, ખરાબ પણ લખાયું છે, પણ એ દિવસ પછી ક્યારે ય લખવામાં દિલચોરી નથી કરી. લેખન પ્રત્યેનો મારો અભિગમ ધરમૂળથી બદલાયો એનું કારણ મારા નાના બાપુજી.
મારી વાંચનયાત્રામાં પણ તેમનો ફાળો હતો. ચંદ્રકાંત બક્ષીનો ફેન હોવાને કારણે એ સમયે હું બીજા લેખકોને નહોતો વાંચતો. મને થતું કે બક્ષી જેવું તો કોઈ લખી જ ન શકે. તેમણે મને કહેલું : તું સુરેશ જોષીને વાંચ. તું મધુ રાયને વાંચ. તું જયંત ખત્રીને વાંચ.
જેમ વાંચતો ગયો એમ સમજાયું કે સાહિત્ય તો દરિયો છે. ઘણીબધી અલગ અલગ નદીઓનું પાણી એમાં છે. તેનાથી એક નવી સમજ આવી. કોઈ એકલ-દોકલ લેખકને દરિયો માનવાની ભૂલ ન કરાય. દરિયો થવાની મથામણ ય ન કરાય. નાનકડી, સરસ નદી થઈ શકીએ, અને દરિયા જેવા સાહિત્યમાં સ્વસ્થતાથી, સરળતાથી, ગૌરવભેર ભળી શકીએ તો પણ ઘણું. એનું મૂલ્ય જરા ય ઓછું નથી.
સુરેન્દ્રનગર છોડ્યું પછી નાના બાપુજીને પ્રસંગોપાત મળવાનું થતું. ગયા વર્ષે મારા લગ્ન પછી મારી પત્નીને લઈને તેમને મળવા ગયેલો. છેલ્લે છેલ્લે મળી શક્યો એ વાતનો એક સંતોષ છે.
ત્રણ દિવસ પહેલા તેમનું મૃત્યુ થયું. આજે બેસણું હતું. દેશથી દૂર હોવાને કારણે ઘણા સારા-ખરાબ પ્રસંગો ચૂકી જવાય છે મારાથી. સારા પ્રસંગોમાં એવું થયા કરે કે હું પરિવારની સાથે હોત તો સારું હોત. માઠા પ્રસંગોમાં એવું થયા કરે કે પરિવાર મારી સાથે હોત તો સારું હોત.
મારો પહેલો વાર્તાસંગ્રહ “પડછાયાઓ વચ્ચે” મેં મારા માતા-પિતાની સાથે મારા નાના બાપુજીને પણ અર્પણ કરેલો.
અમદાવાદ રહેવા આવ્યા ત્યારે અવનવા સાહિત્યકારોને મળતો, મારું નામ કહેતો. પછી સામેથી જ જણાવતો : “શું તમે રમેશ આચાર્યને ઓળખો છો?”
“હા, ઓળખુંને. પેલા કવિ જ ને? એ તમારા શું થાય? દાદા?”
હું કહેતો : “ના, એ મારા નાના બાપુજી”.
આજે સમજાય છે કે નાના બાપુજી મારી ઓળખ બની એ પહેલાંની મારી ઓળખ હતા.
સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર
 



 મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય કોણ હતા? તેઓ મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ હતા. જ્યારે સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું ત્યારે કાઁગ્રેસ પક્ષે સરદારની ખાલી પડેલી પાર્લામેન્ટની જગ્યા માટે તેમની પસંદગી કરી હતી. તે સમયે મુંબઈ રાજ્યના ગૃહ મંત્રી મોરારજી દેસાઈ હતા; તેમણે કહેલ કે “ભાઈ મૂળદાસ, મહાત્મા ગાંધીજીના એકનિષ્ઠ સેવક છે અને તેમના સિદ્ધાંતો પ્રમાણે ચાલવામાં તેઓ મારા કરતાં એક ડગલું આગળ છે.” મૂળદાસ વૈશ્ય 13 ફેબ્રુઆરી 1951ના રોજ બિનહરીફ ચૂંટાયા હતા. 1952માં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં પણ કાઁગ્રેસ પક્ષે ભૂદરદાસ વૈશ્યને ટિકિટ આપી અને તેઓ ચૂંટાયા. ત્યારબાદ 1962માં સંસદસભ્ય તરીકે ફરી ચૂંટાયા હતા.
મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય કોણ હતા? તેઓ મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ હતા. જ્યારે સરદાર પટેલનું 15 ડિસેમ્બર 1950ના રોજ અવસાન થયું ત્યારે કાઁગ્રેસ પક્ષે સરદારની ખાલી પડેલી પાર્લામેન્ટની જગ્યા માટે તેમની પસંદગી કરી હતી. તે સમયે મુંબઈ રાજ્યના ગૃહ મંત્રી મોરારજી દેસાઈ હતા; તેમણે કહેલ કે “ભાઈ મૂળદાસ, મહાત્મા ગાંધીજીના એકનિષ્ઠ સેવક છે અને તેમના સિદ્ધાંતો પ્રમાણે ચાલવામાં તેઓ મારા કરતાં એક ડગલું આગળ છે.” મૂળદાસ વૈશ્ય 13 ફેબ્રુઆરી 1951ના રોજ બિનહરીફ ચૂંટાયા હતા. 1952માં લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં પણ કાઁગ્રેસ પક્ષે ભૂદરદાસ વૈશ્યને ટિકિટ આપી અને તેઓ ચૂંટાયા. ત્યારબાદ 1962માં સંસદસભ્ય તરીકે ફરી ચૂંટાયા હતા. સરદારના આ સધિયારા બાદ દલિતો કામે ચડી ગયાં. આ સમય દરમિયાન ડાકોરના મંદિરમાં રવિશંકર મહારાજની આગેવાનીમાં મૂળદાસ વૈશ્યએ દલિતોનો પ્રવેશ શક્ય બનાવ્યો હતો. અમદાવાદના દલિતોએ તથા મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ મૂળદાસ વૈશ્યએ, 14 જાન્યુઆરી 1948ના રોજ, કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરી સમૂહદર્શન અને પ્રાર્થના કરવાનું ઠરાવ્યું. પણ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરુષદાસજીએ ચાલાકી કરી. 12 જાન્યુઆરી 1948ના રોજ, અમદાવાદની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી કહ્યું કે “સ્વામિનારાયણ પંથ હિન્દુ ધર્મથી અલગ છે. સ્વામિનારાયણ મંદિરમાં દલિતો સત્સંગી બને તો જ તેમને મંદિર પ્રવેશ મળે. મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય અને બીજા દલિતો સત્સંગી નથી એટલે તેઓ મંદિરમાં દાખલ ન થઈ શકે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો Bombay Harijan Temple Entry Act of 1947ના ક્ષેત્રમાં આવતાં નથી.” સિવિલ કોર્ટે યજ્ઞપુરુષદાસજીની તરફેણમાં સ્ટે પણ આપ્યો !
સરદારના આ સધિયારા બાદ દલિતો કામે ચડી ગયાં. આ સમય દરમિયાન ડાકોરના મંદિરમાં રવિશંકર મહારાજની આગેવાનીમાં મૂળદાસ વૈશ્યએ દલિતોનો પ્રવેશ શક્ય બનાવ્યો હતો. અમદાવાદના દલિતોએ તથા મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ મૂળદાસ વૈશ્યએ, 14 જાન્યુઆરી 1948ના રોજ, કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ કરી સમૂહદર્શન અને પ્રાર્થના કરવાનું ઠરાવ્યું. પણ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના યજ્ઞપુરુષદાસજીએ ચાલાકી કરી. 12 જાન્યુઆરી 1948ના રોજ, અમદાવાદની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી કહ્યું કે “સ્વામિનારાયણ પંથ હિન્દુ ધર્મથી અલગ છે. સ્વામિનારાયણ મંદિરમાં દલિતો સત્સંગી બને તો જ તેમને મંદિર પ્રવેશ મળે. મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય અને બીજા દલિતો સત્સંગી નથી એટલે તેઓ મંદિરમાં દાખલ ન થઈ શકે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો Bombay Harijan Temple Entry Act of 1947ના ક્ષેત્રમાં આવતાં નથી.” સિવિલ કોર્ટે યજ્ઞપુરુષદાસજીની તરફેણમાં સ્ટે પણ આપ્યો !