 મહારાષ્ટ્રમાં વાનરો અને કૂતરાઓની ગેંગ વોરનો અજીબ ખૂની ખેલ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વાનરોએ કૂતરાઓનાં ૨૫૦ જેટલાં ગલુડિયાં મારી નાખ્યાં, તે પછી નાગપુરના વન વિભાગના કર્મચારીઓએ હત્યામાં સામેલ બે વાનરોને પકડીને તેમને જંગલમાં વનવાસ કરવા મોકલી દેવાયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે, બે-ત્રણ મહિના પહેલાં કૂતરાંએ વાનરના એક બચ્ચાને ફેંદી નાખ્યું હતું, તે પછી વાનર સેના વેરની વસૂલાત પર ઊતરી આવી હતી. આ ટોળકીના સભ્યોને રસ્તામાં ગલુડિયું દેખાય તો તેને પકડીને ઊંચી જગ્યાએ લઇ જતા, અને પછી નીચે ફેંકી દેતાં. આવી રીતે ૨૫૦ ગલુડિયાં માર્યાં ગયાં પછી ગામ લોકોએ વન વિભાગની મદદ લીધી હતી.
મહારાષ્ટ્રમાં વાનરો અને કૂતરાઓની ગેંગ વોરનો અજીબ ખૂની ખેલ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વાનરોએ કૂતરાઓનાં ૨૫૦ જેટલાં ગલુડિયાં મારી નાખ્યાં, તે પછી નાગપુરના વન વિભાગના કર્મચારીઓએ હત્યામાં સામેલ બે વાનરોને પકડીને તેમને જંગલમાં વનવાસ કરવા મોકલી દેવાયા છે. ગામ લોકોના કહેવા પ્રમાણે, બે-ત્રણ મહિના પહેલાં કૂતરાંએ વાનરના એક બચ્ચાને ફેંદી નાખ્યું હતું, તે પછી વાનર સેના વેરની વસૂલાત પર ઊતરી આવી હતી. આ ટોળકીના સભ્યોને રસ્તામાં ગલુડિયું દેખાય તો તેને પકડીને ઊંચી જગ્યાએ લઇ જતા, અને પછી નીચે ફેંકી દેતાં. આવી રીતે ૨૫૦ ગલુડિયાં માર્યાં ગયાં પછી ગામ લોકોએ વન વિભાગની મદદ લીધી હતી.
સમાચાર ભલે રમૂજી હોય, પરંતુ તેમાં ગંભીર મુદ્દો પણ સમાયેલો છે; વાનરોઓ ઉત્તરોત્તર શહેરી અને ગ્રામીણ માનવવસાહતોથી ટેવાઈ રહ્યા છે, અને માણસો જે રીતે કરે છે તે બધું જ શીખી રહ્યા છે. “વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે”, એવી ફરિયાદ છેલ્લા અમુક દાયકાઓથી ભારતનાં તમામ શહેરોમાં સંભાળવા મળે છે. તેજ શહેરીકરણના કારણે જેમ જેમ પ્રાકૃતિક જગ્યાઓ ટૂંકી થઇ રહી છે, તેમ તેમ વાનરો માનવજીવન સાથે પનારો પાડી રહ્યા છે.
ભીડભાડવાળા ઇલાકાઓમાં વાનરો ઇલેક્ટ્રિક વાયરો પર લટકતા હોય, મકાનોના ધાબે ઠેકડા મારતા હોય, બાલ્કનીઓમાં બેઠા હોય કે રસોડામાંથી ખાવાનું ઉઠાવી જતા હોય, વરંડામાં ફળ-ફૂલ તોડી જતા હોય તેવો અનુભવ આમ થતો જાય છે. ભારતનાં શહેરોમાં વાનરોના હુમલાના રોજ ૧,૦૦૦ કેસ નોંધાય છે. દિલ્હીમાં ૨૦૧૮માં આવા ૯૫૦ કેસ નોંધાયા હતા.
