મોમ, તને બા કહું તો ગમે?
શું છે કે જરા ગુજરાતી લાગીએ
ડેડને ય ડેડનો બીજો અર્થ ખબર નથી?
તો બાપુજી કહું તો જરા ઘરેલું લાગે!
તમે બંને મારે માટે નીચું ઘાલીને
કમાવામાં પડ્યાં છો તો
જરા આજુબાજુ પણ જુઓ
નહીં તો ભૂલી જશો બધું
આ રાખોડી જેવું ઊડયુંને
તેને કબૂતર કહેવાય
ને બા, જરા ઊંચે જો!
એ વાદળ છે
એ વરસેને તો મેઘધનુષ થાય
ને બાપા, આ પથારી પારિજાતની છે
તમે એના પર નથી ઊંઘતા
એટલે સોનપરી સૂએ છે
તમે બંને થોડું મારી સામે રડોને, પ્લીઝ!
મને ગમશે
ગાલ પરથી થોડું પ્રેશર વહી જશેને
તો રોજ માપવું નહીં પડે
સાચાં આંસું મોળી ચાને મીઠી બનાવે છે
જે પાન પર પડેલાં ઝાકળમાંથી
સૂર્યને પડઘાતો જુએ છે
તેનું અંતર અજવાળાઈ જતું હોય છે
ને મારું માનો તો બંને
એક વાર દરિયે જઇ આવો
એ ખાલી થઈ ગયો છે
કારણ એનું જળ
તમે આંખોમાં ભરી રાખ્યું છે
જરા એને પણ ભરી આવો, પ્લીઝ!
સાચું કહું,
તમે અડધી સદીએ પહોંચવાના
પણ વર્ષો જ પસાર કર્યાં છે
તમે લોકો જીવવાનું ક્યારે શરૂ કરશો?
તમે જીવો તો થોડું હું પણ …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


“બૌદ્ધિકો એટલે પોતાના એકદંડિયા મહેલમાં બેસીને ‘બૌદ્ધિકો દ્વારા, બૌદ્ધિકો માટે અને બૌદ્ધિકોનું’ સંશોધન કરતા લોકો.” ધીરુભાઈ શેઠને મળતાં, તેમની સાથે વાત કરતાં આ માન્યતાનો છેદ ઊડી જતો જણાતો. ૭ મે, ૨૦૨૧ના રોજ, ૮૫ વર્ષની વયે દિલ્હીમાં તેમનું અવસાન થયું, એ દેશના બૌદ્ધિક જગતને પડેલી મોટી ખોટ કહી શકાય.
ભણાવતા તેજસ્વી પ્રોફેસર રજની કોઠારી, ભીખુભાઈ પારેખ વગેરે વિવિધ શાખાઓના લોકો મળતા. વિવિધ મુદ્દે વાદવિવાદ, તર્ક તેમ જ ચર્ચાઓની એવી રંગત જામતી કે ત્રણ-ચાર કલાક ક્યાં ય પસાર થઈ જતા અને માનસમાં એક નવી જ સમજણનો ઉઘાડ થઈ જતો.
અજય પાઠક, ભાવનગરના પ્રશ્નોરા નાગર અને નિવૃત્ત અધિકારી, સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર. એંસી આસપાસની ઉંમરે આઠમીને શનિવારે કોરોનાગ્રસ્ત થઈને શહેરની સર તખ્તસિંહજી હૉસ્પિટલમાં અવસાન પામ્યા. સાહિત્યવ્યાસંગી અને કલાનુરાગી એવા અજય પાઠક છેલ્લાં વર્ષોમાં સાહિત્ય પરિષદનાં અધિવેશન અને જ્ઞાનસત્ર તથા સદ્ભાવના પર્વના અહેવાલલેખનકાર તરીકે ઘણાને યાદ આવશે.