 મંગળવાર એટલે કે 1 સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 4.0 લાગુ કરવામાં આવ્યું છે. તેનો અર્થ શું છે તેની ગણતરી કરવાનું હવે બંધ કરી દીધું છે અને કોઈ તેને સાચા અર્થમાં સમજી શકે તેમ નથી. ભારત સરકાર ખરેખર ઘણી વસ્તુઓ બંધ રાખી કોરોના ચેપને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરી રહી હતી. જો સરકાર લોકોને એકબીજાથી દૂર રાખે અને સેવાઓથી વંચિત રાખે છે, તો કોરોનાનું સંક્રમણ ધીમું થાય. આના માટે કેટલાક નિયમો બન્યા, જે સમજાવા અઘરા છે. ઉદાહરણ તરીકે, વિમાની મુસાફરી મે મહિનાથી શરૂ થઈ છે પરંતુ લૉક ડાઉનની શરૂઆતથી જ રેલવે બંધ કરાઈ છે. દરરોજ લગભગ 17,000 જેટલી નિયમિત ટ્રેનની જગ્યાએ ફક્ત 230 વિશેષ ટ્રેનો દોડી રહી છે. વિમાનો સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલી શકે, પણ ટ્રેન દોડી ન શકે તેમાં તર્ક શું છે? કેમ કે, વિમાનમાં પણ મુસાફરો વચ્ચે દો ગજકી દૂરી હોતી નથી.
મંગળવાર એટલે કે 1 સપ્ટેમ્બરથી દેશમાં અનલોક 4.0 લાગુ કરવામાં આવ્યું છે. તેનો અર્થ શું છે તેની ગણતરી કરવાનું હવે બંધ કરી દીધું છે અને કોઈ તેને સાચા અર્થમાં સમજી શકે તેમ નથી. ભારત સરકાર ખરેખર ઘણી વસ્તુઓ બંધ રાખી કોરોના ચેપને નિયંત્રણમાં રાખવા પ્રયાસ કરી રહી હતી. જો સરકાર લોકોને એકબીજાથી દૂર રાખે અને સેવાઓથી વંચિત રાખે છે, તો કોરોનાનું સંક્રમણ ધીમું થાય. આના માટે કેટલાક નિયમો બન્યા, જે સમજાવા અઘરા છે. ઉદાહરણ તરીકે, વિમાની મુસાફરી મે મહિનાથી શરૂ થઈ છે પરંતુ લૉક ડાઉનની શરૂઆતથી જ રેલવે બંધ કરાઈ છે. દરરોજ લગભગ 17,000 જેટલી નિયમિત ટ્રેનની જગ્યાએ ફક્ત 230 વિશેષ ટ્રેનો દોડી રહી છે. વિમાનો સંપૂર્ણ ક્ષમતા સાથે ચાલી શકે, પણ ટ્રેન દોડી ન શકે તેમાં તર્ક શું છે? કેમ કે, વિમાનમાં પણ મુસાફરો વચ્ચે દો ગજકી દૂરી હોતી નથી.
એપ્રિલ-મે મહિનામાં આશરે 30 લાખ લોકો સુરત અને આજુબાજુના ઔદ્યોગિક વિસ્તારોમાંથી સ્થળાંતરિત થયા. જુલાઇ ૩૧, ૨૦૨૦ના રોજ પ્રકાશિત ‘ફ્રન્ટલાઇન’ મેગેઝિનના અહેવાલમાં આ જણાવાયું છે. આ લોકોને ફરીથી કામ પર લાવવાનો કોઈ રસ્તો નથી. એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે મિલમાલિકો અને અન્ય ઉદ્યોગપતિઓએ વિમાન દ્વારા કામદારોને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે. પરંતુ સવાલ એ છે કે રેલવે શા માટે ટ્રેન ચલાવતી નથી? અહેવાલો મુજબ દિલ્હી મેટ્રો આ અઠવાડિયે શરૂ થશે અને તેની ક્ષમતાના પચાસ ટકા પર કામ કરશે. (સવાલ એ છે કે એરલાઇન્સમાં આવો નિયમ શા માટે નથી?) મુંબઈની જીવાદોરી ગણાતી મુંબઈ લોકલ બંધ થઈ ગઈ છે. શાળાઓ અને કોલેજો બંધ છે, પરંતુ પરીક્ષાઓ લેવાની પ્રક્રિયા ચાલુ છે. જો શાળા-કોલેજને ઑનલાઇન વર્ગો લેવા માટે કહેવાતું હોય, તો પછી પરીક્ષાકેન્દ્ર પર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે કેમ બોલાવી રહ્યા છીએ?