દિલ્હી હાઈકોર્ટે, ૨૦૦૭માં નગરપાલિકાને આદેશ કર્યો હતો કે વાનરોને દિલ્હી બહાર અસોલા ભટ્ટી વાઈલ્ડલાઈફ સેન્કચૂરીમાં મોકલી દેવામાં આવે. એક દાયકા પહેલાં દિલ્હી સરકારે વાનરોનું પ્રજનન રોકવા માટે ખસીકરણની યોજના બનાવી હતી. એ પછી પણ દિલ્હીમાંથી ‘વાનરોનો ત્રાસ’ ઓછો થયો નથી.

હિમાચલ પ્રદેશમાં, શિમલા જેવા પ્રવાસી સ્થળોએ આ સમસ્યા અતિ ગંભીર છે. ૨૦૧૯માં, શિમલાની સૌથી મોટી હોસ્પિટલમાં વાનરોના હુમલાના રોજ આઠથી દસ કેસ આવતા હતા. ૨૦૧૪-૧૫ના એક સરકારી સર્વે પ્રમાણે, વાનરોના ભેલાણના કારણે હિમાચલમાં ૨૦૦ કરોડ રૂપિયાનો પાક અને બાગકામ ખતમ કરી નાખ્યું હતું.
ડો. ડેનિયલ અલેન સોલોમન નામના અમેરિકન નૃવંસશાસ્ત્રી ૨૦૦૭માં વાનરોનો અભ્યાસ કરવા માટે શિમલા આવ્યા હતા, ત્યારે માણસો સાથે વાનરોના વ્યવહારને જોઈને અચંભિત થઇ ગયા હતા. તેમણે કહ્યું હતું કે વાનરોમાં ખંડણી ઉઘરાવાની કે ચોરી કરવાની સહજ સમજ નથી, પરંતુ માણસો વચ્ચે રહીને તેમને ખાવાનું ન મળે ત્યાં સુધી હાથ પકડી રાખવાનું કે ઝાપટ મારીને લઇ લેવાનું આવડી ગયું છે.
યુનિવર્સિટી ઓફ મૈસુરમાં વાનરશાસ્ત્રી ડૉ. મેવા સિંહના એક રિસર્ચ પેપર અનુસાર ભારતમાં વાનરોની ૨૨ પ્રજાતિ છે. તેમાંથી મોટા ભાગની જંગલોમાં રહે છે, પરંતુ બોન્નેટ મકાક્યુ, રેસુસ મકાક્યુ, લોંગ-ટેઈલ્ડ મકાક્યુ અને હનુમાન લંગૂર પ્રજાતિ માણસોના કાયમી મહેમાન બની ગયા છે. આ પ્રજાતિઓ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની ‘ખતરામાં આવેલી પ્રજાતિ’ની યાદીમાં પણ સામેલ છે. આ જ પ્રજાતિએ માણસોનું જીવવાનું હરામ કરી દીધું છે. ભારતમાં આવા ૫ કરોડ વાનરો શહેરોના રહેવાસી છે.
ગયા જુલાઈ મહિનામાં, કર્ણાટકના હસન જિલ્લાના એક ગામમાં, લોકોએ ૩૮ વાનરોને મારી નાખ્યા હતા. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. વન વિભાગ અને સ્થાનિક પોલીસેને જયારે ખબર પડી કે ગામના ખેડૂતોએ વાનરોની હત્યા બદલ ક્ષમા માગવા માટે હનુમાનજીના મંદિરે વિધિ કરી છે, તે પછી ગામમાં રેડ કરીને સાત લોકોની ધરપકડ કરી હતી. આ ગામ જ્યાં આવેલું છે એ વેસ્ટર્ન ઘાટના ઇલાકામાં માનવો અને વાનરો વચ્ચે ટકરાવના આવી અનેક ઘટનાઓ વધી રહી છે.
ભારતમાં માનવો અને વાનરો વચ્ચે ટકરાવ વધવાનાં મુખ્ય ત્રણ કારણો છે; એક, લીલોતરી ઘટી રહી છે અને સિમેન્ટ-કોન્ક્રીટનાં જંગલો વધી રહ્યાં છે અને બે, વાનરો ભગવાન હનુમાનનો સમાજ કહેવાય છે એટલે લોકોમાં તેમને ખાવાનું આપવાનો અને તેમને સાચવવાનો ભક્તિભાવ છે. ત્રીજું કારણ એ છે કે વસ્તીમાં વધારો થવાથી શહેરોમાં કૂડો-કચરો મોટા પ્રમાણમાં નીકળે છે, જે આ પશુઓ માટે ખોરાકનો સ્રોત બની ગયો છે.
જંગલમાં, વાનરોને ખોરાક માટે દિવસોના દિવસો સુધી મહેનત કરવી પડે છે, કારણ કે ત્યાં ખોરાક ઝાડ પર હોય છે. શહેરોમાં તેમને તે રેડી-મેઈડ મળે છે. કોઈ પણ સડકના ખૂણામાં કચરામાંથી ખાવાનું મળી જાય છે. અજીબ વાત એ છે કે આવા કચરા જેવું ખાઈને તેમના હોર્મોન્સમાં ગડબડ થઇ છે, પરિણામે તેમનામાં આક્રમકતા અને સ્ટ્રેસ વધ્યો છે. દિલ્હી કોર્ટે એટલા માટે જ વાનરોને ખવડાવા પર પ્રતિબંધ મુક્યો છે, પણ માણસોની આસ્થા આગળ આવા આદેશનું કંઈ ચાલતું નથી.
ભારતમાં (દક્ષિણ એશિયાના ઘણા પાડોશી દેશમાં) આ ત્રણ કારણોસર વાનરોની સમસ્યા સૌથી વધારે છે, પરંતુ વાનરો માણસો વચ્ચે આવી ગયા હોવાના ઘણાં ઉદાહરણો વિશ્વનાં અન્ય દેશમાં પણ છે. ૨૦૧૯માં, નેશનલ જિયોગ્રાફી સામયિકે એક ફોટો-સ્ટોરી પ્રગટ કરીને, કેવાં-કેવાં પ્રાણીઓ તેમની પ્રાકૃતિક વસાહત ગુમાવીને માનવ વસાહતોમાં રહેવા આવી ગયાં છે તેનો અહેવાલ પ્રગટ કર્યો હતો.
માણસો અને પ્રાણીઓનું સહઅસ્તિત્વ સદીઓ જૂનું છે, પરતું શહેરીકરણનો વ્યાપ વધવાથી તેનું સંતુલન ખોરવાઈ ગયું છે. વધુને વધુ પ્રાણીઓ માનવ વસાહતમાં રહેવા આવી ગયાં છે, પરિણામે માણસો સાથે તેમનો ટકરાવ પણ વધી રહ્યો છે. આપણે તેને “પ્રાણીઓનો ત્રાસ” અથવા “પ્રાણીઓની ઘુસણખોરી” છીએ, પરંતુ હકીકત એ છે કે માણસ હોવાની તાકાતના જોરે આપણે તેમનાં જંગલને પચાવી પાડ્યાં છે, અને તેઓ તેમનું અસ્તિત્વ બચાવવા માટે સટાસટીનો જંગ ખેલી રહ્યાં છે.
આનો કોઈ ઉપાય? દુનિયાના તમામ નિષ્ણાતો કહે છે આ એક હારી જવાયેલું યુદ્ધ છે. આમાં બંને પક્ષે ખુવારી જ ખુવારી છે. કદાચ માણસ તેની તાકાતના જોરે આવનારી સદીઓમાં તમામ વાઈલ્ડ લાઈફને તહસનહસ કરી નાખશે, પણ પછી એ જીવન જીવવા જેવું હશે ખરું?
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ’, 02 જાન્યુઆરી 2022
 


 ચલચિત્રો – ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ – ફિલ્મનિર્માણમાં વિશ્વભરમાં ભારત અવ્વલ નંબરે છે, જ્યારે વિશ્વભરમાં સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે અમેરિકા પછી બીજા નંબરે છે.
