પ્રિય ગંગુબાઈ,
તું મજામાં નથી, હું જાણું છું. મજામાં ન રહીને મજામાં રહેવાનો તારો આ સ્વભાવ … હું કાલે બરાબર પારખી ગઈ, જ્યારે મેં તને કાલે પરદા પર જોઈ. મારે માટે તું કોઈ લેખકના પુસ્તકના એક પ્રકરણની વાત નથી. તું જીવંત છો અને કદાચ સદાકાળ જીવંત રહીશ … ક્યારેક તું મારી આસપાસ પસાર પણ થઈ જતી હોય, તો પણ મને ક્યાં ખબર પડે છે કે તું મારી પાસેથી પસાર થઈ ગઈ? હું તો બસ તારી સાથે વાત કરવાની તક શોધી રહી હતી, તને મળવા ઇચ્છતી હતી અને હજી ઇચ્છું છું … પણ તું મને ક્યાં મળીશ? તું થોડી મારા જેવી વ્યક્તિથી થોડી જુદી દેખાય છે? તારી અંધારી એ ગલીઓની વાતો સાંભળી છે, એ વિશે વાંચ્યું છે, ફિલ્મો જોઈ છે … પણ તો ય તારા સુધી હું હજી કેમ પહોંચી નથી શકતી! કદાચ મારામાં હિંમત પણ નથી તારી એ ગલીઓમાં પગ મૂકવાની .. મને તો આદત છે લાલ, ગુલાબી, કેસરી, સફેદ ગુલાબ જોવાની .. કાળા ગુલાબને તો ક્યાંથી જોઈ શકું? આ ગુલાબ જેવી તને મળવામાં એક દિગ્દર્શક નિમિત્ત બન્યો એટલે વળી સારું થયું .. અને હું કાગળ લખવા બેઠી.
જો, તું ઇતિહાસનાં પાનાંઓ પરથી આજે આ રીતે મારા મનમાં સ્થાન પામી છે … એટલે રખે માનતી કે આપણા(?) સમાજમાં તને સ્થાન … જો હું તો તને મારી અગંત માનું એટલે સાચું કહું, શરમ છોડીને કહું … કે જે આપણો ભારત દેશ છે તેમાં તું ક્યાં નથી! એક બે વાતો કરીએ. તેં ઉઠાવેલા સવાલોએ મને વિચારતી કરી મૂકી .. જો તારો બહુ વખત નહી લઉં .. તને અમારા જેવા ભણેલાઓ પાસેથી શી આશા છે તે જાણું છું. અને તેથી જ તો તારો વખત ના બગડે અને મારી વાત કહેવાઈ જાય એટલે આ કાગળ લખું છું. તેં વાત કરી તમારા સંતાનોનાં શિક્ષણની … તો સાંભળ .. અમારા ગુજરાતનું વલણ ખાસ કહું ને તો અમે ગુજરાતીઓ અમારી માતૃભાષામાં બાળકને ન ભણાવવામાં માનીએ .. સાંભળ તો ખરી … એક કારણ એમાં એ પણ ખરું કે આપણાં બાળકો પછાત વર્ગનાં બાળકો સાથે ભણે એ સારું ના લાગે … ત્યાં હું તને કેમ ઠાલું આશ્વાસન આપું, કહે જોઈએ? તું કહે તારાં સંતાનો અમારાં બાળકો સાથે ભણે … સ્વીકૃતિ મળે? તું જ કહે. આવું પાછું બધે ય હોં … એ વાત તને ગળે ઉતરે છે?
તારી વાતોમાં મને નર્મદના સુધારાનો અવાજ સંભળાય છે. કહે છે કે ગુજરાતી સાહિત્યમાં હાલ અનુઆધુનિક યુગ ચાલે છે, પણ આ બધું તારે સાચું નહી માનવું … હા, હા, ખબર છે તને ને સાહિત્યને શું લાગે વળગે? લાગે વળગે છે, ગંગુ … તું જ્યારે કાગળ લખી આપતી હતી’ને તારી બહેનપણી માટે .. ત્યારે મેં કોઈ કાચી ઉમરની દીકરીમાં પત્રલેખા ભાળી’તી .. સાહિત્યરસિક … તું હોત જ; જો એ ગલીઓમાં તું ના હોત. તું સમસંવેદનશીલ ખરી ને? હા .. હા .. ભૂલી ગઈ તું કૉલેજ નથી ગઈ .. નથી જઈ શકી … આ બધું આવે લખવામાં, વાંચવામાં, સમજવામાં (?) .. હા, તો આ સમભાવ દાખવીને કહેવા એ માંગું છું કે અમે તારા પરથી બનતી ફિલ્મો જોઈશું, તારા પર લખાયેલી નવલકથા વાંચીશું, આંખમાં પાણી ભરીશું..પણ .. .અમારાથી તને ન્યાય નહીં થાય … તું જે સમાજને જાણે છે, તે કેટલો દંભી અને નિર્વીર્ય છે જાણે છે? ક્યાંથી જાણે? તું તારી ગલીઓમાં ગૂંચવાયેલી છે તે? તારું શરીર પહેલીવાર વિખેરાય છે, ત્યારે હું ય વિખેરાઉં છું, ગંગુ … પણ તું જાણે છે, દરરોજ કોઈને કોઈ જગ્યાએ શરીરની જેમ કોઈને કોઈ પીડિત અને શોષિતનો આત્મા હણાય છે? એ માત્ર તારી જેમ એક નામથી ઓળખાતી નથી. બસ, આટલો ફરક છે. દેહ અને આત્માને તું જુદા કેમ ગણી શકે? તારી ન્યાયની અપેક્ષા યોગ્ય, પણ તું કઈ જગ્યાએ માંગણી કરે છે તે તો જરા જો. આના કરતાં કોઈ પથ્થર આગળ … જો એમાં એવું છે ને કે એને કોઈ સમાજ, રિવાજ, નિયમો, સ્ટેટસ વગેરે નહીં નડે .. અને તારી વાતથી એ પીગળી શકે એની મને ખાતરી છે … જો હું પીગળી ને?
