= = = = જેમ રાજાશાહીમાં રાજા ગાંડિયો હોય તો પણ બુદ્ધિશાળી ગણાતો તેમ લોકશાહીમાં પણ વડો નેતા જેવો પણ હોય, સર્વોચ્ચ અને બુદ્ધિશાળી જ ગણાય છે. રાજાશાહીમાં તેમ લોકશાહીમાં ય હજૂરિયાઓ હોય છે ને તેઓ નેટવર્ક બનાવીને પ્રજાને ભોળવે છે. પ્રજામાનસ પણ એવું ભોળિયું કે ભોળવાય જ… = = =
= = = = આયોનેસ્કો નેતાને વિશેના લોકોના મોહને કદાચ માફ કરે છે પણ હેડલેસ હેડ્સની વાસ્તવિકતાને નિર્મમતાથી ખુલ્લી કરે છે. આપણે શોધવા બેસીએ તો નજીકથી માંડીને દૂર સુધીના આપણા નેતાઓ, આપણા હેડ્સ, હેડ વિનાના મળી આવે, તો નવાઈ નહીં.
= = = =
ટ્રમ્પ મહાશય તાજેતરમાં એવું બોલ્યા કે આ પાન્ડેમિક, એટલે કે, કોરોના, હવે પતી જવામાં છે.
એમના આ વરતારાએ અમેરિકાના તેમ જ દુનિયાભરના બુદ્ધિશાળીઓને વિમાસણમાં મૂકી દીધા. આ મહામારીના નિકાલ માટે રાતદિવસ ભેજું કસીને રસી અને દવા શોધી રહેલા વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો તો સાવ ચૉંકી ગયા. ડૅટા-કલેક્ટર્સ વિચારમાં પડી ગયા – સાલું રોજે રોજ આ મહામારી પ્રસરી રહી છે, અટકે એવાં કોઈ ચિહ્નો દેખાતાં નથી, ત્યારે રાષ્ટ્રપ્રમુખ જે કહે છે તેને શી રીતે મગજમાં ઉતારવું …
અરે, WHO સ્વયં જણાવે છે અને સૌને ચેતવે છે એ જોતાં, જણાશે કે પતી જવાની વાત કેટલી વાહિયાત છે. ગયા શુક્રવારે WHO-એ ઘોષણાપૂર્વક જણાવ્યું છે : “the world is in a new and dangerous phase” — વિશ્વ હવે એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે, જે (વધારે) ભયાનક છે. કેમ કે આ ગ્લોબલ પાન્ડેમિક કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે – accelerates. કોરોના સામેના જંગમાં વિશ્વમાં બીજા ક્રમે પ્હૉંચી ગયેલું બ્રાઝિલ શુક્રવારે 1 મિલિયન કેસિસનો આંકડો વટાવી ચૂક્યું છે. ત્યાં મૃત્યુ 50,000-ના આંક લગી પ્હૉંચી જવામાં છે. ભારત અને ગુજરાતના આંકડા આપણને હૈયાવગા છે એટલે એને દોહરાવતો નથી.
આગલે દિવસે, એટલે કે, ગુરુવારે 150,000 નવા કેસિસ નૉંધાયા, જે એક જ દિવસમાં થયેલો મહત્તમ વધારો છે. વર્લ્ડવાઇડ, 8.5 મિલિયનથી વધુ કોરોનાવાયરસ કેસિસ અને આશરે 4,54,000 મૉત ! ફ્લોરિડા, ઍરિઝોના, નેવાડા અને સાઉથ કૅરોલિનામાં કેસિસ વધતા રહ્યા છે અને ચેપ ખૂબ ઝડપે ફેલાઇ રહ્યો છે (આ સૌ રાજ્યોમાં લોકો વિશ્વ સમગ્રમાંથી આવીને વસ્યા છે, જેમાં ભારતીયો અને ગુજરાતીઓ પણ છે). એક અંદાજ અનુસાર, US-માં 11-મી જુલાઇ સુધીમાં 1,45,000 જેટલાં મૃત્યુ થવાની સંભાવના છે. એનો અર્થ એ છે કે આવનારાં થોડાં જ અઠવાડિયાંમાં 26,000 જેટલા અમરિકનો મૉતને વર્યા હશે !
મને એક એક સાદો સવાલ એ થાય છે કે -WHO વગેરે ઍજન્સીઓએ જાહેર કરેલા આવા બધા આંકડા શું મિસ્ટર ટ્રમ્પે નહીં જાણ્યા હોય? આંકડા તો ગાણિતક ભૂમિકા પર ઊભેલા ચોખ્ખા આંકડા જ હોય છે, નહીં કે ભેજાની પૅદાશ ! પણ તેઓ તો વિશ્વમાં નમ્બર એક ગણાતા રાષ્ટ્રના નેતા છે. એવા નેતાના ભેજામાં આવેલી વાત ખોટી શી રીતે હોઈ શકે? જેમ રાજાશાહીમાં રાજા ગાંડિયો હોય તો પણ બુદ્ધિશાળી ગણાતો તેમ લોકશાહીમાં પણ વડો નેતા જેવો પણ હોય, સર્વોચ્ચ અને બુદ્ધિશાળી જ ગણાય છે. રાજાશાહીમાં તેમ લોકશાહીમાં ય હજૂરિયાઓ હોય છે ને તેઓ નેટવર્ક બનાવીને પ્રજાને ભોળવે છે. પ્રજામાનસ પણ એવું ભોળિયું કે ભોળવાય જ…

