કલ્પના કરો કે મનુષ્યના મોમાં બબ્બે જુબાં હોય તો ? જુબાં એટલે જીભ, જુબાં એટલે ભાષા પણ – બબ્બે જીભ અને બબ્બે ભાષા. મોમાં એક જુબાંવાળા મનુષ્યને જુબાં આપીને ફરી જતાં વાર નથી લાગતી. અંગ્રેજીમાં મુહાવરો છે, 'ટુ ટોક વિથ ફોર્કડ ટંગ.' જેનો શબ્દાર્થ છે વહેંચાયેલી જીભે બોલવું. એટલે કે છદ્મ કરવો કે પછી 'મુખ મેં રામ બગલ મેં છૂરી.' મનુષ્યના મોમાં બબ્બે જુબાં હોય ત્યારે તો જોવા જેવી થાય. તો પછી બે નહીં પરંતુ ઘણીબધી જુબાં બોલતાં ડાયસ્પોરિક પ્રજાના શા હાલ હશે.
એક મોમાં બબ્બે જુબાંનું રૂપક ઉજળા ભવિષ્યની શોધમાં સ્વદેશ છોડીને સાત દરિયા પાર વસતા વિશ્વભરની ડાયસ્પોરિક પ્રજા માટે ઉપયુક્ત છે. આ પ્રજાઓ એક મોમાં બબ્બે જુબાં લઈને જીવી છે. આવી પ્રજાઓએ પોતે અપનાવેલ દેશની રહેણી-કરણી, સંસ્કૃિત તેમ જ ભાષા અપનાવ્યા વગર છૂટકો ન હોય તે સ્વાભાવિક છે. સુખદ ભવિષ્યના સ્વપ્ન સાથે અર્થોપાર્જનનો તથા નોકરી-ધંધાનો ગાઢ સંબંધ. અને જેની પાસેથી ધંધો મેળવવો છે તેની ભાષા ન બોલવી તે સ્થળાંતરિત થયેલ ડાયસ્પોરિક પ્રજાને ન જ પોસાય. અપનાવેલા દેશની ભાષાનો સ્વીકાર એ ડાયસ્પોરિક પ્રજાના જીવનની નક્કર વાસ્તવિકતા છે. પરંતુ પારિવારિક સંદર્ભે કે દેશી મેળાવડામાં આવી ડાયસ્પોરિક પ્રજાઓ પોતાની માતૃભાષા ટકાવી રાખતી હોય છે. આમ દરેક ડાયસ્પોરિક પ્રજા ઓછામાં ઓછી બે ભિન્ન સંસ્કૃિતઓ તેમ જ ભાષાઓને લઈને જીવી છે.

ડાયસ્પોરિક પ્રજાની ભાષાકીય વિમાસણની ચર્ચા આજે એક ગુજરાતી મૂળ ધરાવતાં ડાયસ્પોરિક કવયિત્રીની કવિતા થકી કરવી છે. કવયિત્રીનું નામ છે સુજાતા ભટ્ટ (જ. 1956) મૂળ વતન અમદાવાદ. ભાવનગરવાસી સુવિખ્યાત ગાંધીવાદી શિક્ષણકાર તથા પૂર્વ મંત્રી સ્વ. નાનાભાઈ ભટ્ટનાં તેઓ પૌત્રી. સુજાતાનું નાનપણ અમદાવાદમાં વીત્યું. ઉચ્ચ શિક્ષણ પૂનામાં તથા અમેરિકા તેમ જ ઇંગ્લેન્ડમાં. અને હવે તેઓ જર્મનીમાં વસે છે. છેલ્લા ચાર દાયકાથી તેઓએ કવિતાના માધ્ચમથી સ્વદેશ સાથે સંકળાયેલ રહ્યાં છે. હાલમાં સુજાતા ભટ્ટ હોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર ઓફ ક્રિયેટીવ રાઈટિંગ તરીકે સેવાઓ આપી રહ્યાં છે. સાતેક કાવ્યસંગ્રહો આપનાર સુજાતા ભટ્ટ 'કોમનવેલ્થ પોએટ્રી પ્રાઈઝ' ઉપરાંત અન્ય ઘણાં ઈનામો મેળવી ચૂક્યાં છે. તેમની કવિતાની વિશેષતા, તેમનો ડાયસ્પોરિક અનુભવ તથા અંગ્રેજી અછાંદસ પદ્યમાં ગુજરાતી લિપિમાં પ્રયોજાયેલ શબ્દો, મુહાવરાઓ તેમ જ કાવ્યપંક્તિઓનું મિશ્રણ રહ્યાં છે. તેમના અંગ્રેજી કાવ્યો ગુજરાતી પ્રચૂર રહ્યાં છે. બે ભાષા તથા બે લિપિઓનું મિશ્રણ તેમને વાચકો માટે યાદગાર બનાવી દે છે. તેમની આવી ભાષાકીય પ્રયોગશીલતા વિશે વિવેચકોમાં મતમતાંતર હોવા સ્વાભાવિક છે. પરંતુ સુજાતાના પોતાના મતે તેમના વ્યક્તિત્વ તેમ જ કૃતિત્વના મૂળ તેમની માતૃભાષા ગુજરાતીમાં છે જેનો પ્રયોગ અંગ્રેજી કાવ્યોમાં કરવો તેમના માટે સ્વાભાવિક તેમ જ ગૌરવપૂર્ણ છે.
