જે લોકો
પુનર્જન્મમાં માને છે
એમાંથી
એકવીસમી સદીમાં મર્યાં
એ
વિરોધી ધર્મમાં જન્મે છે.
પહેલા ગાળો આપતા હતા,
હવે
ગાળો ખાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()
જે લોકો
પુનર્જન્મમાં માને છે
એમાંથી
એકવીસમી સદીમાં મર્યાં
એ
વિરોધી ધર્મમાં જન્મે છે.
પહેલા ગાળો આપતા હતા,
હવે
ગાળો ખાય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()
કવિતાના પ્રાણમાં
પ્રચ્છન્ન કે પ્રગટ પુછાતો પ્રશ્ન હોય છે,
સમાજને, સત્તાને, સ્વયમ્ સૌની સમજને.
*
વેદનાની સ્મૃતિમાંથી સરતા શબ્દો હૃદયસ્પર્શી હોય છે,
વ્રણમાંથી વહેતા શબ્દો વિરલ હોય છે,
માનવીય અસ્તિત્વનો આધાર હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()
મહા બદમાશ છે પણ કોઈ સારું કામ કરવાનો,
હવેનો કોઈ રાવણ કોઈ સારું કામ કરવાનો !
બધા ભેગા મળીને માત્ર કરવાના અહીં ચોવટ,
અટૂલો એકલો જણ કોઈ સારું કામ કરવાનો !
તને રંગોથી નવડાવી દીધાનું યાદ આવે છે,
ફરી આવીને ફાગણ કોઈ સારું કામ કરવાનો !
ન માગ્યું કંઈ સુદામાએ જઈને કૃષ્ણની પાસે,
ગરીબ એકાદ બ્રાહ્મણ કોઈ સારું કામ કરવાનો !
પ્રથમ પોતાને આનંદિત કરે એવું બજાવે છે,
પછી શ્રોતાને કારણ કોઈ સારું કામ કરવાનો !
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()

