Opinion Magazine
Number of visits: 9503116
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિદ્યાજગતનું માનીતું રહેલું સામયિક, તે ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’

સિતાંશુ યશશ્ચન્દ્ર|Opinion - Literature|2 May 2023

સહૃદય અને જાગરૂક સાથી ગુજરાતી,

સ્નેહવંદન અને ગુજરાત-સ્નેહને નાતે એક અપીલ.

આપને ‘ફાર્બસ ગુજરાતી સભા’નો કેટલોક પરિચય હશે જ: આપણી આ ઐતિહાસિક વિરાસત સમી સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૮૬૫માં થઈ હતી. આજ ૧૫૦થી યે વધારે વર્ષોથી આપણી આ સંસ્થા ગુજરાતી સંસ્કૃતિની સેવાના કાર્યમાં રત છે. એ સંસ્થાનું અનોખું, વિદ્યાજગતનું માનીતું રહેલું સામયિક, તે ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’. ઈ.સ. ૧૯૩૬થી આજ સુધી, ૮૮ વર્ષો સુધી સંસ્કૃતિ મીમાંસાનું, સાહિત્ય સંશોધનનું અને ઇતિહાસ ચિંતનનું અનોખું કામ કરતું આ વિલક્ષણ સામયિક, અવિરત અને સતત સક્રિય રહ્યું છે. દેશવિદેશના સંશોધકો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સાહિત્ય રસિકોનું એ એક માનીતું અને ઉપયોગી સામયિક છે.

સાથોસાથ એ એક પ્રયોગશીલ સામયિક છે. ગુજરાતી સંસ્કૃતિના નવા ઉન્મેષોને પ્રગટાવતા અને પોષતા, એક વિકાસક્ષમ સશક્ત સામયિક તરીકે વ્યાપક વિદ્યાજગતમાં જાણીતું છે.

ગુજરાતી પ્રજાનાં હૃદય અને મસ્તિષ્કનાં ઊંડાણોને સતત તાગતા રહેલા અને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના ગૌરવની અણથંભ ખેવના કરતા આ સામયિકને આજે આપની હૂંફની, આપના સહકારની, આપની સક્રિયતાની જરૂર છે. આપશોને?

*

‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’-ને ગુજરાતના ઉત્તમોત્તમ લેખકોની સામેલગીરીનો લાભ મળ્યો છે. ચંદ્રવદન મહેતા અને ઉમાશંકર જોશી, બળવંતરાય ઠાકોર અને કનૈયાલાલ મુનશી, ભોગીલાલ સાંડેસરા અને હરિવલ્લભ ભાયાણી જેવા સમર્થ પુરોગામીઓથી શરૂ થયેલી આ સામયિકની ૮૮ વર્ષોની સંસ્કૃતિ યાત્રા આજે યે અણથંભ આગળ ચાલે છે. આજે દેશવિદેશમાં વિખ્યાત એવાં સર્વશ્રી પ્રૉ. ભીખુ પારેખ અને ડૉ. ઈલા ભટ્ટ, સાહસિક વાર્તાકાર હિમાંશી શેલત અને કવિ-ચિંતક ચંદ્રકાંત ટોપીવાળા, વિખ્યાત વિદ્વાનો મધુસૂદન ઢાંકી અને નરોત્તમ પલાણ, વિખ્યાત ચિત્રકાર કવિ ગુલામમોહમ્મદ શેખ અને સમર્થ કલામીમાંસક જ્યોતીન્દ્ર જૈન, આજીવન સંશોધન કાર્યમાં રત રહેલા વીરચંદ ધરમસી અને મુરલી રંગનાથન્‌ અને એવા જ બીજા ગુજરાતના શ્રેષ્ઠ સર્જકો, સંશોધકો, ચિંતકો, કલાકારોના ઉત્તમ કામને આપ આ સામયિકના અંકોમાં મુખોમુખ થઈ શકશો. ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યના સંશોધનને વરેલા આ સામયિકના આઠ આઠ દશકોના અંકોમાં આપને દુર્ગાશંકર શાસ્ત્રીએ ‘ગુજરાતના ઇતિહાસ અને પુરાતત્ત્વનાં સંશોધન’ વિષે લખેલો અને ૧૯૩૭માં કરાચી ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય સંમેલનમાં રજૂ કરેલો સંશોધન લેખ વાંચવા મળશે, ‘અઢીસેં વર્ષ પહેલાંની પારસી કવિતા’ પરનો જહાંગીર માણેકજી દેસાઇનો ૧૯૩૬માં લખાયેલો લેખ પણ મળશે અને ૧૯૪૨માં આ સામયિકમાં પ્રકાશિત રા.રા. ઈમામુદ્દીન સદરૂદ્દીન દરગાહવાલાનો ‘ચૌદમી સદીનું ગુજરાત’ એ વિષય પરનો લેખ પણ મળશે. આજે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા(અને હવે ફીજી)માં વસતા ગુજરાતીઓ વિશેના લેખો તાજેતરના અંકોમાં ઉપલબ્ધ છે. ગુજરાતનું એવું એક રસભર્યું, પ્રયોગશીલ, વિદ્યાપ્રતિબધ્ધ, ઊર્જાસભર સામયિક આજ આપની સહભાગિતા, સહાય અને સક્રિય સંડોવણીની માગણી કરે છે. ગુજરાતી સંસ્કૃતિનું હિત આપને હૈયે વસે છે, એની જાણ હોવાથી આ અપીલ અમે આપને કરીએ છીએ.