ચલચિત્રો – ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ – ફિલ્મનિર્માણમાં વિશ્વભરમાં ભારત અવ્વલ નંબરે છે, જ્યારે વિશ્વભરમાં સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તે અમેરિકા પછી બીજા નંબરે છે. આ જ્યારે હું લખી રહ્યો છું ત્યારે ૨૬૧ પાનાંનું એક મજબૂત પુસ્તક ‘बोलीवूड के अतिरिक्त (हिन्दी सिनेमा में दलितविमर्श’) મારા હાથમાં છે, જે પહેલી ઑક્ટોબર ૧૯૪૨ના રોજ હિમાચલ પ્રદેશમાં જન્મેલા, ૨૦૦૨માં ગુજરાતના અધિક મુખ્ય સચિવ જેવા ઉચ્ચપદેથી (છ માસ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ) નિવૃત્ત થયેલા  અને હવે ગુજરાત(ગાંધીનગર)ને જ પોતાનું ઘર બનાવી વસી રહેલા, બોલીવૂડની ફિલ્મો સંદર્ભે એકથી વધુ દળદાર ગ્રંથો લખનારા, ગુજરાતના વરિષ્ઠ સનદી અધિકારી વિજય રંચને લખ્યું છે.
આ જ્યારે હું લખી રહ્યો છું ત્યારે ૨૬૧ પાનાંનું એક મજબૂત પુસ્તક ‘बोलीवूड के अतिरिक्त (हिन्दी सिनेमा में दलितविमर्श’) મારા હાથમાં છે, જે પહેલી ઑક્ટોબર ૧૯૪૨ના રોજ હિમાચલ પ્રદેશમાં જન્મેલા, ૨૦૦૨માં ગુજરાતના અધિક મુખ્ય સચિવ જેવા ઉચ્ચપદેથી (છ માસ વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ) નિવૃત્ત થયેલા  અને હવે ગુજરાત(ગાંધીનગર)ને જ પોતાનું ઘર બનાવી વસી રહેલા, બોલીવૂડની ફિલ્મો સંદર્ભે એકથી વધુ દળદાર ગ્રંથો લખનારા, ગુજરાતના વરિષ્ઠ સનદી અધિકારી વિજય રંચને લખ્યું છે. દલિતવિમર્શ પર કેન્દ્રિત થવાને બદલે કથામાં તેનું સવર્ણ છોકરી સાથેનું પ્રેમપ્રકરણ દર્શાવાયું છે. આવી કથાઓમાં ઉચ્ચ જાતિઓનું સન્માન સાચવવા સવર્ણ પાત્રનું મરવું જરૂરી હોય છે …. ને તે સવર્ણ છોકરી અકસ્માતમાં મરી જાય છે ! એક અર્થમાં આપણી હિન્દી ફિલ્મોમાં દલિતોની કથા પણ સવર્ણના માધ્યમથી (તેઓ ઉચ્ચ દેખાય તે રીતે) જ કહેવામાં આવે છે …. ફિલ્મ ‘કાશી : ગંગા કી ખોજ મેં’(૨૦૧૮)માં નાયક કાશી (શરમન જોષી) ડોમ (દલિત) જાતિનો છે ને તેની બહેન ગંગા ગુમ થઈ ગઈ છે ને તેની શોધમાં તે એકથી વધુ ખૂન કરે છે. છતાં આખી ફિલ્મમાં તે ડોમના વ્યવસાયથી જોડાયેલો હોય એવું દર્શાવાતું જ નથી! તેનો પરિવેશ પણ નથી! ….. ‘બનારસ : અ મિસ્ટિક લવસ્ટોરી’(૨૦૦૬)માં સવર્ણ યુવતી દલિત યુવકના પ્રેમમાં પડે છે, તેથી યુવતીનાં માતા-પિતા તે યુવાનની હત્યા કરાવે છે. અંતમાં ઉચ્ચ જાતિનું ગૌરવ જાળવવા તે દલિત યુવકને બ્રાહ્મણ સંસ્કારવાળો, કોઈ બ્રાહ્મણ સ્ત્રીનો ત્યક્ત પુત્ર બતાવવો જરૂરી થઈ પડ્યો! ……. ‘સુજાતા’ (૧૯૫૯) બિમલ રૉયની ફિલ્મ હતી અને તે ફિલ્મ માટે ત્યારે જવાહરલાલ નહેરુએ પણ રૉયને અભિનંદન પાઠવ્યા હતા. આ ફિલ્મમાં એક બ્રાહ્મણ પરિવાર એક દલિત કન્યાને ઉછેરે છે તોયે ફિલ્મમાં બ્રાહ્મણ-દલિત સંવાદ સ્થાપિત થતો જ નથી. તેમાં તો બ્રાહ્મણ-બ્રાહ્મણોનો જ દ્વંદ્વ છે. આ ફિલ્મ આવી ત્યારે ડૉ. આંબેડકર અને તેમના વિચારો પૂરા દેશમાં પ્રચલિત થઈ ચૂક્યા હતા. આ ફિલ્મમાં ડૉ. આંબેડકરનો ઉલ્લેખ પણ આવે છે. તો પણ ‘સામાજિક ક્રાંતિ વિના, રાજકીય ક્રાંતિનો કોઈ અર્થ નથી’ એવા ડૉ. આંબેડકરના વિચારોનો કોઈ પડઘો આ ફિલ્મમાં પડેલો જણાતો નથી …. ‘ચાર દિલ, ચાર રાહે’ (૧૯૫૯) પણ સવર્ણ નાયકની દલિત નાયિકા સાથેની પ્રેમકહાણી છે. સાંસ્કૃતિક પરંપરામાં કૃષ્ણ કાળા છે ને રાધા ગોરી છે, કિન્તુ અહીં નાયક ગોરો છે ને નાયિકા (રાધા) શ્યામ છે ! … ‘મંથન’ (૧૯૭૬) વંચિતોના સશક્તિકરણની કથા છે ને તો પણ તેમના (વંચિતોના) સશક્તિકરણના પ્રદાતા તો તેમાં સવર્ણો જ છે ! …. શ્યામ બનેગેલની ફિલ્મ ‘સમર’ દલિતોની આસપાસ ઘૂમતી કથા જણાય છે. છતાં એમાં દલિત શોધ્યો નજર નથી આવતો ! ….. ‘ચાચી-૪૨૦’નો હીરો પાસવાન (દલિત) હતો (કમલ હાસન), છતાં આ ફિલ્મ એક ઉત્તમ પ્રહસન બની રહી હોવાના કારણે દલિતપ્રશ્નનો મુદ્દો ગૌણ બનીને રહી ગયો … સત્યકામ જાબાલ નામક પૌરાણિક દલિત નાયકના નામ પરથી બની હોવા છતાં ફિલ્મ ‘સત્યકામ’(૧૯૬૯)માં નાયક સત્યકામને બ્રાહ્મણ જાતિનો દર્શાવાયો છે ! …. ભારતીય વર્ણવ્યવસ્થાની સામાજિક સંરચના અને ધાર્મિક દર્શને દલિતો પરના દમનને ઉચિત માન્યું છે. ભગવાન સર્વશક્તિમાન હોવાની ધારણા જ મનુષ્યને દુર્બળ, વિવશ, અજ્ઞાની ને શૂદ્ર બનાવે છે. ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’ (૧૯૪૦, ૧૯૬૪, ૧૯૮૧, ૨૦૧૨) ચાર વાર બની, છતાં તે તમામમાં ચમત્કારો જ દર્શાવાયા, જ્યારે કે સંત જ્ઞાનેશ્વરના પિતા બ્રાહ્મણ હતા, પણ સંસારને માંડવાને કારણે શૂદ્ર ગણાયેલા …. છબીકલાના જાદુગર બાબુભાઈ મિસ્ત્રીની ફિલ્મ ‘રવિદાસ કી અમર કહાની’ (૧૯૮૩), જેમણે બ્રાહ્મણોનો ધંધો ચોપટ કરેલો, જેઓ મીરાંબાઈના ગુરુ બનેલા, તેમના ચમત્કારોની ઘણી વાતો તેમાં છે, પણ દલિતવિમર્શ તો તેમાં ભુલાવી જ દેવામાં આવ્યો. વળી, સંત રવિદાસને પણ આ ફિલ્મે પૂર્વજન્મના બ્રાહ્મણ રાજકુમાર બનાવી દીધા ! …. સંત કબીર પર પણ ભારતભૂષણ જેમાં નાયક હતા તે ‘ભક્ત કબીર’ (૧૯૪૨), ગજાનન જાગીરદારની ‘મહાત્મા કબીર’ (૧૯૫૪), તેલુગુ પરથી ‘સંત કબીરદાસ’ (૨૦૧૦) જેવી એકથી વધુ ફિલ્મો બની છતાં એકેયમાં કબીરના દલિત હોવાની કે દલિતદર્શનની કોઈ જ વાત નથી ! છોગાંમાં આ ફિલ્મોમાં એમને કૃષ્ણનું રૂપ દેવાની પણ ચેષ્ટા થઈ ! ગળામાં રુદ્રાક્ષ અને માથા પર મયૂરપંખ પણ સજાવી દેવાયાં ! … કોઈ ભેદભાવમાં ન માનનારા સાંઈબાબા પર ‘શિરડી કે સાંઈબાબા’ (૧૯૭૭) કે જેમાં રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, હેમા માલિની જેવા કલાકારો હતાં, તેમાં પણ વિજ્ઞાન અને આસ્થાનો છીછરો સંઘર્ષ જ નિરૂપવામાં આવ્યો …. ‘ગુડ્ડુ રંગીલા’(૨૦૧૫)માં નાયક દલિત છે, એની આપણને એ કારણે ખબર પડે છે કે તેના ઘરમાં ડૉ. આંબેડકરનો ફોટો છે અને તેના સંબંધીઓના ઘરમાં માયાવતી-કાંશીરામના ફોટા છે! બાકી આખી ફિલ્મમાં ‘દલિત’નો નામ માત્રનો ઉલ્લેખ નથી ! … ‘બંદૂક’(૨૦૧૩)માં દલિત પાત્ર ભોલા કેવટને અનેક કાવાદાવાથી પોતાના ક્ષેત્રનો બાહુબલી ગુંડો બની જતો દર્શાવાયો છે, જે વાસ્તવમાં દલિતઅસ્મિતાનું વિઘાતક નિરૂપણ માત્ર છે ….  ‘ચોરંગા’ (૨૦૧૬) શીર્ષક જ નકારાત્મક છે પછી ભલે તે દલિતવિમર્શની વાત કરતી હોય. કારણ દલિતના જીવનમાં આટલા બધા રંગો છે જ નહિ, તે રંગો તો કાળા, આછા કાળા કે ભૂખરા જ છે …
દલિતવિમર્શ પર કેન્દ્રિત થવાને બદલે કથામાં તેનું સવર્ણ છોકરી સાથેનું પ્રેમપ્રકરણ દર્શાવાયું છે. આવી કથાઓમાં ઉચ્ચ જાતિઓનું સન્માન સાચવવા સવર્ણ પાત્રનું મરવું જરૂરી હોય છે …. ને તે સવર્ણ છોકરી અકસ્માતમાં મરી જાય છે ! એક અર્થમાં આપણી હિન્દી ફિલ્મોમાં દલિતોની કથા પણ સવર્ણના માધ્યમથી (તેઓ ઉચ્ચ દેખાય તે રીતે) જ કહેવામાં આવે છે …. ફિલ્મ ‘કાશી : ગંગા કી ખોજ મેં’(૨૦૧૮)માં નાયક કાશી (શરમન જોષી) ડોમ (દલિત) જાતિનો છે ને તેની બહેન ગંગા ગુમ થઈ ગઈ છે ને તેની શોધમાં તે એકથી વધુ ખૂન