કવિ તમને બારેમાસ ઝાકળની ટેવ છે પણ ખમોને
આ માંડ શિયાળો બેઠો છે, પડી રહી છે ટાઢ
વીઘામાં વાવ્યા છે ઘઉં
મને ધરાઈને ઠારને ઠાર કહી લેવા દો
વચ્ચે આમ ઝાકળ ઝાકળ ન કરો.
હા ખબર છે તમને ઠારમાં નથી મળતી ઍસ્થેટિક્સ સેન્સ
પણ એની માટે તો કવિ મધરાતે પાણી વાળવું પડે,
હવા ચોરી લાવે છે એ વરસાદનો પંડછાયો અંધારે ઝીલવો પડે,
વરસાદના પંડછાયાને શેઢાથી ક્યારા લગ રેલાતો જોવો પડે
ટાઢે ઠરતા શિયાળવાની લાળીઓ ગણતાં ગણતાં પોતે પરસેવે ભીંજાવું પડે.
હા કવિ, તમે સાતમા માળની અગાશીએ
કૂંડા પર બાઝેલું ટીંપું જોઈને ખુશ થઈ જ શકો છે કબૂલ પણ ચૂપ રહો,
આ વીઘો લણી લઉં ત્યાં સુધી ચૂપ રહો,
ચૂપ એટલે એકદમ ચૂપ,
એક અક્ષર કવિતાને નામે લખવાનો નથી,
અને ઝાકળ તો બિલકુલ નહીં.
4 જાન્યુઆરી, નવી દિલ્હી
 
 બંધારણના અનુચ્છેદ ૨૧ (ક) પ્રમાણે દેશના છથી ચૌદ વરસના તમામ બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળેલો છે. પરંતુ સમાન શિક્ષણ બધાં બાળકોને મળતું નથી. સરકારી, અનુદાનિત અને ખાનગી એવા શાળાઓના ભેદ છે, અંગ્રેજી અને માતૃભાષામાં શિક્ષણ એવા માધ્યમના ભેદ છે. એન.સી.આર.ટી.નાં પાઠ્યપુસ્તકો અને રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનાં પાઠ્યપુસ્તકો એવાં પાઠ્યપુસ્તકોના ભેદ છે. શાળાંત પરીક્ષાના ભિન્ન ભિન્ન પરીક્ષા બોર્ડના પણ ભેદ છે. ટૂંકમાં શાળા, અભ્યાસક્રમ, માધ્યમ, પરીક્ષા બોર્ડ અને પરીક્ષા પદ્ધતિમાં ભારોભાર ભેદ પ્રવર્તે છે.