યુજિન આયોનેસ્કો / Eugene Ionesco
આ પ્રસંગે મને યુજિન આયોનેસ્કોનું એક એકાંકી ‘ધ લીડર’ યાદ આવે છે. એનો વરસો પર મેં ‘નેતા’ નામે અનુવાદ કરેલો, પ્રકાશિત થયેલો, પણ ક્યાં તે યાદ નથી આવતું.
શહેરમાં નેતા આવવાના હોય છે. ઍનાઉન્સર કહ્યે જાય છે – નેતા આવી ગયા છે … નેતા આટલે પ્હૉંચ્યા છે … નેતા આ તરફ વળ્યા છે … લોકટોળાં આમથી તેમ દોડે છે … નેતા હવે સૌથી જોવાશે … છેવટે નેતાનાં દર્શન થાય છે : લોક જુએ છે કે છે તો નેતા જ, પણ સૌને અચરજ થાય છે કે એમના હૅટની નીચે હેડ કેમ નથી -!? કદાચ નેતાને હેડની જરૂર હોતી જ નથી !
આયોનેસ્કો નેતાને વિશેના લોકોના મોહને કદાચ માફ કરે છે પણ હેડલેસ હેડ્સની વાસ્તવિકતાને નિર્મમતાથી ખુલ્લી કરે છે. આપણે શોધવા બેસીએ તો નજીકથી માંડીને દૂર સુધીના આપણા નેતાઓ, આપણા હેડ્સ, હેડ વિનાના મળી આવે, તો નવાઈ નહીં.

Courtesy : Robin Jackson: Martin Independent Journal
આયોનેસ્કો રોમાનિયન-ફ્રૅન્ચ નાટ્યકાર, જન્મ 1909, મૃત્યુ 1994. આધુનિક સાહિત્યયુગમાં, પરાપૂર્વથી ચાલી આવેલી નાટ્યપરમ્પરામાં મોટો વળાંક આવેલો. ખાસ તો, રંગભૂમિ અને પ્રેક્ષાગારની જડબેસલાક સીમાઓથી નાટકને મુક્ત કરાયેલું. એક પ્રકારના ઍન્ટિપ્લેનો આવિષ્કાર થયેલો. થીયેટર ઑફ ઍબ્સર્ડ પ્રગટેલું. એના આવિષ્કારમાં આયોનેસ્કોના પહેલા એકાંકી ‘ધ બાલ્ડ સોપ્રાનો’-ને હમેશાં યાદ કરાય છે. મારું મન્તવ્ય દૃઢ બન્યું છે કે થીયેટર ઑફ ઍબ્સર્ડનાં બે રૂપો જોવા મળ્યાં છે : એક તે બૅકેટની નાટ્યસૃષ્ટિ, જેમાં, એમણે ટ્રેજિ-કૉમિકને એકરૂપ કરી દીધાં; યાદ કરો ‘વેઇટિન્ગ ફૉર ગોદો’-ની એ ટૅગ. પણ આયોનેસ્કોએ પોતાની સૃષ્ટિમાં કૉમિકને આગળ કર્યું અને હાસ્યાસ્પદ લગી – ગ્રૉટેસ્ક લગી – લઈ ગયા.
‘ધ લેસન’, ‘ધ ચૅર્સ’, ‘ધ ન્યૂ ટેનન્ટ’ નાટકોની ગુજરાતી સાહિત્યના આધુનિક યુગમાં ભરપૂરે વાત થઈ છે. ‘ધ લેસન’-નું સિતાંશુ યશશ્ચન્દ્રે રૂપાન્તર કર્યું છે, જે ઘણી સફળતાપૂર્વક ઘણી વાર ભજવાયું છે. ‘ધ ચૅર્સ’-નો દિગીશ મહેતાએ અનુવાદ કર્યો છે. એ જ નાટકનો અનુવાદ કરવાનું મેં જાહેર કરેલું છે. વગેરે.
આયોનેસ્કોને એમના ફુલ્લ-લેન્થ પ્લે ‘ર્હૅનોસર્સ’-થી વિશ્વભરના નાટ્યકારો તરફથી ઘણી જ ઘણી વાહ-વા મળી છે. એ નાટકમાં ફ્રાન્સના એક કસબાના લોકો એક પછી એક ર્હૅનોસર્સ બનતા ચાલે છે – ર્હૅનોસર એટલે ગૅંડો ! એથી જે સરજાય છે તેને તમે હસી નાખી શકો તો હસી નાખી શકો. પણ ટ્રમ્પના આ વરતારાને હસી નાખવાનું મુશ્કેલ છે.
= = =
(June 23, 2020: Ahmedabad)
![]()


India is a plural country with many religions. While the majority religion is Hinduism, Islam and Christianity are the major religious minorities. While Freedom movement accorded them equal status as religions, the communal forces regard these as religions of alien religions. Lately there are various attempts to coopt them in the umbrella of Hinduism. The statements of communal forces are no uniform on this and starting from the second Sarsanghchalak M.S Golwalkar, who presented them as ‘internal threat’ to the Hindu nation, the later ideologues tried to use the geographical use of Hindu and even labelled them as Hindus. Murli Manohar Joshi of BJP used the term Ahmadiya Hindus for Muslims and Christi Hindu for Christians. The current RSS Chief Mohan Bhagwat at times has stated that since this is Hindustan, all those living here are Hindus.