હિતેશ એસ. રાઠોડ
ZoopadPatti
ઝૂપડપટ્ટી
ગઈકાલે સરકારી ખાતાવાળા આવ્યા અને રોડની બાજુ પર ગેરકાયદે વસેલ ઝૂપડપટ્ટી જમીનદોસ્ત કરીને જતા રહ્યા.
પત્ની અને પાંચ સંતાનો તેમ જ રહીસહી ઘરવખરી લઈ કરસને પાકી સડકથી થોડેક દૂર બીજી જગ્યાએ ફરી ઝૂપડૂં બાંધ્યું.
સવારે કામે જતા પહેલા પાંચ સંતાનોમાંના વચલા દીકરાને સલાહ આપતા કરસન બોલ્યો : પવા, આજ નેહાળ જાજે પાસો. કાલની જેમ ઘેર ના રેતો. ભૂંડા તું તો ભણ હરખું!
તે હેં બાપુ ભણીને હું મળે? પવાએ સામે પ્રશ્ન કર્યો.
લે હું મળે તે સરકારી ખાતામાં નોકરી મળે ને ઝાઝા રૂપિયાનો પગાર મળે, કરસને જવાબ વાળ્યો.
ના બાપુ, તો હું નેહાળ નઈ જાઉં હવે.
કાં, કરસને પૂછ્યું.
બાપુ, પસી મારે ય ને તે આમ ગરીબ માણહનાં ઝૂપડા પાડી નાખવા પડે ને!!
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()