કરે છે. છતાં આખી ફિલ્મમાં તે ડોમના વ્યવસાયથી જોડાયેલો હોય એવું દર્શાવાતું જ નથી! તેનો પરિવેશ પણ નથી! ….. ‘બનારસ : અ મિસ્ટિક લવસ્ટોરી’(૨૦૦૬)માં સવર્ણ યુવતી દલિત યુવકના પ્રેમમાં પડે છે, તેથી યુવતીનાં માતા-પિતા તે યુવાનની હત્યા કરાવે છે. અંતમાં ઉચ્ચ જાતિનું ગૌરવ જાળવવા તે દલિત યુવકને બ્રાહ્મણ સંસ્કારવાળો, કોઈ બ્રાહ્મણ સ્ત્રીનો ત્યક્ત પુત્ર બતાવવો જરૂરી થઈ પડ્યો! ……. ‘સુજાતા’ (૧૯૫૯) બિમલ રૉયની ફિલ્મ હતી અને તે ફિલ્મ માટે ત્યારે જવાહરલાલ નહેરુએ પણ રૉયને અભિનંદન પાઠવ્યા હતા. આ ફિલ્મમાં એક બ્રાહ્મણ પરિવાર એક દલિત કન્યાને ઉછેરે છે તોયે ફિલ્મમાં બ્રાહ્મણ-દલિત સંવાદ સ્થાપિત થતો જ નથી. તેમાં તો બ્રાહ્મણ-બ્રાહ્મણોનો જ દ્વંદ્વ છે. આ ફિલ્મ આવી ત્યારે ડૉ. આંબેડકર અને તેમના વિચારો પૂરા દેશમાં પ્રચલિત થઈ ચૂક્યા હતા. આ ફિલ્મમાં ડૉ. આંબેડકરનો ઉલ્લેખ પણ આવે છે. તો પણ ‘સામાજિક ક્રાંતિ વિના, રાજકીય ક્રાંતિનો કોઈ અર્થ નથી’ એવા ડૉ. આંબેડકરના વિચારોનો કોઈ પડઘો આ ફિલ્મમાં પડેલો જણાતો નથી …. ‘ચાર દિલ, ચાર રાહે’ (૧૯૫૯) પણ સવર્ણ નાયકની દલિત નાયિકા સાથેની પ્રેમકહાણી છે. સાંસ્કૃતિક પરંપરામાં કૃષ્ણ કાળા છે ને રાધા ગોરી છે, કિન્તુ અહીં નાયક ગોરો છે ને નાયિકા (રાધા) શ્યામ છે ! … ‘મંથન’ (૧૯૭૬) વંચિતોના સશક્તિકરણની કથા છે ને તો પણ તેમના (વંચિતોના) સશક્તિકરણના પ્રદાતા તો તેમાં સવર્ણો જ છે ! …. શ્યામ બનેગેલની ફિલ્મ ‘સમર’ દલિતોની આસપાસ ઘૂમતી કથા જણાય છે. છતાં એમાં દલિત શોધ્યો નજર નથી આવતો ! ….. ‘ચાચી-૪૨૦’નો હીરો પાસવાન (દલિત) હતો (કમલ હાસન), છતાં આ ફિલ્મ એક ઉત્તમ પ્રહસન બની રહી હોવાના કારણે દલિતપ્રશ્નનો મુદ્દો ગૌણ બનીને રહી ગયો … સત્યકામ જાબાલ નામક પૌરાણિક દલિત નાયકના નામ પરથી બની હોવા છતાં ફિલ્મ ‘સત્યકામ’(૧૯૬૯)માં નાયક સત્યકામને બ્રાહ્મણ જાતિનો દર્શાવાયો છે ! …. ભારતીય વર્ણવ્યવસ્થાની સામાજિક સંરચના અને ધાર્મિક દર્શને દલિતો પરના દમનને ઉચિત માન્યું છે. ભગવાન સર્વશક્તિમાન હોવાની ધારણા જ મનુષ્યને દુર્બળ, વિવશ, અજ્ઞાની ને શૂદ્ર બનાવે છે. ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’ (૧૯૪૦, ૧૯૬૪, ૧૯૮૧, ૨૦૧૨) ચાર વાર બની, છતાં તે તમામમાં ચમત્કારો જ દર્શાવાયા, જ્યારે કે સંત જ્ઞાનેશ્વરના પિતા બ્રાહ્મણ હતા, પણ સંસારને માંડવાને કારણે શૂદ્ર ગણાયેલા …. છબીકલાના જાદુગર બાબુભાઈ મિસ્ત્રીની ફિલ્મ ‘રવિદાસ કી અમર કહાની’ (૧૯૮૩), જેમણે બ્રાહ્મણોનો ધંધો ચોપટ કરેલો, જેઓ મીરાંબાઈના ગુરુ બનેલા, તેમના ચમત્કારોની ઘણી વાતો તેમાં છે, પણ દલિતવિમર્શ તો તેમાં ભુલાવી જ દેવામાં આવ્યો. વળી, સંત રવિદાસને પણ આ ફિલ્મે પૂર્વજન્મના બ્રાહ્મણ રાજકુમાર બનાવી દીધા ! …. સંત કબીર પર પણ ભારતભૂષણ જેમાં નાયક હતા તે ‘ભક્ત કબીર’ (૧૯૪૨), ગજાનન જાગીરદારની ‘મહાત્મા કબીર’ (૧૯૫૪), તેલુગુ પરથી ‘સંત કબીરદાસ’ (૨૦૧૦) જેવી એકથી વધુ ફિલ્મો બની છતાં એકેયમાં કબીરના દલિત હોવાની કે દલિતદર્શનની કોઈ જ વાત નથી ! છોગાંમાં આ ફિલ્મોમાં એમને કૃષ્ણનું રૂપ દેવાની પણ ચેષ્ટા થઈ ! ગળામાં રુદ્રાક્ષ અને માથા પર મયૂરપંખ પણ સજાવી દેવાયાં ! … કોઈ ભેદભાવમાં ન માનનારા સાંઈબાબા પર ‘શિરડી કે સાંઈબાબા’ (૧૯૭૭) કે જેમાં રાજેન્દ્રકુમાર, મનોજકુમાર, હેમા માલિની જેવા કલાકારો હતાં, તેમાં પણ વિજ્ઞાન અને આસ્થાનો છીછરો સંઘર્ષ જ નિરૂપવામાં આવ્યો …. ‘ગુડ્ડુ રંગીલા’(૨૦૧૫)માં નાયક દલિત છે, એની આપણને એ કારણે ખબર પડે છે કે તેના ઘરમાં ડૉ. આંબેડકરનો ફોટો છે અને તેના સંબંધીઓના ઘરમાં માયાવતી-કાંશીરામના ફોટા છે! બાકી આખી ફિલ્મમાં ‘દલિત’નો નામ માત્રનો ઉલ્લેખ નથી ! … ‘બંદૂક’(૨૦૧૩)માં દલિત પાત્ર ભોલા કેવટને અનેક કાવાદાવાથી પોતાના ક્ષેત્રનો બાહુબલી ગુંડો બની જતો દર્શાવાયો છે, જે વાસ્તવમાં દલિતઅસ્મિતાનું વિઘાતક નિરૂપણ માત્ર છે ….  ‘ચોરંગા’ (૨૦૧૬) શીર્ષક જ નકારાત્મક છે પછી ભલે તે દલિતવિમર્શની વાત કરતી હોય. કારણ દલિતના જીવનમાં આટલા બધા રંગો છે જ નહિ, તે રંગો તો કાળા, આછા કાળા કે ભૂખરા જ છે … ‘સન્નિધાન' નામે ૨૫ વર્ષથી શિબિરો યોજીને મેં સારી પૅઠે અજમાવેલો એક ઇલાજ છે – દીવાલો વિનાની યુનિવર્સિટી. યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ.
‘સન્નિધાન' નામે ૨૫ વર્ષથી શિબિરો યોજીને મેં સારી પૅઠે અજમાવેલો એક ઇલાજ છે – દીવાલો વિનાની યુનિવર્સિટી. યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ.