ભીતરમાં પોઢ્યા સૌ જાગો, જુઓ, દેશ આ ક્યાં છે?
મસ્તમુલાયમ સુખ સૌ ત્યાગો જુઓ આ દેશ ક્યાં છે!
હતો સમય તે, દેશદાઝના
ઘોષ ગગનમાં ગાજે
તકવાદી સરકારોથી
કેવી બરબાદી આજે!
કેટકેટલી જલતી આગો જુઓ, દેશ આ ક્યાં છે!
ભીતરમાં પોઢ્યા સૌ જાગો, જુઓ, દેશ આ ક્યાં છે!
યાદ કરો નેતાઓની તે
ઇન્કિલાબની હાકલ !
શ્વાસોમાં તોફાન ભરીને
આગળ ને આગળ ચલ.
ખુદની કાયરતાથી ભાગો જુઓ, દેશ આ ક્યાં છે
ભીતરમાં પોઢ્યા સૌ જાગો જુઓ, દેશ આ ક્યાં છે
બલિદાનોનાં શબની
અગણિત જ્વાળાના અજવાળે
રાહ પામવી નવઘડતરની
નાનકડાં સૌ બાળે!
મત આપ્યાનો હક સૌ માગો જુઓ, દેશ આ ક્યાં છે !
ભીતરમાં પોઢ્યા સૌ જાગો જુઓ, દેશ આ ક્યાં છે !
સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 16
![]()


દેશમાં વર્ષા ઋતુ ચાલે છે. વરસાદ આવે, ન પણ આવે. દેશમાં કોરોના પણ ચાલે છે, ચાલ્યા જ કરે છે. વરસાદ ગંદકી ધોઇ નાખે, ગંદકી વધે પણ ખરી. ગંદકી વધે તો કોરોના વધે? ત્યારે કોઈ પણ રોગ વધે તેમ કોરોના ય વધે.
ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝે – ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’ લખી છે.
આ નવલનો સારામાં સારો અંગ્રેજી અનુવાદ મળે છે, એડિથ ગ્રૉસમન પાસેથી. એડિથ ફિલાડેલ્ફીઆમાં જન્મી છે. માર્ક્વેઝની ઉત્તમ અનુવાદક છે. એણે કરેલો ‘ડૉન કિહોટે’-નો અનુવાદ જગમશહૂર છે. એ મારિયો વર્ગાસ લોસા અને બીજા નામાંકિત સ્પૅનિશ-ભાષી લેખકોની પણ એટલી જ પ્રશસ્ત અનુવાદક છે.