છોટાને કર્યો મોટો, મોટાને હટાવીને,
સાંપ્રતને ખરીદ્યો છે ભૂતકાળ વટાવીને.
સીધાની નથી આશા, ત્રાંસાની નરી અટકળ,
ફેંકે છે દડો કેવો ફરતો એ લટાવીને.
બોલે છે હવે એક જ એ નામ રટાવેલું,
રાખ્યો છે નજર સામે પોપટને રટાવીને.
નરસિંહને કહે નાચો, મીરાંને કહે ગાઓ,
પરજા છે! લખે હૂંડી  કૈં ગટ્ટગટાવીને.
બે-જણને જમાડે બે, બાજોઠ બિછાવીને,
રૈયતને કરે રાજી, કોણીઓ ચટાવીને.
27/2/2021

Image courtesy : "The Deccan Chronicle", 26 February 2021
 
 બોલે તેના બોર વેચાય – એવી કહેવત છે. તે chheમાં મહિમા બોલવાનો છે. તમારી વાત બીજા સુધી પહોંચાડવી હોય તો તે બીજાઓ તરફ વહેતી મૂકવી પડે. તે વિના કોઈને એની ખબર ના પડે. એનો અર્થ એવો પણ ખરો કે બહુ બોલબોલ કરવાથી પણ બગાડ થાય. લવારા તે બોલવું નથી. એટલે જ  કહેવત એવી પણ છે કે ન બોલવામાં નવગુણ. અહીં નવ- નકાર સૂચવે છે. આપણામાં ઘણા એવા છે જે બોલવામાં જ સાર જુએ છે. બહુ બોલવાથી માણસ માન ગુમાવે છે ને એમાં ઘણીવાર બેવકૂફ બનવાનું પણ આવે છે. આપણા ઘણા નેતાઓ અસરકારક રીતે બોલે છે તો કેટલાક એવા પણ છે કે એ ન બોલે તો એમની શોભા રહે.