ડરી ગયો શશી પછી સરી ગયો સ્વદાગમાં
બધા ય તારલા વળી ઠરી મર્યા ગુમાનમાં
અતાગ રાત છે અઠંગ શ્યામ રંગની બધે
ભળે કશું ય તુર્ત ત્યાં જ શ્યામ રંગનું ઠરે
મળે ન વૃક્ષ વૃક્ષનો અભાવ ના મળે હવે
મળે સુગંધ ફૂલનો પ્રભાવ ના મળે હવે
અવાજ અંધકાર છે અવાચ અંધકાર છે
અભાન તો અભાન આજ ભાન અંધકાર છે
દયા હયા લગાવ ઘાવ જીવ અંધકાર છે
નખે ઠરેલ હિંસ્ર શ્યામ વર્ણનો પ્રકાર છે
પ્રકાર અંધકારનો અઘોર અંધકાર છે
ડરામણી ક્ષણો અપાર કૈંક સૂક્ષ્મપાર છે
કશું ન દૂર ભાસતું કશી ન ભ્રાંતિ લાગતી
બહાર-માંહ્ય એક રીત આંખ શાંતિ પામતી
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2021; પૃ. 13
 


 દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવાના પ્રયાસો નિષ્ફળ જતાં, સ્થાનિક દમનને ન્યાયી ઠેરવવાવાળી આંતરરાષ્ટ્રીય ષડયંત્ર વિશેની માન્યતાઓનો રાફડો ફાટ્યો છે. તો હવે પછીના સમયમાં આ માન્યતાઓ આ પૃથ્વીની બહારના પરિબળોનો હાથ પણ આમાં જોશે કે શું?
દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવાના પ્રયાસો નિષ્ફળ જતાં, સ્થાનિક દમનને ન્યાયી ઠેરવવાવાળી આંતરરાષ્ટ્રીય ષડયંત્ર વિશેની માન્યતાઓનો રાફડો ફાટ્યો છે. તો હવે પછીના સમયમાં આ માન્યતાઓ આ પૃથ્વીની બહારના પરિબળોનો હાથ પણ આમાં જોશે કે શું? સુપ્રતિષ્ઠ અને સુકીર્તિત, એક રીતે જોતાં લગભગ અદ્વિતીય જેવી અશોક યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન અને જાહેર બૌદ્ધિક પ્રતાપભાનુ મહેતાએ રાજીનામું આપવાપણું જોયું એ ઘટનાને કેવી રીતે જોશું, વારુ? આમ તો, એક અર્થમાં, આ પ્રશ્નનો ઉત્તર રળ સોંસરો હોવો જોઈએ; કેમ કે પ્રતાપ ભાનુએ પોતાના રાજીનામા સબબ જાહેરમાં જણાવ્યું છે કે મારું જોડાણ યુનિવર્સિટી માટે ‘પોલિટિકલ લાયેબિલિટી’ (રાજકીય બોજ ને જવાબદારી) બની શકે છે. એમણે કેટલાક ટ્રસ્ટીઓ સાથેની ચર્ચાને પગલે આ વિધાન કર્યું છે એટલે એની ગંભીરતા સ્વયંસ્પષ્ટ છે. દેશપરદેશનાં વિદ્યાધામો સાથે સંકળાયેલા અને આપણે ત્યાં પણ ઉચ્ચ સ્તરે નીતિનિર્ધારણ વિમર્શમાં કાર્યરત રહેતા આવેલા પ્રતાપ ભાનુ હોદ્દા નિરપેક્ષપણે પ્રકાશે એવી પ્રતિભા છે. એકવાર રવીન્દ્રનાથે જે કહેલું તે જેમને બરાબર લાગુ પડી શકે એવી શખ્સિયતો પૈકી એ એક છેઃ મને વિદ્વાનો આપો, રવીન્દ્રનાથે કહ્યું હતું અને ઉમેર્યું હતું, એ આવશે અને એમની ફરતે યુનિવર્સિટીઓ રચાતી આવશે.
સુપ્રતિષ્ઠ અને સુકીર્તિત, એક રીતે જોતાં લગભગ અદ્વિતીય જેવી અશોક યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન અને જાહેર બૌદ્ધિક પ્રતાપભાનુ મહેતાએ રાજીનામું આપવાપણું જોયું એ ઘટનાને કેવી રીતે જોશું, વારુ? આમ તો, એક અર્થમાં, આ પ્રશ્નનો ઉત્તર રળ સોંસરો હોવો જોઈએ; કેમ કે પ્રતાપ ભાનુએ પોતાના રાજીનામા સબબ જાહેરમાં જણાવ્યું છે કે મારું જોડાણ યુનિવર્સિટી માટે ‘પોલિટિકલ લાયેબિલિટી’ (રાજકીય બોજ ને જવાબદારી) બની શકે છે. એમણે કેટલાક ટ્રસ્ટીઓ સાથેની ચર્ચાને પગલે આ વિધાન કર્યું છે એટલે એની ગંભીરતા સ્વયંસ્પષ્ટ છે. દેશપરદેશનાં વિદ્યાધામો સાથે સંકળાયેલા અને આપણે ત્યાં પણ ઉચ્ચ સ્તરે નીતિનિર્ધારણ વિમર્શમાં કાર્યરત રહેતા આવેલા પ્રતાપ ભાનુ હોદ્દા નિરપેક્ષપણે પ્રકાશે એવી પ્રતિભા છે. એકવાર રવીન્દ્રનાથે જે કહેલું તે જેમને બરાબર લાગુ પડી શકે એવી શખ્સિયતો પૈકી એ એક છેઃ મને વિદ્વાનો આપો, રવીન્દ્રનાથે કહ્યું હતું અને ઉમેર્યું હતું, એ આવશે અને એમની ફરતે યુનિવર્સિટીઓ રચાતી આવશે.