ક્યાં છે ભારત ? છે ક્યાં ભારત ?
પર્વતમાંથી, નદીઓમાંથી, દરિયામાંથી
ગામ-નગરથી, લોકોમાંથી એકસામટો નાદ ઊઠતો
ને
વ્હીસલ મારતી ગાડી ભકછૂક ભકછૂક ચાલી જાય
ચાલી જાય
ચાલી જાય
ભીતર ધરબાયેલું લોક
થર્ડક્લાસના ડબ્બાઓમાં મુંઝાતું રે થોક
બોલે ટીવીઃ સબ સલામત !
કહે રેડિયોઃ સબ સલામત !
અખબારોમાં, નેતાઓના ભાષણોમાંઃ સબ સલામત !
વિકાસના સહુ નારા ગાજે
હટાવ ગરીબી સૂત્ર ચાલે
લઘુમતીની વાતો ચગતી
રાષ્ટ્રદ્રોહના ફતવા મ્હાલે
મહાયજ્ઞ બસ એક ચાલતોઃ
એક જ વાત સહુ સાંભળે
એ જ વાત જોવાની સહુએ
ગામનગરમાં, ચોરે ચૌટે
ઊંચનીચના ચાક ચડાવી
ચતુર્વર્ણના ચાળા ચગવે
ફાટફૂટ લોકોમાં પાડે
જૂઠમૂઠને ગજવે ત્રાડે
મુંબઈ જેવું મુંબઈ સાલું
કામદારનો અઢળક ડહોળી દરિયો
વિધાનસભામાં હસતું ખીખીઃ સબ સલામત!
કોલકાત્તા ઓ કોલકાત્તા
ભારતના આ નકશામાં તું એક જ ટપકું
આંખે તારી પાડા બકરી જેવા બલિ ચડે
ને માણસ જેવા માણસ
તારી અંધ ગલીમાં સબડે
સબડે ઇચ્છાઓનાં વન
ફૂટે બંદૂક, છૂટે ગોળી
લાલ રંગના ધાબાં તારા ચહેરે પડતાં
તો ય કહે તુંઃ સબ સલામત!
ઓ ય અરે ઓ દિલ્હી,
તું તો સલ્તનતોનું ડૂબ્યું નૂર
કેવો તારો ચહેરો, કેવા સૂર!
તારી પીઠે કૈંક સવારી આવી ઊતરી
હાથી આવ્યા, ઘોડા આવ્યા
સરનાઈટના ખિતાબ આવ્યા
તારા તો કૈંક રૂપો આવ્યા વિરમ્યાઃ
તું સ્વરાજી સ્વપ્ન થઈને મ્હાલ્યું
તું અરાજક ટમટમિયું થઈ સાલ્યું
તું સવા અબજનું ભાવિ ખરડે વીંટે
તું સવા અબજની આશા ક્યાં ક્યાં વેચે!
આ દેશને ખૂણે ખૂણેથી
તારે આંગણ
જાતજાતના ભાતભાતના
પ્રતિનિધિના ધાડાં આવ્યાં
એ પણ સાથે પરદેશીના દલાલ રાડાં લાવ્યાં
દિલ્હી, તું તો ઉજળિયાત કોમોનું મંદિર
હાયર સોસાયટીનો વીડિયો પડદો, તું !
અમેરિકા ને રશિયાના, ચાઈના અને બ્રિટનના
સંદેશા તારા છોગાં
મલ્ટીનૅશનલ ઉદ્યોગોના ભરે સદા તું ખોખાં
આજ અહીં જે રમતું તે તો તારું નવમું રૂપ
જાણે ના તું લોક મહીં જઈ છૂપ્યું જે સ્વરૂપ!
તું ત્રિરંગો લહેરાવે પણ પેટે એને ખાડો
તુ સંસદને કાખે તેડે તો યે ઊભો થયો ગૂંચવાડોઃ
પાટનગર, તું ચાટ પડે છે
ઘાટ વગરનો દેશ બન્યો ને કાટ ચડે છે!
જંતરમંતર જેવું ચાલે તારી અંદર શું?
તંતરબંતર જેવું સાલે તારી ભીતર શું?
માણસ સહુ અહીં છાયા જેવા
તંત્રમંત્રની માયા જેવા 
સાંજ સવારે સૂરજ ભાગે
અહીં ડાકલું એક જ વાગે
અહીં મજાની આંગળીઓ કંઈ
આમ હલે ત્યાંઃ સબ સલામત !
સહી કરે ત્યાંક્ક સબ સલામત !
કદી ટ્રીગર પર
કદી જીગર પર
કદી નમે એ મતપેટી પર
કદી ભમે એ શબપેટી પર
છતાં મળે જ્યાં સંસદ બેઠક
અરસપરસને ચીંધે ચીખે
અરસપરસને છેદે કાપે
પછી હળુક લઈ ટેભા લેતી
અખબારોના ટોપ ન્યૂઝમાં જઈને ઠરતી
પ્રજાતંત્રના વડવાગળની જેમ ઊડતી 
અરસપરસની રક્ષા કરતી!?