તું ખરેખર સફેદ રંગમાં શોભી ઊઠે છે … પવિત્ર તું … તારું મન … પારદર્શક … તારા વિચારો … તું બોલી શકે. ‘હાશ’ કેવી થતી હશે ને તને? તું એકાકી … હારીને બીજાનો ઉદ્ધાર કરવાનો રસ્તો અપનાવનાર. ધારે તો તું જઈ શકતી હતી કોઈની સાથે તારું ઘર વસાવી દૂર … તું ના ગઈ … તેં ધરી દીધું સઘળું … ક્યારે ય ના વિચારેલો, ન ધારેલો પ્રેમ મળ્યો; તેમ છતાં તું ન ગઈ … આ સવાલો ઉઠાવવા. ‘એ લોકો’નું – બધાનું ભલું કરવા. ગંગુ, સાંભળે છે? આ મારી વાંઝણી વાતો … તું પરદે કોઈ વડે વ્યથાઓનો લોક ખુલ્લો મૂકી ચાલી, પણ હું સમભાગી બનવા ઇચ્છું છું … તારા દર્દમાંથી તને બહાર લાવીશ, લાવવા પ્રયત્ન કરીશ. પ્રયત્ન કરીશ … જો ને, આ પ્રયત્ન શરૂ પણ કર્યો … આપણે સફળ થઈશું, ગંગુ … સફળ … તારા એ કાળા ગુલાબનો બગીચો અને એના ગમતાં, પોતાના રંગો આપવા તને મારા સમાજમાંથી ચોખ્ખું જળ જોઈશે ને? તું એ સમાજ પસેથી ઇચ્છે છે ને? ચાલ, હું તારી સાથે છું. જો તારા દ્વારે કોઈ અણધારી ક્ષણે બારણું ખખડે જોરથી .. તો દર વખતે તારો ગ્રાહક ન પણ હોય … કદાચ હું પહોચીશ … તારે દ્વારે, અને ગંગુ, ત્યારે આપણે સાથે મળીને થઈશું રંગ …. રંગ … તેમ છતાં … ગંગાનાં જલ જેવા …. પારદર્શી … બેરંગ છતાં …. રંગીન!
તારી જ સંવેદનભાગી ગંગુ
Email : cbchaitub@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 12
 
 સભ્ય અને બી.બી.સી.ના એક વેળાના નામાંકિત પત્રકાર માર્ટિન બેલ એમના સંઘર્ષ વિશેના પુસ્તક In Harm's Wayમાં લખે છે કે યુરોપ ખંડના બીજા વિશ્વયુદ્ધ અને સંહાર પછી પ૦ વર્ષમાં, આ એક બીજો મોટો સંહાર સર્જાયો – એવો ભીષણ સંહાર કે માનવ ઇતિહાસમાં કાળા અક્ષરે એ લખવો પડશે! ‘scenes from hell, written on the darkest pages of human history.’ માર્ટિન બેલ કહે છે કે પત્રકારત્વનાં જૂનાં મૂલ્યો, સાક્ષીભાવે જોઈ વર્ણન કરવાના અને પછી ભૂલી જવાના – ‘traditions of balanced, dispassionate, objective by standard journalism.’ આ બધું અમાનવીય લાગ્યું છે. પત્રકારત્વ અને માનવીય મૂલ્યોની ખેંચતાણીમાં માનવીય મૂલ્યોનો જય છે અને પોતાને લાગવા માંડ્યું કે પત્રકારત્વ આવું હોવું જોઈએ : “a moral enterprise, informed by an idea of right and wrong.” માર્ટિન બેલ આગળ લખે છે : પોતાના વ્યક્તિત્વમાં અને આંતરખોજમાં મોટા ફેરફારની અનુભૂતિ થઈ રહી છે. The genocide in Bosnia changed me, changed my way of doing things and seeing things.