સિનેમા પણ બંધ છે. કારણ કે શારીરિક અંતર જાળવવા માટે માત્ર પચીસ ટકાની ક્ષમતાથી તેને ચલાવવાનું નુકસાનકારક નીવડે. પરંતુ ફિલ્મનો સમયગાળો દેશની કોઈ પણ હવાઈ મુસાફરી જેટલો જ હોય છે અને થિયેટરો અને વિમાનોની સીટો પણ લગભગ સમાન અંતરે હોય છે. તો પછી થિયેટરો કેમ બંધ છે? વડા પ્રધાન મોદીની પદ્ધતિ જોતાં આ નિર્ણયોમાં થોડી ‘નૈતિકતા’ સામેલ લાગે છે. ઉદાહરણ તરીકે, રેસ્ટોરાં ખોલવાની છૂટ છે, પરંતુ બાર બંધ રાખવામાં આવે છે.
આ સિવાય કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેટલીક ગેરસમજો છે. ઉદાહરણ તરીકે, કેન્દ્રે જિમ ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ રાજ્યો આવી મંજૂરી આપી રહ્યાં નથી. અન્ય દેશોમાં લૉક ડાઉન ત્યાં મોટા ભાગનાં સ્થળોએ સ્વૈચ્છિક હતું. ભારતમાં તેને કરફ્યૂનું સ્વરૂપ આપવામાં આવ્યું. આજે પણ વાહન લઈને બહાર નીકળનાર યોગ્ય પોલીસની પૂછપરછમાં યોગ્ય કારણ ન આપી શકે, તો મુંબઈ પોલીસ તેનું વાહન જપ્ત કરી શકે. સવાલ એ છે કે યોગ્ય કારણ શું હોવું જોઈએ, તે પોલીસ નક્કી કરે છે. એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે અરજી કરવાની રહેશે અને તેની મંજૂરી આપવામાં આવશે કે નહીં તેની જવાબદારી રાજ્યની છે.
કોરોનાના ચેપને રોકવાના પ્રયાસમાં, ભારતે નાગરિકોને આવશ્યક સેવાઓથી વંચિત રાખ્યા. શું ફાયદો થયો? ભારત એકમાત્ર દેશ છે જ્યાં માર્ચથી કોરોના ચેપની સંખ્યા સતત વધી રહી છે. કોરોના ચેપને રોકવાનો એકમાત્ર રસ્તો મોટા ભાગે સામૂહિક વર્તન પર આધારિત છે. પરંતુ બેઠકોમાં કેન્દ્રીય પ્રધાન પણ તેના માસ્ક વિના બેઠા જોવા મળે છે. આ લોકો નાગરિકોને સારી વર્તણૂક માટે કેવી રીતે કહી શકે? અને કહી શકતા નથી એટલે નિયમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. પરંતુ દરેક નિયમ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. કોરોનાના કેસની વધતી સંખ્યા તેનો પુરાવો છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 07 સપ્ટેમ્બર 2020; પૃ. 13
 


 બિહારમાં આવી રહેલી ચૂંટણીમાં ભા.જ.પ. તરફથી ઉછાળાયેલો મુદ્દો કયો છે? અભિનેતા સુશાંતસિંઘના અપમૃત્યુનો. સરકારના તઘલકી નિર્ણયોને કારણે વતન પહોંચવા માટે અમાનુષી હાડમારી વેઠનારા અને ઘણા કિસ્સામાં જીવ ગુમાવનારા શ્રમિકો બિહાર ભા.જ.પ.ને યાદ નથી આવતા. આ સવાલ ‘ત્યારે-તમે-ક્યાં-હતા’ પ્રકારનો નહીં, પણ એક પક્ષની-એક સરકારની બેશરમ પ્રાથમિકતા અંગેનો છે. બીજો સવાલ એક વ્યક્તિના અપમૃત્યુને વટાવી ખાવાની હલકી અને બીમાર માનસિકતાનો છે. તેનું એક પ્રતીક છે તસવીરમાં દેખાતી, બિહાર ભા.જ.પે. જારી કરેલી ડી.વી.ડી..
બિહારમાં આવી રહેલી ચૂંટણીમાં ભા.જ.પ. તરફથી ઉછાળાયેલો મુદ્દો કયો છે? અભિનેતા સુશાંતસિંઘના અપમૃત્યુનો. સરકારના તઘલકી નિર્ણયોને કારણે વતન પહોંચવા માટે અમાનુષી હાડમારી વેઠનારા અને ઘણા કિસ્સામાં જીવ ગુમાવનારા શ્રમિકો બિહાર ભા.જ.પ.ને યાદ નથી આવતા. આ સવાલ ‘ત્યારે-તમે-ક્યાં-હતા’ પ્રકારનો નહીં, પણ એક પક્ષની-એક સરકારની બેશરમ પ્રાથમિકતા અંગેનો છે. બીજો સવાલ એક વ્યક્તિના અપમૃત્યુને વટાવી ખાવાની હલકી અને બીમાર માનસિકતાનો છે. તેનું એક પ્રતીક છે તસવીરમાં દેખાતી, બિહાર ભા.જ.પે. જારી કરેલી ડી.વી.ડી.. ફેબ્રુઆરી, 1986માં હું અમેરિકાથી ભણીને મુંબઈ પાછો આવ્યો હતો અને ઑક્ટોબર મહિને હું ‘ઇન્ડિયન પોસ્ટ’ નામે એક નવા દૈનિકના કામ કરવા જોડાવાનો હતો; એ વચ્ચેનો સમય કેમ ગાળવો?  ‘ઈમ્પ્રિન્ટ’ નામે એક સામયિક ત્યારે પ્રકાશિત થતું હતું. એપ્રિલમાં ઈમ્પ્રિન્ટના તંત્રી વીર સંઘવીને મળવાનું થયું. એમણે મને કહ્યું કે ‘તું ગુજરાત જા, ત્યાં કોમી રમખાણો વાર-તહેવારે થયા કરે છે. ગાંધીનો પ્રદેશ છે, તો એવું કેમ?’
ફેબ્રુઆરી, 1986માં હું અમેરિકાથી ભણીને મુંબઈ પાછો આવ્યો હતો અને ઑક્ટોબર મહિને હું ‘ઇન્ડિયન પોસ્ટ’ નામે એક નવા દૈનિકના કામ કરવા જોડાવાનો હતો; એ વચ્ચેનો સમય કેમ ગાળવો?  ‘ઈમ્પ્રિન્ટ’ નામે એક સામયિક ત્યારે પ્રકાશિત થતું હતું. એપ્રિલમાં ઈમ્પ્રિન્ટના તંત્રી વીર સંઘવીને મળવાનું થયું. એમણે મને કહ્યું કે ‘તું ગુજરાત જા, ત્યાં કોમી રમખાણો વાર-તહેવારે થયા કરે છે. ગાંધીનો પ્રદેશ છે, તો એવું કેમ?’ ઘણાં વર્ષો પછી સુરેશ જોષી યાદ રહેશે માત્ર એમની પોતાની કૃતિઓ અને સાહિત્યક્ષેત્રે પ્રદાન માટે નહીં, પણ યુવાન સર્જકોને પ્રયોગશીલ સાહિત્ય રચવા પ્રોત્સાહન આપવા માટે. રોબર્ટ ફ્રોસ્ટની એક કવિતા મુજબ, સુરેશભાઈ હંમેશાં આંગળી ચીંધતા એ રસ્તે કે જે રસ્તો લેતાં લોકો અચકાતા. પોતાની સર્જનાત્મકતા સાથે ચેડાં કર્યા વગર, કામચલાઉ સમાધાન કરવાને બદલે નવીનતા પર લક્ષ્ય રાખી સાહિત્ય રચવું એ જ એમનો ઉદ્દેશ હતો.
ઘણાં વર્ષો પછી સુરેશ જોષી યાદ રહેશે માત્ર એમની પોતાની કૃતિઓ અને સાહિત્યક્ષેત્રે પ્રદાન માટે નહીં, પણ યુવાન સર્જકોને પ્રયોગશીલ સાહિત્ય રચવા પ્રોત્સાહન આપવા માટે. રોબર્ટ ફ્રોસ્ટની એક કવિતા મુજબ, સુરેશભાઈ હંમેશાં આંગળી ચીંધતા એ રસ્તે કે જે રસ્તો લેતાં લોકો અચકાતા. પોતાની સર્જનાત્મકતા સાથે ચેડાં કર્યા વગર, કામચલાઉ સમાધાન કરવાને બદલે નવીનતા પર લક્ષ્ય રાખી સાહિત્ય રચવું એ જ એમનો ઉદ્દેશ હતો.