દિલ્હી, આવા કંઈ આ ખેલ તમાશા
તારે આંગણ રોજ રમાતા
તું ધૂળઢેફાના માણસની સમજે ક્યારે ભાષા?
પેટ-હાથના ચકરાવાની સરજે ક્યારે આશા?
દૂરદૂરનો અહીં અઢેલી ઇતિહાસ બોલતો
સૂરસૂરમાં અરમાનોની લાશ ઢોળતો
ચાલ, કહી દે તું યે દિલ્હીઃ સબ સલામત !
સબ સલામત ! ?
હા, સબ સલામત !
ઊંચે જો આકાશ સલામત
સૂરજ સળગે રોજ સલામત
ઊગે ચાંદો એ ય સલામત
તારલિયા આ ટમકે કેવા, સબ સલામત
પવન કદી ના બનતો કેદીઃ સબ સલામત !
ફરફર ફરકે પાન અને આ ખીલે ફૂલોઃ સબ સલામત !
વહેતાં જળમાં તરે માછલી સબ સલામત !
નામ ગરીબી લેવાનું ના
કામ લોકનું કરવાનું ના
લઘુમતિ કે વર્ણભેદની વરવી વાતો કરવાની ના
એમ કર્યું તો મળવાનો બસ કોઈ જાસો
ના થતું કશું યે ખોટું,
ન્યાય માગવા શાને આવો?
કોઈ બાળકી કોઈ કિશોરી
ભેદાઈ ગઈ, છેદાઈ ગઈ
અને પછી તો સાવ ચગદાઈ ગઈ
એ તો ભૂલી જવાનું વિકાસના આ વાવેતરમાં !
ધામ રામનું રહે સલામત
નેતા માટે સંસદ આખી રહે અનામત!
ચાલો ત્યારે કોમવાદનું તૂત ચલાવો
લઘુમતીનું ઝેર વલોવો
ચતુર્વર્ણને ઊલટીપલટી સૌથી પહેલો પરધાન બનાવો
આપણું કર્યું કારવ્યું પાર પાડવા ફોજ બઢાવો
શેઠિયાઓની લાંચ લગાવો
મજદૂરોના પેટ જલાવો
એમ કરીને નવા વર્ગના શંખ ફુંકાવો
અને પછી શા મંચ સજાવી
સંસદ જોરે લહેરાવી તિરંગો ઠોકો ભાષણ
કચડો રોકો આંદોલન
દેશના સાચા દાઝણહારા જે કંઈ બોલે
સુણી સમજી લોકો ડોલે
ગણો એમને રાષ્ટ્રદ્રોહી
તમે ભલે હો લાલચમોહી ..
ખળા ખાણ ને ખેતરમાંથી સાદ ઊઠતો
ભૂગર્ભે જઈ ધરબાયેલો અગ્નિગર્ભી નાદ ઊઠતો
ફરીફરીને દિલ્હીની એ આંગળીઓ રે બનતી ટ્રીગર
ફરીફરીને કાપે છેદે પાડે કાણાં લોકોને જીગર!
ફરી મારતી વ્હીસલ ગાડી ભકછૂક ભકછૂક ચાલી જાય
ચાલી જાય
ચાલી જાય
ફરીફરીને થર્ડક્લાસના ડબ્બાઓમાં રુંધાતું આ લોક
ભીતર ધરબાયેલો શોક
કહે રેડિયોઃ સબ સલામત !
બોલે ટીવીઃ સબ સલામત !
અખબારો પણ છાપેઃ સબ સલામત !
ઊંઘે સંસદઃ સબ સલામત !
વાગે સાયરનઃ સબ સલામત !
બાકી ભારતના સહુ રસ્તા કહેતા
‘વાડ ઊઠીને ગળે ચીભડાં’
ત્યાં
સબ સલામત રસ્તા ક્યાંથી રહેતા?
આ છે ભારત સબ સલામત !?
છે આ ભારત સબ સલામત !? 
E-mail : barinmehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2018; પૃ. 14-15
 


 ઉત્તર કોરિયાનાં અણુશસ્ત્રો બાબત તેની અમેરિકા જોડે જૂન મહિને શિખર સ્તરે મંત્રણા થઈ. તેમાં નિર્ણય શું થયા તે તો તુરત બહાર નથી આવ્યું. પરંતુ તેના પૂર્વાપર સંદર્ભ રસભર્યા છે. સામસામાં ઘૂરકિયાં કરતાં બે નેતા કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા એ જ મોટી વાત. જેમ આ મંત્રણા થશે કે નહીં થાય તેવાં બે અંતિમ વચ્ચે ઝોલાં ખાતી હતી, તેવો જ ઇતિહાસ ઉત્તર કોરિયા અને આંતરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા સંસ્થા (IAEA) વચ્ચેના સંબંધોનો રહ્યો છે. ક્યારેક એ નમીને ચાલે. માફી માગે તો ક્યારેક આક્રમક બની અણુ પરીક્ષણ કરી નાખે. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જોડેના તેના સંબંધો ઉપર નીચે થતા રહ્યા છે, કારણ કે ત્યાંના સમ્મુખત્યાર પિતા-પુત્ર કંઈક અંશે તરંગી લાગે છે. તેમાં એક કારણ અમેરિકા જ છે.
ઉત્તર કોરિયાનાં અણુશસ્ત્રો બાબત તેની અમેરિકા જોડે જૂન મહિને શિખર સ્તરે મંત્રણા થઈ. તેમાં નિર્ણય શું થયા તે તો તુરત બહાર નથી આવ્યું. પરંતુ તેના પૂર્વાપર સંદર્ભ રસભર્યા છે. સામસામાં ઘૂરકિયાં કરતાં બે નેતા કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા એ જ મોટી વાત. જેમ આ મંત્રણા થશે કે નહીં થાય તેવાં બે અંતિમ વચ્ચે ઝોલાં ખાતી હતી, તેવો જ ઇતિહાસ ઉત્તર કોરિયા અને આંતરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા સંસ્થા (IAEA) વચ્ચેના સંબંધોનો રહ્યો છે. ક્યારેક એ નમીને ચાલે. માફી માગે તો ક્યારેક આક્રમક બની અણુ પરીક્ષણ કરી નાખે. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જોડેના તેના સંબંધો ઉપર નીચે થતા રહ્યા છે, કારણ કે ત્યાંના સમ્મુખત્યાર પિતા-પુત્ર કંઈક અંશે તરંગી લાગે છે. તેમાં એક કારણ અમેરિકા જ છે. આ ટીમ ઉત્તર કોરિયા જાય તે અગાઉ અમેરિકા પોતા તરફથી યોંગબ્યોંગ પરમાણુ કેન્દ્રમાંનાં બે બિલ્ડિંગોનાં નામ એજન્સીને આપે છે, જેનું ઇન્સ્પેક્શન તેને જરૂરી લાગે છે. ઉપગ્રહોથી મેળવાયેલ આ માહિતી હોવાથી IAEAને તેનો ઉપયોગ પણ હતો જ. પરંતુ આ પગલું એક રીતે ચાડી ખાવાની પ્રક્રિયા હતી, જેનાથી ૨૫ વર્ષની દુશ્મનીનાં બીજ રોપાયાં. વૈજ્ઞાનિકોને પણ લાગ્યું કે આમાંથી એક બિલ્ડિંગને જમીન નીચે એક માળ હશે, જે દાટી દેવાયો છે ! બગીચાથી તેનું સુશોભિત કરી દેવાથી રજ પણ ભય નહીં; પરંતુ રેડિયોધર્મી રસાયણ પ્રયોગશાળામાંથી બે નાળીઓ તેમાં દાખલ થતી હતી. એટલે દટાયેલો માળ કિરણોત્સર્ગ કચરાને સંઘરવા માટે વપરાતો હોય તેની શક્યતા હતી. અણુકેન્દ્રો અણુ ભઠ્ઠીઓના કિરણોત્સર્ગી કચરાને સામાન્ય ગટરમાં મેળવવાની મનાઈ છે. તેને જુદો સાચવવાનો હોય છે.
આ ટીમ ઉત્તર કોરિયા જાય તે અગાઉ અમેરિકા પોતા તરફથી યોંગબ્યોંગ પરમાણુ કેન્દ્રમાંનાં બે બિલ્ડિંગોનાં નામ એજન્સીને આપે છે, જેનું ઇન્સ્પેક્શન તેને જરૂરી લાગે છે. ઉપગ્રહોથી મેળવાયેલ આ માહિતી હોવાથી IAEAને તેનો ઉપયોગ પણ હતો જ. પરંતુ આ પગલું એક રીતે ચાડી ખાવાની પ્રક્રિયા હતી, જેનાથી ૨૫ વર્ષની દુશ્મનીનાં બીજ રોપાયાં. વૈજ્ઞાનિકોને પણ લાગ્યું કે આમાંથી એક બિલ્ડિંગને જમીન નીચે એક માળ હશે, જે દાટી દેવાયો છે ! બગીચાથી તેનું સુશોભિત કરી દેવાથી રજ પણ ભય નહીં; પરંતુ રેડિયોધર્મી રસાયણ પ્રયોગશાળામાંથી બે નાળીઓ તેમાં દાખલ થતી હતી. એટલે દટાયેલો માળ કિરણોત્સર્ગ કચરાને સંઘરવા માટે વપરાતો હોય તેની શક્યતા હતી. અણુકેન્દ્રો અણુ ભઠ્ઠીઓના કિરણોત્સર્ગી કચરાને સામાન્ય ગટરમાં મેળવવાની મનાઈ છે. તેને જુદો સાચવવાનો હોય છે.