આવાં ડાયસ્પોરિક કવયિત્રી સુજાતા ભટ્ટનું એક જાણીતું કાવ્ય છે, 'ઈન સર્ચ ઓફ માય ટંગ.' અર્થાત્ 'મારી જુબાંની શોધમાં.' કવયિત્રી શ્વેત વાંચકને સંબોધીને કહે છે કે, તમે મને પૂછ્યું છે કે હું જ્યારે એમ કહું છું કે મેં મારી જુબાં ગુમાવી દીધી છે ત્યારે હું શું કહેવા માગું છું? મારે તમને સામો પ્રશ્ન કરવો છે કે જો તમારા મોમાં બબ્બે જુબાં હોય તો તમે શું કરશો.
તમે શું કરશો, જો તમને સમજાય કે
એ બે જુબાંમાંની એક, માતૃભાષા, તમે ગુમાવી ચૂક્યાં છો
અને બીજી, જે છે પરદેશી ભાષા, તે તમને આવડતી નથી ?
ઇચ્છો તો ય બંને જુબાં એકસાથે નહીં વાપરી શકો …
તમારી માતૃભાષા મોમાં જ સડીને મરી જશે
તમારે તેને થૂંકી દેવી પડશે
– (અનુ. રંજના હરીશ)
ઉપરોક્ત પંક્તિઓ કવયિત્રી અંગ્રેજીમાં લખે છે અને ત્યારબાદ તે ગુજરાતી લિપિમાં ગુજરાતી ભાષા સાથે આગળ વધે છે. અને પોતાની વાત કરે છે. તે કહે છે,
'મેં કદાચ મારી માતૃભાષા રાત્રિના સ્વપ્નમાં જ થૂંકી નાખી છે
પરંતુ રાત્રે સ્વપ્નમાં મારી ભાષા પાછી આવે છે
ફૂલની જેમ મારી ભાષા, મારી જીભ મહોરી ઉઠે છે.
ફૂલની જેમ મારી ભાષા, મારી જીભ
મોંઢામાં પાકે છે.
એ ફરી ઊગે છે કૂંપળ થઈને.
વધે છે લાંબી, ભીનાશ સાથે સશક્ત
અને તે અન્ય જુબાંને બાંધે છે ગાંઠની જેમ.
કળી ખીલે તેમ ખીલે છે મારા મોમાં
અને પેલી બીજી જુબાંને બહાર હડસેલે છે.
જ્યારે જ્યારે મને લાગે છે કે હું તેને ભૂલી ગઈ છું
જ્યારે જ્યારે હું અનુભવું છું કે મેં તેને ગુમાવી દીધી છે
ત્યારે ત્યારે મારી માતૃભાષા મારા મોંમાં પાંગરી ઉઠે છે.
ચાર ચાર દાયકા વિત્યાં તો ય સુજાતા ભટ્ટની માતૃભાષા આજે ય કૂંપળ થઈને તેમના મોમાં ફૂટે છે. 'નાનાભાઈ ઈન પ્રિઝન' તથા 'અ ડિફરન્ટ હિસ્ટરી' જેવાં તેમનાં કાવ્યોમાં પણ કવયિત્રી પોતાની ભાષાકીય સભાનતા અભિવ્યક્ત કરે છે. બ્રિટિશરાજ સામેની લડતના ભાગરૂપે જેલમાં જનાર તેમના દાદા નાનાભાઈ ભલે માતૃભાષાના સમર્થક હતા, પરંતુ જ્યારે તેઓને જેલમાં લઈ જવા પોલીસ આવી ત્યારે તેઓ અંગ્રેજી કવિ ટેનિસનનું કાવ્ય વાંચી રહ્યા હતા ! તો વળી શાસકોની ભાષા તેવી અંગ્રેજી પ્રત્યેના ભારતીય ડાયસ્પોરાના લગાવને કવયિત્રી અન્ય એક કાવ્યમાં છાવરે છે. અંગ્રેજી શાસકોની ભાષા થઈ તેથી શું થયું ? 'વીચ લેંગ્વેજ હેઝ નોટ બિન ધ અપ્રેસર્સ લેંગ્વેજ ?' કવયિત્રી પૂછે છે કે શાસકોને ધિક્કારનારાઓની ઓલાદો કયા અકળ કારણસર અંગ્રેજી ભાષાના પ્રેમમાં પડતી હશે ? અર્થાત્ સ્વભાષા પ્રત્યે પ્રેમ ચોક્કસ. અપનાવેલ દેશની ભાષા પ્રત્યે પ્રારંભિક રોષ, ક્રમશઃ કમને તેનો સ્વીકાર અને અંતે તે ભાષા(એટલે કે અંગ્રેજી)નું સ્વાગત એ ડાયસ્પોરિક પ્રજાની ભાષાકીય નિયતિ છે, પરંતુ આ સમગ્ર તબક્કાઓ દરમિયાન ડાયસ્પોરિક પ્રજાના મોમાં પોતાની માતૃભાષા તો અકબંધ રહે છે જ. આમ પ્રત્યેક ડાયસ્પોરિક પ્રજા મોમાં બબ્બે જુબાં લઈને જીવતી રહી છે અને જીવતી રહેશે.
તા.ક. આનું નામ છે એક મોમાં બબ્બે જુબાં – ડાયસ્પોરિક જીવનની વાસ્તવિકતા.
E-mail : ranjanaharish@gmail.com
સૌજન્ય : ‘અંતર્મનની આરતી’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 19 જુલાઈ 2017
![]()


ભલે તમે એને વરસી કહો કે વરસગાંઠ, કાળો દિવસ કહો કે કાળાં નાણાં સામેની દે ધનાધન જેહાદ જયંતી, પણ નાગરિક છેડેથી પૂરી તપાસ તો કરવી જોઈએ. ગુજરાતમાં જે બધી પ્રતિભાઓ આ ગાળામાં ઊતરી પડી એમાં પક્ષોથી ઉપર એવા એક અભ્યાસીનો અવાજ પૂરતું ધ્યાન ખેંચી ન શક્યો હોય એવું બને. અથવા, એણે ધ્યાન ખેંચ્યું હોય તો પણ વિપક્ષી ટોળા પૈકીના જ એકમાં એમને ખતવી દેવાયા હોય એવું બને. જે.એન.યુ.ના નિવૃત્ત પ્રોફેસર અરુણકુમાર આપણે ત્યાં પ્રવર્તતી ‘બ્લેક ઈકોનોમી’ના નિસબતી પંડિત રહ્યા છે અને 1999ની એમની પેંગ્વિન કિતાબની ચોથી શોધિત-વર્ધિત આવૃત્તિ નવેમ્બર 2016ના નોટબંધી દિવસોની વાંસોવાંસના મહિનાઓમાં ચાલુ વરસે પ્રકાશિત થઈ છે. એમના અવલોકન પ્રમાણે દેશનો છેવાડાનો સમૂહ, સીમાન્ત માનવદ્રવ્ય, નોટબંધી અને જીએસટી સાથે વધુ હાંસિયામાં ધકેલાયો છે. ‘માર્જિનલાઇઝિંગ ધ માર્જિનલાઇઝ્ડ’ એવી અનર્થ પ્રક્રિયાના એક કારક તેમ જ ચિહ્ન તરીકે તે આ આખા ઘટનાક્રમને જુએ છે.
રહો, એમની વાત ઘડીક રહીને કરીએ. પણ આપણી લોકશાહી અને આપણું સમવાયતંત્ર, બેઉને જેબ આપે એવી એક બીના કેરળના ડાબેરી સરકારના નાણામંત્રી થોમસની સાખે નોંધી લઈએ. 2016ના નવેમ્બરની આઠમીએ રાતે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે એમની તત્ક્ષણ પ્રતિક્રિયા ‘અ ક્રેઝી આઇડિયા’ની તરજ પર હતી. એક સનકી કે ઉન્માદી વિચારતરંગ અગર ખ્યાલ જેવી આ વાત એમને કેમ લાગી હશે? થોમસે હમણાં આ સંદર્ભમાં એક કિસ્સો કહ્યો છે. લગભગ પેરેબલ (નીતિકથા) લગોલગનો એ કિસ્સો આવે છે: તળાવ માછલાંથી અને મગરોથી ઉભરાઈ ગયું હતું. માલિકે એમાંથી મુક્ત થવા સારું શોધી કાઢેલો રામબાણ નુસખો, તળાવને ખાલી કરી નાખવાનો હતો. એને હતું, ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી! ભાઈસાહેબે તબિયતથી પાણી બહાર કઢાવ્યું ને સાતમા આસમાનમાં મહાલવા લાગ્યા. પછી ખ્યાલ આવ્યો કે માછલાં મરી ગયાં, પણ મગર તો પાણીની જેમ જમીન પર પણ રહી શકે એટલે મગરોએ તો તાબડતોબ ચલતી પકડી. માછલાં, પાણી, મગર સઘળું ગયું!
1978ની એ સાલ હતી. મેં કોઈ છાપામાં એક ટચુકડી જાહેરખબર વાંચેલી: “નાટ્ય પ્રવૃત્તિમાં રસ ધરાવતી કોઈ પણ વ્યક્તિને નાટકમાં કામ કરવું હોય તો ભારતીય વિદ્યા ભવનમાં પધારે.’’ બીજા દિવસે હું પહોંચી ગયો. બીજાયે ઘણા કલાકારો ભવનમાં ભેળા થયા હતા.
ઉષાબહેન પટેલે આરંભે જ કહ્યું, “મને વાત કરવાનો બહુ અનુભવ નથી. એટલે સંક્ષિપ્તમાં બોલું તો ક્ષમા કરજો. બાકી, મને નાટક કરવાનું કહો તો હમણાં જ કરી આપું. વિપુલભાઈએ મને કહેલું, ઉષાબહેન, તમારે નટુભાઈ વિશે બોલવાનું છે ત્યારે પળેક હું ગભરાઈ ગયેલી. ઘરના માણસ વિશે આપણે શું બોલી શકીએ? છતાં આજે મને બોલવા માટે તક આપી છે તો, I’ll take it as duty. આ સુંદર અવસરમાં નટુભાઈ વિશે બોલવાનું મને વિપુલભાઈએ ઈજ્જન આપ્યું એથી આનંદ તો થયો, પણ સાથે થોડી મૂંઝવણે મને ઘેરી લીધી હતી. નટુભાઈ વિશે બોલવું? શું બોલવું? ક્યાંથી શરૂ કરું? કારણ કે નટુભાઈનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાઓને કેન્દ્રમાં મૂકીને બોલવું એટલે સૂરજ સામે દીવો બતાવવા જોવું છે. નટુભાઈ એટલી બધી ફિલ્ડ્ઝના માહેર છે કે તેને પૂરેપૂરા વ્યક્ત કરવા એ દુષ્કર કાર્ય બની રહે.
મારી આગળના બે ચાર વક્તા બોલી ગયાં કે હું વક્તા નથી તેમ મારે પણ કહેવું જોઇએ કે હું પણ વક્તા નથી. વિપુલભાઈને હું મામા કહું છું. અને ઘણાં વર્ષોથી ઓળખું છું. એમણે મને કહ્યું કે, નટુકાકાનું બહુમાન કરવાનું છે, ને તારે બોલવાનું છે ત્યારે ગુજરાતી ભાષાના વિશેષજ્ઞો સમક્ષ વકતા તરીકે રજૂ થાઉં છું, ત્યારે યુનિવર્સીટીની અંતિમ એક્ઝામ આપવાની હોય તે સહેલી હશે એવું માની લઉં છું. અને આ અવસર પર જો હાજર ના રહું તો મામાએ જે રીતે મને રિક્વેસ્ટ કરી અને તેમાં ભાગ ના લઉં તો ચોક્કસ પાછી પડું. એટલે મારી રીતે રજૂઆત કરું છું.
નટુભાઈ વિશે શું કહેવું? સવાલ કરી રમેશભાઈ પટેલે માંડણી કરી, મારી આગળના વક્તાઓએ એમના વિશે ઘણું બધું કહી દીધું છે, એટલે નટુભાઈ વિશે બોલવું એ મારા માટે મોરના ઈંડાં ચીતરવા જેવું છે. હું 1954માં યુગાન્ડા ગયો. 1956માં નટુભાઈ જ્યારે યુગાન્ડા આવ્યા, ત્યારે અમે સાથે ખૂબ ફર્યા છીએ. ખૂબ સાથે કામ કર્યું છે. પણ એમને નાટ્યપ્રવૃત્તિમાં રસ એટલે એ એકેડેમીમાં ચાલ્યા ગયા. આ દેશમાં તો એ મારી પહેલાં આવેલા, પરંતુ 1977માં જ્યારે યુનાઇટેડ કિંગ્ડમમાં પાટીદાર સમાજનું સંમેલન થયેલું તેમાં અમે એક નાનકડું એકાંકી કર્યું હતું. એ દિવસોમાં નટુભાઈ પાસે બીજી કોઈ ખાસ પ્રવૃત્તિ હતી નહિ. પણ ભારતીય વિદ્યા ભવન સાથે એમને સંપર્ક ખરો. અમે નટુભાઈને ત્યારે વિનંતી કરેલી કે, તમે સંમેલનમાં આવો અને આ નાટક જુઓ. એટલે એ આવ્યા હતા. નાટકમાં ભાસ્કર તો હતો જ. બીજા કલાકારો ય હતા. અમારો આ પ્રયાસ જોઈ એ ખુશ થઈ જતાં બોલેલા: “મેં જોયું કે, આ દેશમાં પણ નાટક થઈ શકે એમ છે. પણ આપણે તેમાં ભારતીય ભાવના લાવવી હોય તો?’’ મેં કહ્યું, “તમારે જે કરવું હોય તે કરવાની છૂટ છે.’’ અને એમણે આ બધા કલાકારોને કેળવીને નાટકોની શરૂઆત કરી.
મારો 1961થી લંડનમાં વસવાટ રહ્યો હોવાથી, નટુભાઈએ પાટીદાર સમાજની સ્થાપના કરી ત્યારથી એમને હું ઓળખું. નટુભાઈ ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. એક વાત ઇન્ડો-બ્રિટિશ કલચરલ એક્સચેન્જ [Indo- British Cultural Exchange] વિશે કહી દઉં. પ્રફુલ્લભાઈ પટેલ ખૂબ એબલ પરસન, એટલે કોઈ પણ કાર્ય કરી શકે, પણ સમાજમાં તે બહુ પોપ્યુલર ન હતા. એટલે એકલા હાથે બધી સંસ્થાઓને ભેગી કરવી, તે તેમના વશની વાત ન હતી. પણ નટુભાઈ આ કામ કરી શકે એમ હતા. નટુભાઈની સહાય માગી.
નટુભાઈ એક એવા મહનુભાવ છે કે સમાજને શું આપવું, તેનો સતત વિચાર કરતા રહે છે, એટલું જ નહિ, તેનો અમલ પણ કરે છે. નાટક અને નૃત્યનાટિકા માટે એમણે ભેખ લીધો છે. બિઝનેસમેન તો ખરા, પણ એમની સાથે કામ કરતાં મેં જોયું છે કે એમનાંમાં એક એકટર, એક ડિરેકટર અને એક શોમેન પણ છુપાયેલો છે. Creativity & Entertainment એવું હોવું જોઈએ કે જેમાં નવી પેઢી સતત સંકળાયેલી હોય, ને માર્ગદર્શક નીચે જમીન ઉપર બેસીને સફળતાની સુખડી હસતાં હસતાં દરેક કલાકારની વચ્ચે વહેંચીને ખાતો હોય. નટુભાઈ પ્રોડક્શનના દરેક ડિપાર્ટમેન્ટના જાણતલ હતા. સાહિત્ય – કલા – સંગીત અને નાટ્યલક્ષી પ્રવૃત્તિઓમાં તો આખી લાઈફ તેઓ ઓતપ્રોત રહેનારા આર્ટિસ્ટ હતા. કલાકારો સાથે વિગતે નાટ્યચર્ચા કરતા અને રીહર્સલોમાં તદ્રુપ બની જતા, અને દિગ્દર્શન કરતી વખતે એમની અસાધારણ સૂઝ અને સમજને મેં પ્રત્યક્ષ જોયા છે.
‘આ દેશમાં મને 54 વર્ષ થયાં. પપ્પા પાસેથી શીખેલી કે લેંગવેજ એક માધ્યમ છે અને પપ્પાએ નાટ્યપ્રવૃત્તિને એક માધ્યમ દ્વારા પ્રયોજી નવી પેઢીને સંસ્કારવાનું એક બીડું ઝડપ્યું છે. નવી પેઢીમાં આપણા સંસ્કાર દૃઢીભૂત કરવા માટે એક માધ્યમ તરીકે નાટકનો વિનિયોગ કર્યો છે. મને થાય, નાટકમાં કંઈ નવીન્ય હોય તો નવી પેઢીને જરૂર આકર્ષણ થાય. મ્યુિઝક હોય, ડાન્સ કરવા મળે, જુવાનિયાઓ અને છોકરા-છોકરીઓ મળે, એટલે રિસ્પોન્સ ઘણો મળે. એમનું એક જ મિશન હતું કે આ દેશમાં આપણા સંતાનોમાં આપણી સંસ્કૃિતનાં પીયૂષ પાવાં હોય તો આપણી વિચારસરણી આકર્ષક રીતે એમની સમક્ષ મૂકવી જ પડે.
મને યાદ આવે છે બેલે ડાન્સ માટે અમે અમેરિકા ગયાં હતાં. મીનુબહેન, ઋતા અને બીજા છોકરાઓ પણ સાથે હતાં. અને ખૂબ અદ્દભુત રજૂઆત થઈ હતી. Never ever and no one ever has done such a marvellous performance! He took the whole group to America to perform the show. રાત્રે અમે બધાં બેસતાં અને ગીતો ગાતાં, નટુભાઈ અમને દોરવણી આપતા. આમ મારો નટુભાઈ સાથે તો ચાલીસ વર્ષથી પરિચય.
આ અવસરના એક અતિથિ, ભાસ્કરભાઈ પટેલે મંચ પર આવી સૌ પ્રથમ સહેજ મોડા પડવા બદલ શ્રોતાજનોની માફી માગી, પોતાની વાતની રજૂઆત કરતા જ્ણાવ્યું : ‘મને આ દેશમાં 17 વરસ થયાં. દેશમાં મારા ગામમાં નાટકો તો ઘણા કરેલાં. શોખ પણ બહુ હતો, પણ નાના ગામમાં પ્રોત્સાહન આપવાવાળું કોઈ ન હતું. પિતાજી આફ્રિકામાં હતા. કોઈને કદર પણ નહીં કે આ છોકરાને નાટકોનો આટલો ચસકો છે તો તેનો હાથ ઝાલીએ. ગામમાં બે ત્રણ મંદિરો હતાં. એક મંદિરમાં હાર્મિનિયમ હતું. હું એ લોકોને કહું, “હાર્મોનિયમ વગાડવાનો મને શોખ છે. મને વગાડવા આપો.’’ પણ કોઈ વગાડવાનું કહેતું નહિ.
એમના પછી બીજાં અતિથિ નંદિનીબહેન ત્રિવેદીનો વારો આવ્યો. ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે જયંત પંડ્યાનો સારો ઘરોબો હતો. એમના પુત્રી નંદિનીબહેન આ પ્રસંગે અતિથિ તરીકે ઉપસ્થિત હતાં. પત્રકારત્વની દુનિયામાં નંદિની ત્રિવેદીનું મોટું નામ છે. ઉપરાંત “મેરી સહેલી’’ સામયિકના સંપાદક છે. સભા સંચાલકશ્રીએ નંદિનીબહેનનો ટૂંક પરિચય કરાવી એમને બોલવા નિમંત્ર્યા હતા.

જગદીશ દવેએ સમગ્ર કાર્યક્રમનું સમાપન કરતાં જણાવ્યું હતું: “થોડા દિવસો પહેલાં વિપુલભાઈનો ફોન આવ્યો હતો – આ જે કાર્યક્રમ કરવાનો છે તેનું સમાપન તમારે કરવાનું છે અને તમારા વિચારો પણ આપવાના છે. સમાપનમાં તો માત્ર મુદ્દાની જ વાત કરવાની હોય. અકાદમીએ આ કાર્યક્રમમાં મને ગોઠવ્યો એ માટે આભારી છું.