બોલ ફકીરા, શું કરીએ !
કોને દિલનાં દખ કહીએ −
બોલ ફકીરા, શું કહીએ !
માણસને માણસની બીક
ચોગરદમ બળબળતી ખીજ
જોરજુલમ છે ખીચોખીચ
બોલ ફકીરા, શું કરીએ !
ઉપવન ઉપવન ભડકે અાગ
છે પુષ્પોની ભાગાભાગ
પંખીડાંનો માળા ત્યાગ
બોલ ફકીરા, શું કરીએ !
ક્યાંના વાદળ, ક્યાંની છાંય
ધગધગ સૂરજ, શિર શેકાય
રસ્તા ‘ખાઉં − ખાઉં’ થાય
બોલ ફકીરા, શું કરીએ !
કેવા હક ને ક્યાંનો ન્યાય
જ્યાંત્યા ચૌદશિયા ભટકાય
ઠાંસી દે જીવનમાં લાય
બોલ ફકીરા, શું કરીએ !
ખુરશીનો જાદૂઈ ખેલ
અવળી ઘાણી, અંધા બેલ
નીકળતું લોકોનું તેલ
બોલ ફકીરા, શું કરીએ !
![]()


એક તો ‘કિલ્લો છે’, સાંભળતાં જ મારા મનમાં રહેલા કૂતુહલે ઉછાળો માર્યો હતો. એમાં ‘ચાચા’ના ‘જોઈ આવો’ શબ્દોએ મને આવાહ્ન આપ્યું. પગ પણ મનમાં ઊગેલા કૂતુહલને અનુકૂલન સાધી આપતા હોય, એમ ઝડપથી ઉપડવા લાગ્યા. ‘ચાચા’એ ચીંધેલી દિશામાં પુરાતત્વ ખાતા / A. S. I.ની ઓફિસ હતી, જેમાં કિલ્લાના હાલના ‘શાસક’ એવા એક સરકારી અમલદાર બિરાજમાન હતા. તેમની પરવાનગી લેવા માટે મેં પૂછ્યું, 'ઉપર જવું છે.' આ સાંભળીને એ સજ્જન હસવા લાગ્યા. કહે, 'અત્યારથી?' મને એમ કે અહીં મજાક નહીં ચાલતી હોય, એટલે મેં પૂરેપૂરી ગંભીરતાથી કહ્યું: 'પણ નીચેથી તો એમ કહ્યું કે ઉપર જવા મળશે.' એટલે એ મહાશય કહે, 'કિલ્લા ઉપર જવું છે એમ કહો ને, યાર.' સરકારી અમલદાર હોવા છતાં તેમણે જે રીતે સહયોગ આપવાની તૈયારી દેખાડી અને ચાવી કાઢીને ‘ઉપર જવાનો’ માર્ગ ખોલી આપ્યો એ પહેલું આશ્ચર્ય હતું, પણ આશ્ચર્યોની પરંપરા તો કિલ્લા પર ગયા પછી સર્જાઈ.

અહીં છત પર ટહેલતાં દરેક બાજુથી વિવિધ સ્થળો નજરે પડે. સૌથી નજીક પ્રેમાભાઈ હૉલ/Premabhai Hall અને સિવિલ કોર્ટની ઈમારત દેખાય. આ એ જ પ્રેમાભાઈ હૉલ છે, જ્યાં આપણા સૌના પ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટ/Ashwinee Bhatt મેનેજર તરીકે રહ્યા હતા. સાંભળ્યા મુજબ, હવે તો આ હૉલ પણ વેચી દેવાની હિલચાલ ચાલી રહી છે.




બહાર નીકળીને ‘સરકારી પુસ્તક ભંડાર’/Government Book Depotમાં કુતૂહલવશ પ્રવેશતાં જ સરકારી નિયમો-અધિનિયમોનાં થોથાં નજરે પડે છે કે જે જોઈને આપણે આપણી જાતને જ ‘તખ્લીયા’ કહી દઈએ છીએ.