આપ આ બે રીતે આ સામયિકને સહાય કરો એ વિનંતીઃ

૧. આવતા પાંચ વર્ષોનું આપનું લવાજમ, માત્ર રૂ. ૧૫૦૦/, આ સપ્તાહમાં જ મોકલો (Account Number. 36601001151 ICICI Bank, Juhu Branch, IFS No. ICIC0000366, Account Name: Shri Forbes Gujarati Sabha) – ત્યાં સરળતાથી ઈ લવાજમ મોકલી શકો. અથવા અમારા સાથી શ્રી રાજેશ દોશીને એમના મોબાઈલ નંબર 836 9795793 પર ફોન કરીને ચેકથી કે અન્ય કોઈ રીતે લવાજમ મોકલી શકો.

તે ઉપરાંત,

૨. આપના તરફથી આપની પસંદગીની પાંચ સંસ્થાઓ (આપની શૈશવની શાળાઓ, આપની પસંદગીની કોઈ કૉલેજો, કોઈ પુસ્તકાલયો)-ને એક વર્ષ  માટેનું લવાજમ રૂ. ૩૫૦ X ૫ = ૧૭૫૦ મોકલો. આપણું આ સામયિક એ રીતે રસિક વાચકો સુધી વિવિધ સ્થળે પહોંચશે અને આવતી પેઢીઓના ગુજરાતીઓનું ઘડતર એ રીતે થતું રહેશે.

વિદેશમાં વસતા સહૃદય વાચકો માટે એમના વિદેશના સરનામે અંકો મેળવવા માટે વાર્ષિક લવાજમ રૂ. ૨૦૦૦ અને પાંચ વર્ષનું લવાજમ રૂ. ૯૦૦૦ થશે. આ રકમ ભારતમાંથી રૂપિયાના ચલણમાં મોકલવાની રહેશે.

એ રકમ સાથે આપનો સ્નેહભાવ. સમજણ અને સંડોવણી જે અમને મળશે, એ અમૂલ્ય છે.

ઇ.સ. ૧૯૩૬થી આજ સુધી, આઠ દશકોથી ગુજરાતી વાચક સમક્ષ એક માતબર ભાવવિશ્વ, વિચારજગત અને સંસ્કૃતિમીમાંસા સેવાભાવે રજૂ કરતા આપણા આ વિશિષ્ટ સામયિકને અને ૧૮૬૫થી આજ લગી સક્રિય રહેલી આપણી ઐતિહાસિક મહિમાયુક્ત ‘ફાર્બસ ગુજરાતી સભા’ને આવનારા સમયમાં ટકી રહી વિકસવામાં આપની આ સહાય અને સંડોવણી અનિવાર્ય છે.

કવિ નર્મદ કહે છે તેમ, ‘કેટલાંક કરમો વિશે ઢીલ નવ ચાલે’ – અમે ઉપર જે માટે વિનંતી કરી છે એ સ્નેહ-કર્મ, વિદ્યા-ખેવના-કર્મ, ગુજરાત-પ્રીતિ-કર્મ પણ એવું જ, ઢીલ ન કરવાનું કામ ગણી સત્વર સહાય કરશો?

સ્નેહપૂર્વક,

સિતાંશુ યશશ્ચન્દ્ર

સંપાદક અને ટ્રસ્ટી

આ સાથે જોડેલી ફાઈલોમાં આ સામયિકનાં સાત મુખપૃષ્ઠોઃ વિશ્વવિખ્યાત સાંપ્રત ચિત્રકાર અતુલ ડોડિયાનાં ચિત્રો અને મધ્યકાલીન ભારતીય લઘુચિત્રો સહિત. મુદ્રણસજ્જાના કલાકારો ગદ્યકાર નૌશીલ મહેતા અને કવિ-ચિત્રકાર પીયૂષ ઠક્કરની માવજત સાથે.  

e.mail : sitanshuy@gmail.com

Loading

2 May 2023 Vipool Kalyani
← કોરોના મહામારીમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં શ્રમિકોનાં અનુભવો
દેશમાં રખડતાં કૂતરાંની વકરતી સમસ્યા →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved