 ગઈ અખાત્રીજે, મારા પહેલા અનુવાદિત પુસ્તકને આપ સૌ સાથે વહેચવાથી વધુ શુભ મારા માટે શું હોય…!
ગઈ અખાત્રીજે, મારા પહેલા અનુવાદિત પુસ્તકને આપ સૌ સાથે વહેચવાથી વધુ શુભ મારા માટે શું હોય…!
'માણસાઈની થાપણ' સુધા મૂર્તિના બેસ્ટ સેલર 'The Day I Stopped Drinking Milk'નો ગુજરાતી અનુવાદ છે.
− જેલમ હાર્દિક
•
માણસ નામે જીવતી વાર્તા
"સુધા મૂર્તિના નામથી ગુજરાતી વાચકો એટલા જ પરિચિત છે, જેટલા ભારતના સોફટવેર એન્જિનિયર નારાયણ મૂર્તિના નામથી પરિચિત હોય. લોકશિક્ષકની ભૂમિકા ભજવતા લેખકની વાતો કેવી હોય એ અાજની પેઢીને ભાર વિનાના ભણતરની જેમ, ઉપદેશ વિનાનું ઉત્તમ સાહિત્ય અાપી એમણે શીખવ્યું છે.
"‘માણસાઈની થાપણ’ એમના કલમની માનવસંવેદનોની મૂર્તિ ઘડવાના યજ્ઞમાં વધુ એક ઉજ્જવળ અાહૂતિ છે. અહીં જિંદગીની સચ્ચાઈને થોડા કલ્પનાના ખૂટતા રંગો પૂરીને મૂલ્યોની રંગોળી પૂરવાનું કામ થયું છે. વિશેષ વાત એ કે પ્રથમ જ પ્રયત્ને યુવા અનુવાદક જેલમ હાર્દિકે એનો એટલો સરળ અને રસાળ અનુવાદ કર્યો છે કે અા પુસ્તક ગુજરાતીમાં લખાયું નથી, એવું ઘડીભર માની જ ન શકાય. શાસ્ત્રીયતાના કંટાળો અાપે એવા અાગ્રહને બદલે વાતચીતની પણ વધુ પડતી શૈલીના અતિરેક મુક્ત ખળખળ વહેતા ઝરણ જેવા ગુજરાતીમાં અા પુસ્તક ગુજરાતીમાં અાવ્યું છે. ગાંધીયુગના અનુવાદોની યાદો અા વાંચતા મોસમના પહેલા વરસાદથી ફોરતી ગંધની માફક તાજી થઈ !"
− જય વસાવડા
e.mail : jayvaz@gmail.com
માણસાઈની થાપણ : અનુવાદક – જેલમ હાર્દિક : પ્રકાશક – અાર.અાર. શેઠ અૅન્ડ કંપની, અમદાવાદ / મુંબઈ : પૃષ્ઠ – 170 : મૂલ્ય – રૂ. 125/-
 
 આજે જેની વાત કરી રહ્યા છીએ એ ‘સુરીલા સંવાદ’ પુસ્તકમાં આવી તો કેટલીય રસપ્રદ વાતો સંગ્રહાયેલી છે. વાતો પાછી પ્રમાણભૂત છે, કેમ કે જે-તે વ્યક્તિએ ખુદ પોતાના મુખેથી એ ઉચ્ચારેલી છે. લેખિકા આરાધના ભટ્ટ અઢી દાયકાથી ઓસ્ટ્રેલિયા સ્થાયી થયાં છે. સિડની રેડિયો સ્ટેશન માટે એમણે જુદી જુદી ગુજરાતી હસ્તીઓના ઈન્ટરવ્યુ રુબરુ યા તો ફોન પર કર્યા છે. આ પુસ્તક આવી પચ્ચીસ મુલાકાતોનું પ્રિન્ટ વર્ઝન છે. અહીં એક બાજુ નરેન્દ્ર મોદી જેવા રાજકારણી છે, તો સામે મોરારિબાપુ અને સ્વામી સચ્ચિદાનંદ જેવા ધર્મગુરુ છે. સુરેશ દલાલ અને અનિલ જોષી જેવા કવિઓ છે, તો સાથે સાથે મધુ રાય અને ફાધર વાલેસ જેવા ગદ્યસ્વામીઓ છે. ગુણવંત શાહ, શાહબુદ્દીન રાઠોડ, પુરુષોત્તમ ઉપાધ્યાય, ઈલા ભટ્ટ …. સૂચિ ખરેખર પ્રભાવશાળી છે.